તમે અવારનવાર સાંભળ્યું હશે કે લીંબુ વિટામિન-સીથી ભરપૂર છે, પરંતુ તમે એ નહિ સાંભળ્યું હોય કે લીંબુ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ મદદગાર છે. દરરોજ ફક્ત લીંબુને ડાયટમાં સામેલ કરવાથી તમે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણા ફાયદા મેળવી શકો છો.
લીંબુમાં વિટામિન સી અને ફાઇબર વધુ હોય છે જે તમને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. લીંબુ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અને હૃદય રોગ, એનિમિયા, કિડનીની પથરી, પાચન સમસ્યાઓના જોખમને ઘટાડી શકે છે. તો ચાલો જાણીએ દરરોજ 1 લીંબુ શરબતનું સેવન તમારા માટે કેવી રીતે ફાયદાકારક થઇ શકે છે.
ચરબીના શુદ્ધિકરણમાં મદદ કરે: લીંબુનું સેવન ફેટી લીવરને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ કાઢી અને પીવાથી કુદરતી રીતે બધા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.
કિડની સ્ટોન માં મદદરૂપ
કિડનીની પથરીમાં ફાયદાકારક: જો તમે કિડનીની પથરીથી પરેશાન છો, તો તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરો. લીંબુ આખા વર્ષ દરમિયાન સરળતાથી ઉપલબ્ધ હોય છે અને તેનું સેવન કરવું પણ સરળ છે. લીંબુ પાણી પીવાથી કિડની સ્વસ્થ રહે છે, કારણ કે તેમાં સાઇટ્રેટની માત્રા વધુ હોય છે. સાઇટ્રેટ કેલ્શિયમ સ્ફટિકો બનવા દેતું નથી, જેનાથી કિડનીમાં પથરી થતી નથી.
ઇન્સ્યુલિનની સંવેદનશીલતા ઘટાડવામાં મદદરૂપ: લીંબુ હોર્મોન્સને સ્થિર કરવામાં મદદ કરે છે અને આડકતરી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે. લીંબુમાં જોવા મળતું મુખ્ય તત્વ પોલિફેનોલ્સ છે, જે ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઇન્સ્યુલિન પ્રતિરોધમાં વધારો થવાથી હોર્મોન ઇન્સ્યુલિનની પ્રતિક્રિયામાં ઘટાડો થાય છે, પરિણામે બ્લડ સુગરનું સ્તર અનિયંત્રિત થાય છે.
વિટામિન સી ભરપૂર : લીંબુ વિટામિન-સીનો સારો સ્ત્રોત છે. દરરોજ 1 લીંબુનું સેવન કરવાથી વિટામિન સીની તમારી દૈનિક જરૂરિયાતના અડધા ભાગને પૂરી કરવામાં મદદ મળે છે. સંશોધન દર્શાવે છે કે વિટામિન- સીથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે.
શરીરમાં સારા બેક્ટેરિયા વધારવા ઉપયોગ: શરીરમાં સારા બેક્ટેરિયા વધવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. લીંબુ પેક્ટીન નામના ફાઇબરથી સમૃદ્ધ છે, જે એક પ્રીબાયોટિક છે જે સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. જો કે, લીંબુના પલ્પમાં રસ કરતાં વધુ પેક્ટીન જોવા મળે છે. તેથી દરરોજ સવારે તમારા લિંબુનું શરબત બનાવતી વખતે, ખાતરી કરો કે તમે બને તેટલો પલ્પ સામેલ કરો.
ત્વચા માટે ફાયદાકારક: આપણે બધા જાણીએ છીએ કે લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને જુવાન બનાવવામાં મદદ કરે છે. વિટામિન સી, જેને એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં કોલેજન પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા છે. જેમ જેમ આપણી ઉમર વધે છે તેમ તેમ, આપણી ત્વચા કોલેજન ગુમાવે છે, પરંતુ લીંબુ તે ચમક પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
લીંબુ ક્ષારયુક્ત અને તેજાબી પ્રકૃતિનું છે. જો તેને પાણી સાથે પીવામાં આવે તો તે એસિડ રિફ્લક્સમાં મદદ કરે છે. જો કે આના પર હજુ સુધી કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી, પરંતુ લોકોના અનુભવ મુજબ તેનું સેવન ગેસને ઓછું કરવામાં મદદ કરે છે.
આ બધા ફાયદા મેળવવા માટે દરરોજ 1 લીંબુનું સેવન ચોક્કસ કરો. પરંતુ જો તમારું ગળું ખરાબ હોય તો તેનું સેવન ગરમ પાણીમાં કરો. તેને ઉકાળવાનું ટાળો કારણ કે તે અસર ઘટાડે છે.
તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.