leaving bad habits tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વ્યક્તિને સારી તેવો કરતા ખરાબ ટેવો ખૂબ જ ઝડપથી પકડી લે છે. અને એક વાર આ આદતો પડી ગયા પછી ઘણા પ્રયત્નો કર્યા પછી પણ છોડવાનું નામ નથી લેતી. આવી ઘણી આદતો તમને પણ હશે, જે તમારા આવનારા જીવનમાં ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તો આવી સ્થિતિમાં, તમારે આ આદતો છોડવા માટે મજબૂત પગલાં લેવા પડશે.

સિગારેટનું વ્યસન હોય કે સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેવાની ખરાબ આદત હોય, આ બધી એવી જ આદતો છે જે આપણે પોતાની મરજીથી શરૂ કરીએ છીએ પણ તેને આપણી મરજીથી ખતમ કરી નથી શકતા.

ઘણી વખત જ્યારે આપણે આવી આદતોને છોડવાનું નક્કી કરીએ છીએ ત્યારે પણ ઘણી સમસ્યાઓ ઉભી થઇ જાય છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એ વાત આવે છે કે આપણે કોઈપણ ખરાબ વ્યસનથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ. તો આજના લેખમાં અમે તમને જણાવીશું કે ખરાબ આદતો છોડવાના નિર્ણય પર તમે કેવી રીતે છુટકારો મેળવી શકો છો.

એક્સ્પર્ટ પ્રમાણે : આમાં નિષ્ણાતોનો પણ પોતાનો એક અલગ અભિપ્રાય હોય છે. પણ ઘણા લોકોને આ ટ્રીક કામ પણ આવી છે, પરંતુ આપણે જાણીશું કે,એવું શું થઈ શકે છે કે કોઈ ચોક્કસ સમય સુધી કોઈ કામ ન કરવામાં આવે તો તે આદતને સંપૂર્ણપણે છોડી શકાય.

સંશોધન કહે છે કે જો આપણે કોઈ પણ કામ 21 દિવસ સુધી કરીએ તો તે આપણી આદત બની જાય છે, તેવી જ રીતે જો આપણે કોઈ વસ્તુ માટે આદતને કાબૂમાં રાખવાની કોશિશ કરીએ તો તે આદતમાંથી બહાર નીકળવાની શક્યતા વધી જાય છે. તે જ રીતે માત્ર કંટ્રોલ કરીને જ તમે ખરાબ ટેવોથી છુટકારો મેળવી શકો છો.

આદત છોડવા માટે તમારી જાતને આ રીતે પ્રોત્સાહન કરો : ખરાબ ટેવને સંપૂર્ણપણે છોડવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરવી મહત્વપૂર્ણ છે. જેના માટે તમારે તમારી જાતને યાદ અપાવવું પડશે કે તમારે આ આદતને કેમ છોડવી છે અને તેના બદલે તમારે નવી અને સારી આદત પાડવી પડશે, જેનાથી તમને આ આદત છોડવાનો નિર્ણય લેવામાં સરળતા રહેશે.

આદત છોડવા માટે ટિપ્સ : આદત છોડવાની સૌથી અગત્યની બાબત એ છે કે પહેલા મનથી નક્કી કરો કે તમે તે વસ્તુ ફરીથી નહીં કરો. આવી સ્થિતિમાં તમારે દરરોજ જાગ્યા પછી, તમારે તમારી જાતને એક વચન આપવું જોઈએ કે તમે હવે આ કામ નહીં કરો પછી ભલે ગમે તે થાય.

તમારા ફોનમાં રિમાઇન્ડર લગાવો કે આ કામ તમારે કરવાનું નથી, તે નિર્ણય વારંવાર લખાયેલો જોઈને તમે વધારે પ્રેરિત થશે અને આનાથી તમને તે આદત છોડવાનું સરળ બની જશે.

જ્યારે તમારું મન એ જ વસ્તુઓ ફરીથી કરવાનું કહે તો પછી તમારી જાતને કોઈ બીજા કામમાં વ્યસ્ત કરો, તેનાથી તમારું ધ્યાન તે આદતથી હટાવી દેશે. દરરોજ સૂતા પહેલા તમારી જાતને શાબાશી આપો કે તમે આખા દિવસ માટે તે કામ નથી કર્યું, જે તમે નક્કી કર્યું હતું.

આદત છોડવામાં આવતી કેટલીક મુશ્કેલીઓ : જ્યારે તમે આદત છોડવાનું મન બનાવી લો ત્યારે કંઈક તમને વારંવાર વિચલિત કરી શકે છે, આવી સ્થિતિમાં તમારે આવી વસ્તુઓ તરફ ના જોવું જોઈએ, જે જોઈને તમને ફરીથી તે જ વસ્તુ કરવાનું મન થવા લાગે.

જે લોકો આ ક્ષણે પણ તે કામ કરે છે તે લોકોની નજીક રહેવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી એવા લોકોથી દૂર રહો જે તમને ફરીથી તે આદત તરફ ધકેલી શકે છે.

તો આ હતી કેટલીક ખાસ બાબતો, જે કોઈપણ ખરાબ આદતને છોડવાના તમારા નિર્ણય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, સાથે જ આ રીતે તમારા માટે આદત છોડવી પણ સરળ બનશે. જો તમને અમારો જાણકારી રસપ્રદ અને મહત્વપૂર્ણ લાગી હોય તો, આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા