દરેક મહિલાને કપડા ધોતી વખતે આ 4 સમસ્યાઓ આવે છે, જાણો તેના માટે તમારે શું કરવું જોઈએ

laundry tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા ઘરે કપડાં ધોઈએ છીએ, પરંતુ મહિલાઓને કપડાં ધોતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કયારેક નવા કપડાનો કલર નીકળી જાય છે તો કયારેક એક કપડાનો કલર બીજા કપડાં પર ચડી જાય છે.

ક્યારેક કપડાં સંકોચાઈને નાના થઈ જાય છે અને ક્યારેક નવા કપડાંમાં પહેલા જેવી ચમક ઉડી જાય છે. આપણે બધાએ કપડાં ધોતી વખતે આ બધી આ સમસ્યાઓનો સામનો કર્યો જ છે. જ્યારે આવી નાની ભૂલના કારણે કપડા ખરાબ થઈ જાય છે તો પછી ઘણું દુઃખ થાય છે. કદાચ તમારી સાથે પણ આવું થયું હશે.

ઘણી વાર નવા કપડાં પહેર્યા પછી એકવાર ધોયા પછી પહેરવા ગમતા નથી, ત્યારે તમે પણ નિરાશ થયા હશો. તો આજે આ લેખમાં અમે તમને કપડાં ધોતી વખતે આવતી કેટલીક સમસ્યાઓ અને તેને ઠીક કરવા માટેના ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીયે.

(1) કપડાંમાંથી કલર નીકળવો : ઘણી વખત મશીનમાં કપડાં ધોતી વખતે તેમાંથી રંગ નીકળી જાય છે. આનાથી તે કપડાનો દેખાવ બગડવાની સાથે, સાથે કપડાનો કલર મશીનમાં હોવામાં આવેલા બીજા કપડા પર પણ ઉતરીને લાગી જાય છે. જેના કારણે તમારા બીજા કપડા પણ બગડી જાય છે.

શું કરવું – આ સમસ્યા નવા કપડાં ધોતી વખતે જ જોવા મળે છે. તેથી એક જ સલાહ આપવામાં આવે છે કે જ્યારે પણ તમે કોઈ નવા કપડાને પહેલી વાર ધોવો છો ત્યારે તેને મશીનથી સીધું ધોવાને બદલે તેને હાથથી અલગથી ધોઈ લો. આ સિવાય કપડાં ધોતી વખતે લેબલ પર લખેલી સૂચનાઓને જરૂર વાંચો.

(2) કપડાં સંકોચાઈ જવા : આ સમસ્યાનો સામનો મોટાભાગની મહિલાઓએ કર્યો હશે. ઘણી વખત કપડા ધોયા પછી જ્યારે તમે તેને મશીનમાંથી બહાર કાઢો ત્યારે તેની સાઈઝ પહેલા કરતા થોડી ઓછી થઇ જાય છે. આ સામાન્ય રીતે ખૂબ જ ગરમ પાણીમાં કપડાં ધોવાથી અથવા ડ્રાયરની વધારે ગરમીને કારણે થાય છે.

શું કરવું – જ્યારે પણ તમે મશીનમાં કપડાં ધોશો ત્યારે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળો . તમે સાદા પાણીથી કપડાં સરળતાથી ધોઈ કરી શકો છો. કપડાંને વધુ સમય સુધી ડ્રાયરમાં રાખવાનું ટાળો. આ સિવાય કેટલાક કપડા ધોયા પછી સંકોચાઈ જાય છે તેથી જ્યારે તમે પહેલીવાર કોઈ કપડાને ધોવો તો પહેલા એક વાર તેના પર લાગેલું લેબલ અવશ્ય વાંચો.

(3) ધોતી વખતે કપડાં પર ડાઘા પડવા : ઘણી વાર કપડાં ધોતી વખતે તેના પર ડાઘ પડી જાય છે. આ ડાઘની સમસ્યા એ છે કે તેને પછીથી સાફ કરવું મુશ્કેલ હોય છે. ઉદાહરણ તરીકે, જો બાળકોના ખિસ્સામાં રંગો હોય અથવા જો મોટા વ્યક્તિના ખિસ્સામાં પેન હોય તો તે કપડાં ધોતી વખતે તેમના કપડાં પર ડાઘ પડી જાય છે.

શું કરવું – મશીન ધોવાના સમયે કપડાં પર કોઈ રંગ કે ડાઘ ના પડે તે માટે જરૂરી છે કે તમે કપડાને મશીનમાં નાખતા પહેલા તેના ખિસ્સા સારી રીતે તપાસી લો. જો શક્ય હોય તો કપડાં ઉંધા જ કરીને ધોવો.

(4) કપડાં ઝાંખા થઇ જવા : જ્યારે કપડાં ઝાંખા થવા લાગે છે ત્યારે તે જૂના દેખાવા લાગે છે. એવા ઘણા કારણો છે જેના કારણે કપડાં આ નુકસાનમાંથી પસાર થાય છે. આ સિવાય કપડાં ધોવાની કેટલીક ભૂલો પણ કપડાંનો રંગ ફિક્કો પાડવા પાછળનું કારણ છે.

શું કરવું – ભેજ અને બેક્ટેરિયાથી છૂટકારો મેળવવા માટે આપણે કપડાંને તડકામાં સૂકવીએ છીએ. જો કે, સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી કપડાં ઝાંખા પડી જાય છે. તેથી કપડાંને લાંબા સમય સુધી તડકામાં સુકાવવાનું ટાળો. સખત સૂર્યપ્રકાશને બદલે હળવા ગરમીમાં કપડાં સુકવો.

અમે આશા રાખીએ છીએ કે આ લેખ વાંચ્યા પછી તમને કપડાં ધોતી વખતે આવતી ઘણી સમસ્યાઓનું સમાધાન મળી ગયું હશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ માહિતી બીજાને પણ જણાવો. આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.