કળથી દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેનું સેવન પાચનતંત્રને મજબૂત કરવાથી લઈને સ્વાસ્થ્ય સંબંધિત અનેક ગંભીર બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે કળથી દાળનું સેવન કરવાથી વજનને પણ નિયંત્રિત કરી શકાય છે.
તેથી તમે તેને આજથી જ દૈનિક આહારમાં સામેલ કરો, જેથી તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે. જાણો કળથી દાળનું દરરોજ સેવન કરવાથી થતા આ અદ્ભુત ફાયદાઓ વિશે.
1. પથરીની સમસ્યા દૂર કરવા : કળથી દાળનું દરરોજ સેવન કરવાથી પથરીની સમસ્યા દૂર થઇ શકે છે કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ભરપૂર માત્રામાં જોવા મળે છે.
આ સાથે તે શરીરમાંથી ગંદકીની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેના રોજિંદા સેવનથી તે પેશાબ દ્વારા કિડનીની પથરીને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
2. ડાયાબિટીસની સમસ્યાને દૂર કરે છે : જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તેને કંટ્રોલ કરવાનું વિચારી રહ્યા છો તો કળથી દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
તેમાં વિટામિનની સાથે પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે, જેના કારણે થોડી માત્રામાં બ્લડ શુગર વધે છે. જો તમને વધુ ફાયદા જોઈએ છે તો તમે તેને સાંજના નાસ્તા તરીકે લઇ શકો છો, કારણ કે તે ખૂબ જ હેલ્દી હોય છે.
3. વજન ઓછું કરવામાં મદદ કરે છે : જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો કળથી દાળનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કળથી દાળને વજન ઓછું કરવા માટે ખુબ ફાયદકારક માનવામાં આવે છે.
તેમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે કેલરીની માત્ર ખુબ જ ઓછી હોય છે. તેથી વજન ઓછું કરવા માંગો છો તો કળથી દાળનું સેવન કરો, તમે આ દાળનો સૂપ પણ બનાવીને તમારા આહારમાં લઇ શકો છો.
4. કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ : જો તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માંગતા હોવ તો કળથી દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે, તેમાં હાઈપોકોલેસ્ટ્રોલેમિક નામનું તત્વ જોવા મળે છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને સાથે જ તેમાં કેલરીની માત્રા ઓછી હોય છે. તેના આધારે કહી શકાય કે જો તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માંગતા હોવ તો તમે રોજીંદા આહારમાં કળથી દાળને તમારા આહારનો એક ભાગ બનાવી શકો છો.
5. ડાયેરિયાની સમસ્યા દૂર કરી શકે છે : ડાયેરિયાની બીમારીમાં કળથી દાળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેમાં ફ્લેવોનોઈડ્સ નામના તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે એન્ટી ડાયેરિયા તરીકે કામ કરે છે.
સાથે જ તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાને કારણે તે ડાયેરિયા જેવી અન્ય સમસ્યાઓને દૂર કરવામાં ખુબ મદદ કરે છે. તેમાં એવા પોષક તત્વો મળી આવે છે જે ડાયેરિયાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
કળથી દાળને હિન્દીમાં કુલથીની દળ પણ કહેવામાં આવે છે. તમે તેને ઓનલાઇન અને કરિયાણાની દુકાનમાંથી મેળવી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો