Kothmir Khavana Fayda
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

કોથમીર ખાવાના ફાયદા: – આપણા મસાલા વર્ગની અને દરેકના ઘરમાં હોય, ગરીબ-તવંગર મધ્યમ વર્ગ કોઈપણ હોય અને ઘરમાં ધાણા કોથમીર હોય જ છે. આજે કોથમીર વિશે થોડુ જાણીલો. 

Kothmir Khavana Fayda

ધાણા પેશાબ સાફ લાવનાર છે. રૂચિ લાવવા માટે દાણા સર્વશ્રેષ્ઠ છે.  કોથમીરની ચટણી થી મોં ની અરુચિ ભાગી જાય છે અને સારી ભુખ લાગે છે. હરસ ઉપર ધાણાનો સારો ઉપયોગ થાય છે. કોથમીરને વાટી તેની લુગદી કરી તેને સહેજ ગરમ કરી હરસ ઉપર ધીમો ધીમો શેક કરવાથી તુરંત આરામ પ્રાપ્ત થાય છે.  પિત્ત વધી ગયું હોય તો દાણા સાથે સાકર ખાવાથી નો પ્રકોપ મટવાપાત્ર છે. તરસ ખૂબ લાગતી હોય તો આ પ્રયોગ બહુ સારો છે. તરસ ખૂબ લાગતી હોય તો બે લીટર પાણીમાં ૪૦ ગ્રામ ધાણા ખાંડી, સારી રીતે ઉકાળી ગાળીને પીવાથી તરસ તરત જ બંધ થઈ જાય છે. 

Kothmir Khavana Fayda

ધાણા પાચક છે ભૂખ ન લાગતી હોય તો રોજ સવારે ધાણા ની ચા કરી પીવાથી ભૂખ લાગે છે. ચાર ગ્રામ ધાણા નો સૂંઠ ગળ્યો કાઢો બનાવવાનો.  ધાણાનો કાઢો પીવાથી પરસેવો થાય છે. ધાણા કૃમિનાશક છે નાના બાળકોને કૃમિ થયા હોય તો ધાણા ની નાની નાની માત્રા એકવાલ જેટલી મધ સાથે લેવાથી કૃમિ ખૂબ ઓછા થાય છે.

શ્વાસ યુક્ત ઉધરસ હોય તો તેના માટે ધાણા બહુ ઊંચું કામ કરે છે. ધાણા અને જેઠીમધ નો ઉકાળો પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. અહિયાં બધા પ્રયોગો આપણા હાથ વગા છે થોડીક મહેનત થાય અને થોડી ધીરજ ધરવી પડે પણ આપણા શરીરમાં સુખાકારી મળે છેે. તે હૃદય માટે ખૂબ હિતકારી છેે. તે હૃદયના પ્રત્યેક કાર્યમાં ઉપકારક છે.  કોઈ પણ કારણે આવેલી બેચેેેેની ધાણા સાકરની સાથે લેવાથી સર્વ રોગ નિવારણ થઈ અને આપણા મનનું સમાધાન થાય છે.

Kothmir Khavana Fayda

મસાલાનું સુગંધી દ્રવ્ય કોથમીર  ધાણા છે. આને લીધે રસોઈમાં એક જાતની સુગંધ આવે છે.  રસોઈ ખાવાની મજા આવે છે.  કોથમીર લીલી હોય છે જ્યારે તેના ફળ ના દાણા ને ધાણા કહેવાય છે.આ ધાણાના બીજને ધાણાની દાળ તરીકે મુખવાસમાં વપરાય છે.  મસાલામાં ધાણાજીરું સાથે ખાડેલું પણ હોય છે. ધાણા પચવામાં હલકા શામક અગ્નિદીપક ખોરાક પાચન કરનાર રોચક અને ઠંડા છે.

ઇતના રોગો તથા શરીરની ખોટી ગરમીમાં ધાણાનો ઉપયોગ કરવો જોઈએ દુઝતા હરસમાં રાત્રે ધાણાને પાણીમાં પલાળી સવારે તે પાણીને ગાળીને પી જવું. કોથમીરનો રસ પીવાથી પણ ઝાડામાં પડતું લોહી બંધ થાય છે. કોથમીર આંખ માટે બહુ સારી છે. ડોક્ટરો પણ આંખની દ્રષ્ટિ સારી રાખવા માટે કોથમીર નો રસ પીવાનું કહે છે.

dhana

મોઢાના ખીલ દૂર કરવા માટે કોથમીર નો રસ મોઢે ચોપડવું જોઈએ ,ઘસવું જોઈએ, ખીલ મટી જશે. ચણાના લોટમાં આપણે ભજીયા ખાવાની ખૂબ મજા આવે આપણને તો ચણાના લોટમાં ધાણાના આખા દાણા નાંખવાથી ગોટા પાચક અને સ્વાદિષ્ટ બને છે. ખાટી છાસ માં ધાણાજીરું નાખવાથી છાશ વધુ રોચક બને છે. સગર્ભાની ઉલટી તથા પિત્ત ની ઊલ્ટી થતી હોય તેને ધાણાની ધાણાનું પાણી પાવું જોઇએ, જેથી તેને સરસ લાભ થાય છે.

બાળકોની આંખ આવે ત્યારે ધાણાની પોટલી પાણીમાં પલાળી બાળકની આંખો પર વારાફરતી મૂકવાથી આંખને રાહત થઇ જાય છે. તો આ બધા પ્રયોગો નિષ્ણાત વૈદ અને આપણા ફેમિલી ડોક્ટર હોય એને પૂછી ને આગળ વધવું. આ બધા નિર્દોષ પ્રયોગો છે પણ આજના યુગમાં આપણે આમાં થોડુંક સચેત રહેવું. ઇતના તાવમાં પેટની બળતરા માં, અરુચિમા, પેટના દુખાવામા ધાણા નુ હિમ કરીને પીવું ખૂબ હિતાવહ છે.

dhana khava na fayda

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા