kitchen tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાનો સમય દરેક માટે આળસથી ભરેલો હોય છે. આ એવો સમય હોય છે જેમાં દરેક મહિલાને રસોડાનું કામ કરવું મુશ્કેલ લાગે છે. આ સમયમાં આળસ આવે તો પણ કામ કરવું અને રસોઈ કરવી, કલાકો સુધી રસોડામાં રહેવું અને વાસણ ધોવા વગેરે કામ ખૂબ જ મુશ્કેલ લાગે છે.

શિયાળાની ઋતુમાં ખૂબ સારું સારું ખાવાનું મન થાય છે પરંતુ આળસને કારણે સામાન્ય ખાવાનું બની જાય તે પૂરતું છે. તો શા માટે આપણે એવી કેટલીક કિચન ટિપ્સ વિષે વાત કરીએ જે આપણને રસોડાના કામમાં મદદ કરી શકે.

આ નાની કિચન ટિપ્સ તમારું ઘણું કામ ખૂબ જ સરળ બનાવી શકે છે અને તેમની મદદથી શિયાળામાં તમે તમારો ઘણો સમય બચાવી શકો છો.

1. હવે બટાકાને બાફવામાં લાગશે અડધો સમય

તમે બટાકાને બાફતા પહેલા તેમાં કાંટાની મદદથી થોડા કાણા કરવાથી બટાકાને બાફવાનો સમય અડધો થઈ જશે. આ એક સ્ટેપથી બટાકામાં બંને બાજુથી કાણું પાડો જેનાથી બટાકા અંદર સારી રીતે રંધાઈ જશે અને ગેસની સાથે બટાકાને બાફવાનો સમય બચશે.

2. દૂધ ઉકાળતી વખતે વાસણ ગંદુ નહીં થાય

જે સૌથી મોટી સમસ્યા જે શિયાળામાં જોવા મળે છે તે છે વાસણ ધોવાની આળસ. આવી સ્થિતિમાં જો વાસણમાં વધુ ગંદકી હશે તો તે ખરાબ દેખાશે. દૂધ ઉકાળતી વખતે દૂધના વાસણના તળીયે , દૂધની મલાઈ જેવું કંઈક સ્થિર થાય છે. તેને ઘસવું તે જ એક મોટું કામ છે અને તેને સાફ કરવામાં ઘણી વખત ઘણો સમય લાગી જાય છે.

તો નીચે તળિયે મલાઈ જેવું ના જામી જાય તે માટે તમે શરૂઆતમાં દૂધના વાસણમાં થોડું પાણી નાખો અને તેના પર દૂધ નાખીને પછી તેને ઉકાળો. બસ તમારે આટલું જ કરવાનું છે અને બીજું કંઈ નહિ.

3. લસણ અને ડુંગળી છોલવાની ટિપ્સ : શિયાળામાં લસણ અને ડુંગળીની છાલ કાઢવી કોઈ મોટા કામથી ઓછું નથી લાગતું. શિયાળામાં, હાથ પહેલેથી જ ઠંડા હોય છે અને તેમને એક એક છાલવા એ ખૂબ જ કંટાળાજનક કામ લાગે છે. આ સ્થિતિમાં તમે એક નાનું કામ કરી શકો છો.

આ નાનું કામ છે કે તમે ગરમ પાણીમાં લસણ અને ડુંગળી નાખો. આનાથી તમને બે ફાયદા થશે, પહેલો ફાયદો એ છે કે તેની છાલ ખૂબ જ સરળતાથી નીકળી જશે અને બીજો ફાયદો છે કે તે થોડું વહેલું પાકી પણ જશે, તેના કારણે રસોઈનો સમય ઘણો ઓછો થઈ જશે.

4. દૂધને ઉકળીને બહાર આવી જાય છે

ઘણી વખત એવું થાય છે કે તમે દૂધને ગેસ પર રાખીને ભૂલી જાઓ છો અને તે ઉકળે છે અને નીચે પડી જાય છે. આ ખૂબ જ કંટાળજણક કામ છે અને તે વાસણ અને ગેસ બંનેને સાફ કરવું પણ ઘણું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેને ફક્ત એક નાની ટિપ્સની મદદથી રોકી શકાય છે જેથી તમારે વધારાનું કામ ના કરવું પડે.

દૂધના વાસણ પર એક લાકડાની કનછી અથવા ચમચો મુકો. તમે લાકડાનો ચમચો પણ રાખી શકો છો અથવા સ્ટીલનો ચમચો પણ રાખી શકો છો. આ ટિપ્સ તમારા દૂધને ઉભરો આવતા અટકાવે છે.

5. દાળ કૂકરમાંથી બહાર આવે તો

જો દાળ કૂકરના ઢાંકણ પર ચોંટી જાય છે તો શ્રેષ્ઠ ઉપાય છે કે દાળને બાફતી વખતે તેમાં વનસ્પતિ તેલના 2-3 ટીપાં ઉમેરી દો. આમ કરવાથી તમારી દાળ કૂકરના ઢાંકણમાંથી બહાર પણ નહીં આવે. આ સરળ ટિપ્સની મદદથી તમારું કામ તરત જ થઈ જશે.

તો આ હતી કેટલીક સરળ કિચન ટિપ્સ જે તમને શિયાળામાં ખૂબ જ મદદ કરી શકે છે. આ બધી કિચન ટિપ્સનો ઉપયોગ કરો અને જો તમને બીજી કોઈ ટિપ્સ ખબર હોય તો તેને રસોઈનીદુનિયા સાથે ચોક્કસ શેર કરો. જો તમને આ કિચન ટિપ્સ ગમી હોય તો આવી જ બીજી રેસિપી અને ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા