best food for teeth
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે રીતે આંખ, કાન અને મોં આપણા શરીના મહત્વના અંગો છે તે જ રીતે દાંત પણ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જો તમારા દાંત મજબુત અને ચમકદાર હશે તો તે તમારી સુંદરતામાં વધારો કરે છે અને તેની સાથે તે તમારા સ્વાસ્થ્ય વિશે પણ જણાવે છે.

હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ ની જરૂર હોય છે તેજ રીતે દાંતને મજબૂત બનાવવા માટે કેલ્શિયમથી ભરપૂર ખાદ્યપદાર્થો વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ.

ઘણા લોકો તેમના પીળા દાંતના લીધે ખૂબ જ ચિંતિત હોય છે. દાંત પીળા થવાના એક નહિ પણ ઘણા કારણો હોય છે, જેમ કે ધૂમ્રપાન કરવું, મોં ની સ્વચ્છતા ના રાખવી, આનુવંશિકતા અથવા તમારો આહાર વગેરે. ઘણા લોકો પીળા દાંતથી છુટકારો મેળવવા માટે ડેન્ટિસ્ટ પાસે પણ જાય છે. પરંતુ દાંતની સારવારમાં ઘણો ખર્ચ થવાના લીધે આપણે વારંવાર ડૉક્ટર પાસે જઈ શકતા નથી.

પરંતુ કેટલાક ઘરેલું ઉપચાર અને હેલ્ધી ડાયટને અનુસરીને તમે ચોક્કસપણે તમારા દાંતને મજબૂત અને ચમકદાર બનાવી શકો છો. તો ચાલો તમને આવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવીએ કે જેને તમે તમારા ડાયટમાં સમાવેશ કરીને તમારા દાંતને ચમકદાર બનાવી શકો છો.

1. સંતરા : સંતરામાં વિટામિન સી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદગાર છે. સંતરાનું સેવન કરવાથી દાંતને મજબૂત બનાવી શકાય છે અને સંતરાની છાલને દાંત પર ઘસવાથી દાંતને ચમકદાર બનાવી શકાય છે.

2. કેળા : કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને તમારા આહારમાં કેળાનો સમાવેશ કરીને દાંતને મજબૂત અને ચમકદાર બનાવી શકાય છે. કેળામાં રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ વગેરે તત્વો દાંતની ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.

3. સ્ટ્રોબેરી : સ્ટ્રોબેરી એક સ્વાદિષ્ટ અને રસદાર ફળ છે અને તેને પોષક તત્વોનો ભંડાર પણ કહેવામાં આવે છે. તમે તમારા આહારમાં સ્ટ્રોબેરીનો સમાવેશ કરીને તમારા દાંતને મજબૂત બનાવી શકો છો. એટલું જ નહીં પણ જો તેને દાંત પર ઘસવામાં આવે તો દાંત ચમકદાર બની શકે છે.

4. સફરજન : કહેવાય છે દરરોજ એક સફરજન ખાવાથી બીમારીઓ દૂર રહે છે. તે સ્વાદથી ભરપૂર ફળ છે. સફરજનમાં મૈલિક એસિડ મળી આવે છે જેના કારણે મોંમાં ઘણી માત્રામાં લાળ બને છે અને આ લાળ દાંત પર પીળા ડાઘને દૂર કરવામાં મદદ કરી શકે છે.

અમને આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે,અને જો તમે આવી જ બીજી માહિતી ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો ચોક્કસપણે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને રસોઈ સબંધિત અલગ અલગ માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા