kidi in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરમાં કીડીઓ આવવી ખૂબ જ સામાન્ય વાત છે. ક્યારેક ઘરની દીવાલો પર તો ક્યારેક જમીન પર કીડીઓની લાઈન જોવા મળે છે. સામાન્ય રીતે ઘરોમાં કીડીઓ જોયા પછી તરત જ તેમને ઘરની બહાર કાઢવાની તૈયારી શરુ કરવામાં આવે છે.

પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે કીડીઓ ઘરમાં હોય તે શુભ અને અશુભ સંકેત આપે છે. આ અંગે જ્યોતિષચાર્ય કહે છે કે ઘણીવાર આપણે તેને સામાન્ય અવગણીએ છીએ. પણ ઘરમાં કીડીઓનું આગમન શુભ અને અશુભ સંકેત આપે છે.

આટલું જ નહીં તેનાથી તમને તમારી આર્થિક સ્થિતિ વિશે પણ જાણકારી મળે છે અને ભવિષ્યમાં થવાના નુકસાનની પણ અગાઉથી જ ખબર પડે છે. તો ચાલો જાણીએ કીડીઓ સાથે સંબંધિત કેટલાક શુકન અને અશુભ શુકન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ.

જો તમારા ઘરમાં લાલ કીડીઓ હોય તો તેને શાસ્ત્રોમાં ખૂબ જ અશુભ સંકેત ગણવામાં આવે છે. લાલ કીડીઓ ઘરમાં રહેવાથી આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં, જો અચાનક તમારા ઘરમાં લાલ કીડીઓ આવી જાય તો સમજી લેવું કે તમારે જલ્દી કોઈ વસ્તુ માટે ઉધારી અથવા લોન લેવી પડી શકે છે.

તેથી શક્ય હોય તેટલા વહેલા લાલ કીડીઓને ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કરો. પરંતુ તેને મારવી જોઈએ નહીં, પણ તમે તેમને લીંબુ, તમાલપત્ર, કાળા મરી વગેરેની મદદથી તેમને ઘરેમાંથી ભગાડી શકો છો.

જો ઘરમાં કાળી કીડીઓ જોવા મળે તો તમને જણાવી દઈએ કે આ ખૂબ જ શુભ સંકેત છે. જો અચાનક તમને ઘરમાં કાળી કીડીઓ દેખાવા લાગે છે તો તે દર્શાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ આવવાનો છે. જ્યારે પણ આવું થાય ત્યારે કીડીઓના આગમનને રોકશો નહિ અને જ્યારે તમે તમારા જીવનમાં મોટો બદલાવ જોવો તો કીડીઓને લોટ ખવડાવો.

થોડા દિવસો પછી આપોઆપ તમારા ઘરમાંથી કીડીઓ ગાયબ થઈ જશે. જો તમને કાળી કીડીઓ ઘરમાં જૂથોમાં ફરતી જોવા મળે તો તે પણ એક સારો સંકેત છે. આના કારણે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને સાથે સાથે સમાજમાં તમને માન-સન્માન પણ મળે છે.

જો તમને ચોખાના વાસણમાં કાળી કીડીઓ કોવા મળે તો સમજી જાઓ કે તમને જલ્દી જ ધનલાભ થવાનો છે. બની શકે છે કે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળે અથવા તમને પૈસા કમાવવાની બીજી નવી તકો મળે.

કાળા કીડી કોઈપણ સોનાની વસ્તુમાંથી નીકળવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે એ વાત દર્શાવે છે કે તમારી સંપત્તિમાં હજુ વધારો થવાનો છે. જો તમને તમારા રૂમની છત પર કાળી કીડીઓ દેખાય છે તો તે ધનલાભના સંકેત છે. આ તમારા ભૌતિક આનંદમાં ખુબ વધારો કરી શકે છે.

જો ઘરની ઉત્તર અથવા દક્ષિણ દિશામાંથી કાળી કીડીઓ બહાર આવે છે તો તે પરિવારના વ્યક્તિઓની ખુશીમાં વધારો કરે છે. બીજી બાજુ જોઈએ તો, જો કીડીઓ ઘરની પશ્ચિમ બાજુથી બહાર આવે છે, તો તમને કોઈ ખરાબ સમાચાર મળે છે, અને એજ રીતે ઘરની પશ્ચિમ દિશામાંથી કીડીઓ નીકળતી જોવા મળે તો તમારે બિનજરૂરી મુસાફરી કરવી પડી શકે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા