khil matadava ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં દરેક સ્ત્રી કોઈને કોઈ ત્વચાની સમસ્યા સાથે સંઘર્ષ કરતી જોવા મળે છે. આમાંથી બધાની એક સામાન્ય સમસ્યા છે ખીલ. તમારી ત્વચા પર ખીલ થવાની સંભાવના હોય કે ના હોય, પરંતુ બહારની ગંદકી અને ત્વચાની યોગ્ય રીતે કાળજી ના લેવાને કારણે ખીલ થવાના શરૂ થાય છે.

જ્યારે ત્વચા પર ખીલો થવાના ચાલુ થઇ જાય છે, ત્યારે આપણે પરેશાન થઈ જઈએ છીએ અને વિવિધ પ્રકારની બજારમાંથી પ્રોડક્ટ લાવીને ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ. જો કે તેમાં ઘણા પૈસા ખર્ચવા પડે છે અને એવું જરૂરી નથી કે તમે વિચાર્યું હોય તેવું જ પરિણામ મળે.

જો તમને અવારનવાર ખીલની સમસ્યા થાય છે તો આવી સ્થિતિમાં બજારમાં મળતી વિવિધ પ્રકારની ફેન્સી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે, તમારા રસોડામાં જ તેની સારવાર શોધો. આમળા એક એવી સામગ્રી છે, જે ખીલ માટે અસરકારક રીતે કામ કરે છે.

વાસ્તવમાં તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને ડિટોક્સિફાય કરે છે અને લોહીને પણ શુદ્ધ કરે છે. જેના કારણે જ્યારે તમારી બોડી સિસ્ટમ અંદરથી સારી હોય છે તો તેની અસર તમને બહાર પણ દેખાવા લાગે છે.

જો આમળાનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે તો તે ખીલથી છુટકારો મેળવી શકાય છે અને તમે ચમકદાર ત્વચા મેળવી શકો છો. તો આજના લેખમાં ડાયટિશિયન મુજબ આમળાના ઉપયોગથી તમે ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો તે વિષે પુરી માહિતી આપીશું.

સવારનું પીણું બનાવો : જો તમે તમારા શરીરમાંથી કચરો દૂર કરવા માંગો છો તો તમે સવારે આમળાનું સેવન કરી શકો છો. તેને બનાવવા માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં આમળાનો રસ મિક્સ કરો અને તેને સવારે પી લો.

શાકમાં ઉમેરો : તમે તમારા શાકમાં આમળાનો ઉપયોગ કરીને તમારી ત્વચાને સાફ અને ચમકદાર બનાવી શકો છો . આ માટે તમારે શાક બનાવતી વખતે ટામેટા અથવા આમચૂર પાવડરની જગ્યાએ આમળાનો ઉપયોગ કરો. તેનાથી તમને શાકમાં ટેસ્ટ પણ મળશે અને હેલ્ધી પણ બનશે.

ડીટોક્સ જ્યુસ બનાવો : આમળા, ટામેટા અને પાલકનો ડિટોક્સ જ્યુસ બનાવી શકાય છે. આ ડિટોક્સ જ્યુસથી ખીલથી છુટકારો મેળવી શકાય છે. તે લોહીને શુદ્ધ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ક્યારેક શરીરમાં વધુ પડતા ઝહેરી પદાર્થોના લીધે પણ ખીલ થાય છે. પરંતુ જો તમે સવારે આ જ્યૂસ પીવો છો તો તમને તેનાથી ઘણો ફાયદો થાય છે.

આમળાનો સ્ક્રબ : શરીરને અંદરથી ફાયદો પહોંચાડવા માટે આમળાનો સ્ક્રબ પણ બનાવી શકાય છે, જે ખીલ માટે દુશ્મનથી ઓછું નથી. આ સ્ક્રબને બનાવવા માટે આમળાનો રસ, ગુલાબજળ અને ખાંડ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો.

આ સ્ક્રબનો ઉપયોગ કરીને તમે ખીલથી છૂટકારો મેળવી શકો છો અને તમને તે અસમાન ત્વચા ટોન પણ આપે છે અને મૃત ત્વચાને પણ દૂર કરે છે. તેમજ તે તમારા ચહેરાને વધારે ચમકદાર બનાવે છે.

આમળા અને પપૈયા માસ્ક : તમે આમળા અને પપૈયાનો માસ્ક બનાવીને ખીલથી છુટકારો મેળવી શકો છો. આ માસ્ક બનાવવા માટે પપૈયુ લઈને તેને સારી રીતે મેશ કરો. પછી તેમાં આમળાનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. પપૈયા વિટામિન A નો સ્ત્રોત છે તેથી તે ડાર્ક પિગમેન્ટેશન, ડ્રાયસ્કિન વગેરેને દૂર કરવામાં મદદ કરે છે.

તમારા ચહેરાને સારી રીતે સાફ કર્યા પછી પપૈયા અને આમળાનો માસ્ક લગાવો અને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ સ્વચ્છ પાણીથી ચહેરાને ધોઈ લો. જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

2 replies on “આ 5 રીતે કરો આમળાનો ઉપયોગ, ખીલ જડમૂળથી કાયમી માટે મટી જશે”