શું તમે દૂધનો ઉપયોગ માત્ર પીવા માટે જ કરો છો? જો તમારો જવાબ હા છે તો અમે તમને જણાવી દઈએ કે કાચું દૂધ તમારી ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે બ્યુટી અને હેર કેર પ્રોડક્ટ્સમાં કાચું દૂધનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
કાચા દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેથી વાળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અને તમારી હેર કેર રૂટીનમાં કાચા દૂધનો સમાવેશ કરી શકો છો. ખાસ કરીને જો તમારા વાળ ખરતા હોય તો કાચુ દૂધ તમારા માટે રામબાણ ઘરેલુ ઉપાય સાબિત થશે.
હેર માસ્કનો ઉપયોગ વાળને પોષણ આપવા માટે કરવામાં આવે છે. તમે કાચા દૂધમાંથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરીને વાળ ખરતા હોય તો તેનાથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો આ લેખમાં જાણી લો કે હેર માસ્ક કેવી રીતે બનાવવો?
વાળમાં કાચું દૂધ લગાવવાથી થતા ફાયદા : કાચા દૂધનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ બને છે અને વાળમાં ચમક આવશે. જે તમારા વાળને સુંદર બનાવશે. બેમુખવાળા વાળ માટે પણ કાચા દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. જેમના વાળ ડ્રાય અને ફ્રિજી છે તેઓ પોતાના વાળમાં કાચા દૂધનો બનેલો માસ્ક અને પેક લગાવી શકે છે.
1. કાચા દૂધ અને ઈંડાથી હેર માસ્ક બનાવો : ઈંડામાં પ્રોટીન અને બી વિટામીન (1) પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને આ પોષક તત્વો તમારા વાળને પોષણ આપવાની સાથે તમારા વાળને ખરતા પણ ઓછા કરવામાં મદદ કરે છે. જરૂરી સામગ્રી – 1 ઈંડું, 1 કપ કાચું દૂધ, 2 મોટી ચમચી લીંબુનો રસ અને 2 મોટી ચમચી ઓલિવ તેલ.
વિધિ : એક બાઉલમાં ઇંડાને ફેટી લો. પછી બધી સામગ્રી મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવીને શાવર કેપ પહેરો. આ માસ્કને વાળ પર લગભગ 20 મિનિટ સુધી રહેવા દો અને પછી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ હેર માસ્ક લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે.
2. દૂધ અને કેળાનો હેર માસ્ક : કેળામાં પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ, કુદરતી તેલ અને વિટામિન્સ હોય છે જે તમને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેથી જ કેળામાંથી બનાવેલ હેર માસ્કનો ઉપયોગ ઘરે હેર માસ્ક બનાવીને કરી શકાય છે.
જરૂરી સામગ્રી : 2 પાકેલા કેળા, 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી નાળિયેર તેલ, 1 ચમચી મધ અને 4-5 ચમચી કાચું દૂધ. કેવી રીતે બનાવવું તો, એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરો. હવે આ હેર માસ્કને તમારા વાળમાં સારી રીતે લગાવો. લગભગ 5 મિનિટ રાખ્યા પછી વાળ ધોઈ લો. કાચા દૂધમાંથી બનેલા આ હેર માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર જરૂર કરો.
3. મધ અને કાચું દૂધ : જેમ મધ ખાવાના ઘણા ફાયદા થાય છે. તેવી જ રીતે તેનાથી બનેલ હેર માસ્ક લગાવીને તમે વાળને લગતી સમસ્યાને દૂર કરી શકો છો. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે વાળની ડ્રાઇનેસને ઘટાડે છે. જેના કારણે વાળ ખરતા ઓછા થઇ જાય છે.
જરૂરી સામગ્રી : 2 ચમચી મધ અમે 1 કપ કાચું દૂધ. કેવી રીતે બનાવવું તો, બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને હવે આ મિશ્રણને તમારા વાળમાં લગાવો. લગભગ 20 મિનિટ લગાવેલું રાખ્યા પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો. સારું પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં એક કે બે વાર આ હેર માસ્ક લગાવો.
આ બાબતોનું ધ્યાન રાખો : જો તમે ઇચ્છો છો કે તમારા વાળ ના ખરે તો આ માટે તમારે હેર કેર રૂટીન ફોલો કરવું જોઈએ. અઠવાડિયામાં 2-3 વખત તમારા વાળ અવશ્ય ધોવા. વાળમાં તેલ લગાવવાનું ક્યારેય ભૂલશો નહીં, કારણ કે તેલથી વાળને પોષણ મળે છે, જેના કારણે વાળ ઓછા તૂટે છે.
અમને આશા છે કે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. જો તમે આવી જ બ્યુટી સબંધિત માહિતી ઘરે બેઠા જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.