khandvi recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે ગુજરાતીઓની સૌથી વધુ પસંદ એવી ખાંડવી બનાવવાની રીત શીખીશું. ખાંડવી એ ગુજરાતી ફરસાણ વાનગી છે જે ખૂબ ઓછી સામગ્રીમાં ને ખૂબ ઝડપથી બની જાય છે જે ખાવા માં ખૂબજ ટેસ્ટી ને મોઢામાં નાખતા જ એકદમ ઓગળી જાય છે તો આજે આપણે ખાંડવી રેસીપી શીખીએ

બેટર બનાવવા માટે જરૂરી સામગ્રી: 4 લીલા મરચા, 1 નાનો આદુનો ટુકડો, 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી સહેજ ખાટું દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હિંગ, અડધી ચમચી હળદર પાવડર, 2 વાટકી પાણી, ગ્રીસિંગ માટે તેલ, સ્ટફિંગ માટે તાજુ છીણેલું નારિયેળ, કોથમીર

ખાંડવીના વગાર માટે: 1 ચમચી તેલ, અડધી ચમચી જીરું, અડધી ચમચી સફેદ તલ, 5 મીઠા લીમડાના પાન, 2 સમારેલા લીલા મરચા,

ગાર્નિશ માટે: અડધો કપ કોથમીર, અડધો કપ છીણેલું નારિયેળ

ખાંડવી બનાવવાની રીત: સૌ પ્રથમ મિક્સરજાળમાં લીલા મરચાં, આદુ, બેસન, દહીં, મીઠું, હિંગ અને હળદરનો પાવડર ઉમેરો. પાણી ઉમેર્યા વગર બધી વસ્તુને ગ્રાઈન્ડ કરી લો.

એક બાઉલમાં ગ્રાઈન્ડ કરેલું મિશ્રણ ઉમેરો, અને પછી 2 વાટકી તેમાં પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તો અહીંયા ખાંડવીનું બેટર તૈયાર થઇ ગયું છે.

ત્યારબાદ એક નોન-સ્ટીક પેનમાં તેલ વડે થોડું ગ્રીસ કરો અને તેમાં થોડું ખાંડવીનું બેટર ઉમેરીને તેનું પાતળું પડ બનાવો. હવે ગેસ પર બીજી મોટી સાઈઝના તવાને ગરમ કરો. મોટી સાઇઝનો તવો ગરમ થાય એટલે તે તવા ઉપર ખાંડવીનું બેટર પાથરેલા તવાને મૂકી અને ઉપરથી ઢાંકણ ઢાંકી દો.

તેને ઢાંકીને 3 મિનિટ માટે ઉંચી આંચ પર ખાંડવીને કૂક કરી લો. નીચેના તવાની ગરમી ઉપરના તવામાં લાગવાથી બેટર સારી રીતે બફાઈ જશે. 5 મિનિટ પછી ઢાંકણ ખોલી દો અને પેનને ઠંડુ થવા માટે રાખી દો.

3 થી 4 મિનિટ પછી ખાંડવી થઇ જાય એટલે તેના પર થોડા કોથમીરના પાન નાખો અને તાજુ છીણેલું નારિયેળ નાખી અને રોલ માટે ચપ્પાની મદદથી તેના કાપા કરી લો. એકબાજુથી લઇ ખાંડવીના રોલ વાળી લો.

ખાંડવીના વગાર માટે: એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં અડધી ચમચી સરસવ, અડધી ચમચી જીરું, અડધી ચમચી સફેદ તલ, 5-6 મીઠા લીમડાના પાન અને 2 સમારેલા લીલા મરચા ઉમેરો અને વગારને સારી રીતે કકડાવી લો.

ખાંડવી રોલ પર તડકાને ચમચી વડે સરખી રીતે રેડો. તાજા નારિયેળ અને કોથમીરથી ગાર્નિશ કરો. જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો રસોઈની દુનિયા સાથે જોડાયેલા રહો. આવી જ માહિતી તમને દરરોજ મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા