ઉપવાસી માટેનું ખાસ કેળાની બરફી બનાવી લો, ભુખ્યુ પેટ પણ ભરાઈ જશે

0
228
kera ni burfi

કેળા ને હેલ્ધી ફુડ માનવામાં આવે છે. ગમે તેવી કકડીને ભુખ લાગી હોય પરંતુ જો એક – બે કેળા ખાઈ લઈ તો પેટ ભરાઈ જાય છે. ત્યારે જો આ કેળાની બરફી બનાવીને ઉપવાસીઓ ખાય તો તેમને અશક્તિ પણ ન આવે અને ભુખ્યુ પેટ પણ ભરાઈ જાય.. તો જાણી લો કેળાની બરફી બનાવાની સૌથિ સરળ રીત.

સામગ્રી

  • 4 મોટા પાકા કેળા લેવા
  • દોઢ કપ દૂધ લેવુ
  • 2 કપ ખાંડ લેવી
  • 2 ટેબલસ્પૂન ઘી લેવુ
  • 75 ગ્રામ નારિયેળ
  • 1/2 કપ ક્રશ અખરોટ

kera ni burfi

બનાવવાની રીત

સૌથી પહેલા કેળાની છાલ ઉતારીને તેને મેશ કરી લો. હવે તમારે મેશ કરેલા કેળાને દૂધ સાથે એક પેનમાં ત્યા સુધી તેણે પકાવો. જ્યા સુધી તે ડ્રાય ન થઈ જાય. હવે તેમાં ઘી ઉમેરો અને જ્યા સુધી મિશ્રણનો રંગ બ્રાઉન ન થાય ત્યા સુધી સતત હલાવતા રહો. હવે તેમાં ખાંડ અને છીણેલું નાળિયેર ઉમેરો. સાથે સાથે અખરોટ પણ મિક્સ કરો. હવે તેને ગેસની આંચ પરથી નીચે ઉતારી લો .હવે એક પ્લેટમાં ઘી લગાડીને તેને ગ્રિસ કરો અને તેના પર આ મિશ્રણ પાથરી લો. તેને પ્લેટમાં એકસમાન રીતે ફેલાવી દો.એકવાર બરફી ઠંડી પડે પછી તેના જોઈતા આકાર અને માપના ટુકડા કરી લો.ડ્રાય ફ્રૂટ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.