કચોરી નુ નામ લેતા જ નાના બાળકો ના મોઢામાં પાણી આવી જાય છે, કારણ કે કચોરી ખાવાની મજાજ કઈક અલગ હોય છે. આજે અમે તમને કાચા કેળાની કચોરી બનાવાની રીત બતાવીશું.
સામગ્રી
- ૪ નંગ – કાચા કેળાં –
- ૧ ચમચો – સીંગદાણા
- ૧ ચમચો – શિંગોડાનો લોટ
- ૧ ચમચો – દાડમના દાણા
- ૧ ચમચો – કોપરાનું છીણ
- ૧૦-૧૨ નંગ – કિશમિશ
- ૧ ચમચી – વાટેલાં આદું-મરચાં
- અડધી ચમચી તજ-લવિંગનો પાઉડર
- ૧ વાટકી – દહીં
- સ્વાદ મુજબ – ફરાળી મીઠું
- તળવા માટે તેલ
બનાવવાની રીત
સૌથી પહેલા કાચા કેળાંને ધોઇને વચ્ચેથી બે ટુકડા સમારી બાફી લો. ત્યાર બાદ તેને છોલીને છુંદો કરી લો . સીંગદાણાને શેકીને અધ – કચરા ખાંડી લો. હવે કેળાના માવામાં સીંગદાણાનો ભૂકો, ફરાળી મીઠું, કોપરાનું છીણ, વાટેલાં આદું-મરચાં, દાડમના દાણા, કિશમિશ, તજ-લવિંગનો પાઉડર વગેરે બધો મસાલો ભેગો કરીનાખીને સ્વાદિષ્ટ પૂરણ તૈયાર કરો. તેમાંથી ગોળા વાળી કચોરી જેવો આકાર આપો અને શિગોડાના લોટમાં રગદોળી તેલમાં તળી લો. દહીમાં મીઠું, ખાંડ, લીલા મરચાંની પેસ્ટ વગેરે નાખીને ચટણી બનાવી તેની સાથે ખાવાની મજા લો.