kalathi ni dal khavana fayda
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

કળથી ની દાળ: અહિયાં તમને જણાવીશું એવી અગત્યની દાળ વિશ જોઈશું જે ખૂબ જ શક્તિશાળી છે અને તે શરીરના ઘણા બધા રોગોમાં કારગર છે. જો તમને શરીરમાં દુખાવો રહેતો હોય, કમરમાં દુખાવો હોય, સાંધામાં દુખાવો હોય, તમને કામ કરવાની ઇચ્છા ન થતી હોય, તમારા શરીરમાં સ્ફૂર્તિનો અભાવ હોય તો આ માહિતી તમારા માટે ખુબજ ઉપયોગી છે.

દાળનું સેવન ક્યારે કરવું, કેવી રીતે કરવું, કોની સાથે કરવું એ જાણવું બહુ જરૂરી છે. આપણને તે માટે સાચી જાણકારી હોવી જોઈએ. આપણે જે દાળ ની વાત કરવાના છીએ તે દાળનુ નામ છે કળથી ની દાળ. આ દાળ ને હોર્સ ગ્રામ પણ કહે છે. આ દાળ વિશ્વ પરની સૌથી વધુ પ્રોટીન યુક્ત દાળ છે. આ વિશ્વભર માં જેટલી પણ દળો છે તેમાં સૌથી વધુ પ્રોટીન, આ કળથી ની દાળ માં છે.

આ દાળ નો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારા શરીરમાં ઘોડા જેવી તાકાત નો સંચાર કરે છે, એટલે જ તેને હોર્સ ગ્રામ કહેવામાં આવે છે. આ દાળ ઘોડાને ખવડાવવામાં આવે છે જેથી તેઓ શક્તિમાંન રહે છે. જે લોકો ગામડામાં રહે છે, પહાડી એરિયામાં રહે છે અને જેમને સવાર સવારમાં પહાડી ઉપર ચડી ને કામ કરવાનું હોય છે તે લોકો આ દાળ ખાય છે.

આપણા વડીલો નું કહેવું છે કે આ દાળ આપણી ક્ષમતા ને લગભગ દસ ગણી વધારી દે. જે લોકોની આંખ ની રોશની ધીરેધીરે ઓછી થાય, તે લોકો માટે આ એક શ્રેષ્ઠ દાળ છે. સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. જો તમારા શરીરમાં લોહીની, કેલ્શિયમની કમી છે તો આ દાળ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે.

હવે જાણો સેવન કઈ રીતે કરવું:- નોર્મલ વ્યક્તિ એટલે કે જેમને વાત પિત્ત કે કફ ની કોઈ વધારે તકલીફ ન હોય તેવા લોકોએ રાત્રે પાણીમાં ત્રણ ચમચી કળથીની દાળને પલાળી દેવાની છે અને સવારે ઊઠીને તેને ખાઈ લેવાની.

જે લોકોને પિત્ત પ્રકૃતિ છે, જેમને ચહેરા ઉપર ખીલ થાય છે, જેમના પેટમાં ગરમી વધારે હોય છે તેવા લોકોએ આ દાળ નો ઉપયોગ એકથી દોઢ ચમચી જેટલું જ કરવો અને ખાસ કરીને આખી રાત પાણીમાં પલાળવા ની છે, જેથી કરીને તે દાળ ની ગરમી નીકળી જાય.

શિયાળામાં તમે આ દાળને તવા પર વગર તેલે શેકીને પછી તેને ગ્રાઈન્ડ કરી,  તેનો ભૂકો બનાવી તેનો પાઉડર બનાવી લેવો. દિવસમાં બે ચમચી તમારે સવારે અથવા તો રાત્રે લેવાની છે. તમે આ બે ચમચી પાવડર પાણીમાં નાખી તેને ગરમ કરી તેનું સૂપ બનાવીને પણ તમે લઇ શકો છો.

આ દાળ થી જેમને ઘૂંટણમાં દુખાવો છે, સાંધામાં દુખાવો છે, ગઢીયા ની સમસ્યા છે, તેમને ખૂબ જ લાભ થાય છે. પુરુષોની શારીરિક નબળાઈમાં પણ આ ઔષધિ તરીકે કામ કરે છે અને અને જે લોકોને શારીરિક નબળાઈ ની સમસ્યા હોય તેમને આ ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા