kachi keri khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેરી એટલે ફળોનો રાજા. કેરી કાચી હોય કે પાકી દરેક ને ભાવથી જ હોય છે.  કાચી કેરી ને જોઈને બાળકોથી માંડીને આબાલવૃદ્ધ નું મન લલચાઇ જાય છે. કેરીમાં વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે, તો કેરી ટેસ્ટી લાગવાની સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારક છે. કાચી કેરી ના અથાણાં પણ ગરમીના દિવસોમાં ખૂબ સેવન કરવામાં આવે છે.

એક કાચી કેરી માં ૩૦ સફરજન ૧૮ કેળા, ૯ લીંબુ અને ૩ સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરી માં એટલી બધી માત્રામાં જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.  કાચી કેરી ને પાણી સાથે ખાવાથી એટલે કે તેનું શરબત પીવાથી, શરીરમાં પાણીની અછત નથી સર્જાતી અને કાચી કેરી તો સલાડમાં પણ ખૂબ જ સારી લાગે છે. તો ચાલો જાણો ગરમીમાં કાચી કેરી ખાવાથી શું ફાયદા થાય છે. તેના વિશે .

૧) સ્કર્વી નામના રોગને ઘટાડે છે:  વિટામિન ની કમીથી સ્કર્વી નામનો રોગ થાય છે. કેરીના સેવનથી તેને રોકી શકાય છે. કાચી કેરી માં વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે છે. બીજા ઘણા બધા ફળોની સરખામણીમાં વધુ વિટામિન સી કાચી કેરી માં રહેલું છે. માટે કાચી કેરી ખાવાથી શરીરમાં જરૂરી વિટામિન સીની ઊણપ ક્યારેય નથી આવતી.

૨) ગેસ અને એસીડીટી મટાડે:- ગેસ અને એસીડીટી અથવા છાતીમાં બળતરાની સમસ્યા આજકાલ સામાન્ય છે. જો તમને આ સમસ્યા છે તો કાચી કેરી તમારા માટે આશીર્વાદ સમાન છે. જેમને એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં, કાચી કેરી નું સલાડ લેવું જોઈએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનને કારણે એસિડીટી સામાન્ય થઈ ગઈ છે. પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી.

૩) weight loss માટે:- કાચી કેરી માં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જેના લીધે શરીરમાં વધારાની ચરબી આવે ,તો તે દૂર થઈ જાય છે અને શરીરમાં ચરબી ઘટવા લાગે છે. જેથી શરીર સુડોળ શેપ માં આવી જાય છે અને વજન વધવા અને જાડા થવા જેવી સમસ્યા થતી નથી.

૪) લોહી માટે શ્રેષ્ઠ:  વિટામિન સી વધારે પ્રમાણમાં હોવાથી કાચી કેરી લોહીના વિકારને દૂર કરવામાં મદદ કરે છે. કાચી કેરીના સેવનથી નસોમાં લચીલાપણું પણ વધે છે જેનાથી લોહી કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે.

૫) દાંત માટે લાભદાયક:- દાંત શરીરનો તે મહત્વપૂર્ણ ભાગ છે જેને તમે ખાસ કરીને નજરઅંદાજ કરો છો.  કાચી કેરી પેઢાની સમસ્યા માટે લાભકારી છે. તે પેઢામાંથી લોહી નીકળવું, મુખમાંથી દુર્ગંધ આવવી, દાંતના સડાને રોકવામાં કારગર છે. કાચી કેરી થી ફકત પેઢા જ નહિ પણ દાંત પણ સાફ થાય છે. કાચી કેરી ના કારણે તે લાંબા સમય સુધી મજબૂત રહે છે. તેમ જ મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે.

૬) જો તમને કબજિયાત છે અને કોઈ વસ્તુથી ફાયદો થતો નથી તો કાચી કેરીનું સેવન કરવું જોઇએ. આ સમસ્યાનું નિદાન માટે કાચી કેરી કાપી લેવી તેમાં મીઠું અને મધ મિક્ષ કરીને તેનું સેવન કરવું.

૭) ડાયાબીટીસ માટે:- કાચી કેરી સુગરના દર્દીઓ માટે લાભકારી છે. તે સુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. શુગરને ઓછું કરવા માટે દહીં સાથે કાચી કેરી ખાવી જોઈએ.

૮) લીવર માટે:- જેને લીવરની સમસ્યા છે તેના માટે પણ કાચી કેરી ખૂબ જ ફાયદાકારક છે. લીવરમાં પિત્તને એસીડ ના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આંતરડામાં થતાં ઇન્ફેક્શનને પણ દૂર કરે છે.

૯) હીટ સ્ટ્રોક એટલે કે લૂ થી બચવા માટે:-  કાચી કેરી ને મીઠા સાથે ખાવાથી શરીરમાં પાણીની માત્રા ખૂટતી નથી. જેથી ઉનાળાના સમયમાં ડિહાઇડ્રેશન જેવી સમસ્યાથી બચી શકાય છે. આ સાથે જ તે ઊંચા તાપમાને પણ બચાવે છે લ. કેરી ખાવાથી થી અળાઈ માં પણ મુક્તિ મળે છે એટલું જ નહીં કાચી કેરીના સેવનથી સૂર્યના પ્રકાશ એટલે કે લૂથી બચી શકાય છે.

એટલા માટે ગરમીમાં શરીરમાં પાણીના પૂરતા પ્રમાણ માટે કાચી કેરી લાભદાયી છે. તેના માટે કાચી કેરી કટકી અથવા છીણ કરી તેમાં ડુંગળીને સમારીને ખાવી જોઈએ અને ચાને બદલે કાચી કેરીનો બાફલો પીવો જોઈએ.

૧૦) રોગ પ્રતિકારક ક્ષમતા વધારે:- કાચી કેરી રોગપ્રતિકારક ક્ષમતાને વધારી તમને યુવાન અને સ્વસ્થ રાખે છે. સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે. આ માટે ઉનાળામાં ભરપૂર કાચી કેરી ખાવી જોઈએ.

તમને અમારી માહીતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા