કેળાની ટેસ્ટી અને ક્રિસ્પી વેફર – Kela Wafer

0
420
Kela Wafer

એકદમ ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ માં થઈ જાય તેવી કેળા(Kela wafer)  ની વેફર ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. આ વેફર થોડાજ સમય માં તૈયાર થઈ જાય છે અને તેને બનાવવી પણ ખુબજ સરસ છે. તો જોઈલો આ કેળાની વેફર બનાવવાની રીત.

સામગ્રી:

  • ૧ કીલો ગ્રામ કાચા કેળા
  • મીઠુ
  • તેલ
  • મરી પાઉડર

કેળાની વેફર બનાવાની રીત:

Kela Wafer

સૌ પ્રથમ કાચા કેળા કેળા લઈશું. આ કેળા તમે બજાર માંથી લાવી શકો છો. આ કેળા એકદમ કાચા હોવા જોઇએ. જે દીવસે કાચા કેળા લાવો એ દીવસે જ બનાવી લેવી. કેળાને સારી રીતે ધોઈ લો. હવે કેળાને છોલી લો. અહીં કેળા છોલ્યા પછી તેના પર મીઠુ લગાવી લો, જેથી કેળા કાળા નાં પડે.

ગેસ પર તેલ ગરમ કરવા મુકો. એક બાઉલમાં ૩-૪ ચમચી મીઠુ લો. તેમાં થોડું પાણી ઉમેરો. હવે તેલ ગરમ થાય પછી એક ચિપ્સ પાડવાની સ્લાઈસ લઇ કેળાની વેફર પાડી લો. તેલમાં  કેળાની વેફર પાડી દીધા પછી તેમાં જે મીઠાવાળું પાણી બનાવ્યું હતું એ ૨ ચમચી તેલમાં એડ કરો.

Kela Wafer

સારી રીતે વેફર ને તળી લો. હવે વેફર ને એક પ્લેટ મા લઈ લો. વેફર ગરમ હોય ત્યારે મસાલા માટે કાળા મરી પાઉડર તેની પર એડ કરો. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને બજાર કરતા પણ સારી કેળા વેફર.

Kela Wafer

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

Image Credit: Busy Brains