આજે તમને જણાવીશું જમ્યા પછી કયા કામ ન કરવા જોઈએ. જો તમે એવું વિચારો છો કે ભોજન એ માત્ર શરીરના પોષણ માટે છે, તો એવું નથી.ભોજન શરીરના પોષવાનું એક સ્ટેપ છે. અહિયાં તમને જણાવીશું કે જમ્યા બાદ આટલી તેવો શરીર માટે ખૂબ જ હાનિકારક છે.
શું તમે જાણો છો કે મોટાપો, એસીડીટી, થાઇરોઇડ, આર્થરાઇટિસ, પીઠનો દુઃખાવો, આંખની નબળાઇ, વાળનું સફેદ થવું, દમ નાકમાંથી પાણી પડ્યા કરવું, માઇગ્રેન, માથાનો દુખાવો, નિંદર ઓછી આવવી, કબજિયાત, ડાયાબિટીસ, હૃદયની બીમારી આ બધા જ રોગો ખાવાની ખોટી આદતો અને વિરુદ્ધ આહાર ને કારણે થઈ શકે છે.
જમ્યા પછી તરત જ પાણી પીવાની આદત:– જમ્યા બાદ તરત જ પાણી પીવું એ આયુર્વેદમાં ઝેર સમાન માનવામાં આવ્યું છે. જમવાની વચ્ચે પાણીનો એક ગુંટડો પાણી પીવાનું આપણું પ્રાચીન વિજ્ઞાન કહે છે. પણ જમ્યા પછી તરતજ પાણી પીવાનું નથ. જમવાના અંતે છાશ પીવાનું કહેવામાં આવ્યું છે. જમ્યા બાદ તરતજ પાણી પીવાથી પચવાની શક્તિ એટલે પાચનશક્તિ મંદ થઈ જાય છે. ભોજન પણ અંદર બેસણું થઈ જાય છે. વાયુ ઉત્પન્ન થવા માંડે છે. કબજિયાત, એસીડીટી ની સમસ્યાઓ થાય છે.
જમ્યા બાદ તરત જ સૂઈ જવું એ તદ્દન ખોટી ટેવ છે. આમ કરવાથી પચવાની શક્તિ ધીમી થઈ જાય છે. ભોજનને પચાવવા માટે નું એસિડ ક્યારેક ઉપર આવવા માંડે છે જેથી છાતીમાં બળતરા, એસિડિટી, ગેસ, અપચો, ખાટા ઓડકાર અને આંતરડામાં નબળાઈ વગેરે સમસ્યા થઈ શકે છે. જમ્યા બાદ તુરંત સૂઈ જવાથી વજન પણ વધી શકે છે. આપણું શરીર સ્થૂળ થવા માંડે છે માટે ખાધા પછી એક કલાક અથવા તો અડધો કલાકનો સમય રાખી અને ડાબા પડખે સુવાનું રાખો.
જમ્યા પછી તરત જ ચાલવું: જમ્યા પછી તરત જ ચાલવાનું જમ્યા બાદ ચાલવા નું સારું માનવામાં આવે છે અને એ સાચું પણ છે. પણ એવું માનવામાં આવે છે કે ખાધા બાદ સો ડગલાં ચાલવું, આ પણ સારું છે. પરંતુ જમ્યા પછી તરત જ ચાલવાનું નથી. જમ્યા પછી વીસ કે ત્રીસ મિનિટ પછી થોડું ચાલવું, જેનાથી આરોગ્ય સારું રહેશે અને પાચનતંત્ર પણ સુધરશે એટલે કે ચાલવાનું જરૂર છે થોડો સમય થાય પછી ચાલવાનું.
જમ્યા બાદ તરત જ ચા કોફી પીવાની આદત: જમ્યા બાદ તરત જ ચા કોફી પીવાની આદત, જે હોય છે તે આ લોકો માટે કહેવાનું કે ચા-કોફીમાં કેફીનની માત્રા હોય છે. ખાધા બાદ તરત જ ચા-કોફી પીવાથી પ્રોટીન અને આયર્ન શરીર પૂરતી માત્રામાં એબ્સોરબ કરી શકતું નથી. ધીરે ધીરે પ્રોટીન અને આયર્નની કમી પણ થવા માંડે છે. જે લોકોને એકધારી આ ટેવ છે એના માટે છે ત્યારે પીવાથી કશું થતું નથી. ચામાં ખાંડ ને કારણે એસિડીટી થઈ જાય છે. ભોજન પછી ચા કોફી પીવાથી એસિડિટી, સ્કીન પ્રોબ્લેમ વગેરે સમસ્યાઓ થાય છે અને એનો અનુભવ પણ આપણે કરીએ છીએ.
જમ્યા બાદ તરત જ ગળ્યું ખાવાની ટેવ:– જમ્યા પછી તરત જ ગળ્યું ખાવાની ટેવ એકદમ ખોટી છે. દરેક ઘરમાં મોટાભાગે ચટપટો અને મસાલેદાર ભોજન તૈયાર થતું હોય છે. આવું ભોજન કર્યા બાદ તરત જ આપણે ગળ્યું ખાવાનું પસંદ કરીએ છીએ. પરંતુ જમ્યાબાદ ગોળ ખાવાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો કે કોઈ મુશ્કેલી નથી આવતી. પણ ખાંડ સંબંધિત ગળ્યું ખાવાથી અનેક મુશ્કેલીઓ આવવાની સંભાવના છે. આપણા જમવામાં શાક દાળ રોટલી ભાખરી નો ઉપયોગ આપણે કરીએ છીએ. એમાં ગ્લુકોઝ પર્યાપ્ત માત્રામાં હોય છે.
જમ્યા પછી ગળ્યું ખાવાથી સુગર એટલે બ્લડમાં અને શરીરમાં ખાંડની માત્રા વધી શકે છે. જેને કારણે ઝાડા થવું, પેટ અને કમરની ચરબી વધવી, ડાયાબીટીસ ની ઉત્પત્તિ અને કિડની સંબંધિત અનેક સમસ્યાઓ પણ થવા માંડે છે. એ ધીમે ધીમે થાય છે અને પછી આપણને ઘેરી વળે છે. ખાંડને બનાવવા માટે અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થાય છે. જમ્યા બાદ ખાંડ સંબંધિત વસ્તુ ના સેવનથી પાચનશક્તિ મંદ થવા માંડે છે. એમાં કેમિકલ્સ પણ જવાબદાર હોય વિજ્ઞાનીકો માન્યતાઓ છે.
જમ્યા બાદ તરત જ ફળોનું સેવન ન કરવું જોઈએ:– જમ્યા બાદ તર જ ફળોનું સેવન એ પાચન શક્તિને મંદ કરી શકે છે. પાચનશક્તિ મંદ પડવાથી ગેસ થવાની પૂરી શક્યતાઓ રહે છે. એમાં પણ જો ઉધ્વ વાયુ થાય તો હૃદયને દબાવે છે. પરિણામે શૂળ હદયમાં ઉત્પન્ન થાય છે અને સરવાળે હૃદયરોગમાં જતું રહે છે. ફળો નો પુરો લાભ ઉઠાવવો હોય અને તમામ ફળોમાં રહેલા પોષક દ્રવ્ય મેળવવા હોય તો જમ્યા બાદ ફળ ખાવા નથી. થોડા સમય પછી અથવા તો ભૂખ લાગે ત્યારે જ આપણે થોડાક એવા ઋતુ પ્રમાણેના ફળ લેવાના.
જમ્યા બાદ તરત જ ધૂમ્રપાન કરવુ:– આમ તો બીડી, સિગરેટ, તમાકુ આ બધું ક્યારે પીવાનું હોતું નથી કે બીડી સ્વરૂપે કે સિગરેટ સ્વરૂપ મા પણ લેવાનું નથી. પણ માની લો કે તે હોય તો ધુમ્રપાન જમ્યા પછી તરતજ ન કરવું. ધુમ્રપાન કરવાથી ફેફસાની સમસ્યાઓ થાય છે, લાંબા ગાળે થાય છે અને પાચનશક્તિ મંદ પડે છે. જેથી કેન્સર થવાની પણ સંભાવના ખૂબ વધી જાય છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.