દરેક સ્ત્રી તેના વાળ પ્રત્યે પ્રેમ હોય છે. પરંતુ આજની ભાગદોડવાળી વ્યસ્ત જિંદગીમાં વાળની યોગ્ય કાળજી લેવી ખૂબ જ મુશ્કેલ કામ છે. ખાસ કરીને જે સ્ત્રીઓના લાંબા વાળ હોય છે તેમના માટે તો એ ખુબ જ મુશ્કેલ કામ હોય છે. આવી સ્થિતિમાં તમને હર કેર માટે બજારમાં ઘણી સારી પ્રોડક્ટ મળી જશે, પરંતુ કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમને કાયમી માટે સારું પરિણામ મળતું નથી.
જો તમે એવું ઇચ્છતા હોય કે તમારા પૈસા પણ ઓછા થાય અને તમને સારું પરિણામ મળે તો આ માટે તમારે તમારા વાળમાં ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ. આજે અમે તમને જણાવીશું કે તમે હેર સ્પ્રે તરીકે વાળમાં ડુંગળીના રસનો ઉપયોગ કેવી રીતે કરી શકો.
સામગ્રી : 1 કપ ડુંગળીનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 1 વિટામિન-ઇ કેપ્સ્યુલ (કોઈપણ મેડિકલ સ્ટોરમાં મળી જશે).
વિધિ : પહેલા ડુંગળીને છીણીને તેનો રસ કાઢો. આ માટે તમે ડુંગળીને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને તેનો રસ કાઢી શકો છો. પછી આ રસમાં લીંબુનો રસ મિક્સ કરવાનો છે. આ પછી, વિટામિન-ઇની કેપ્સ્યુલને પંચર કરીને તેનું તેલ મિશ્રણમાં નાખો. હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો.
ડુંગળી હેર સ્પ્રેનો ઉપયોગ કરવાની રીત : તમે આ હોમમેઇડ હેર સ્પ્રેનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કરશો તે શ્રેષ્ઠ રહેશે. તમારા વાળ સૂકા હોવા જોઈએ, વાળમાં તેલ ના હોવું જોઈએ. જયારે તમે આ હેર સ્પ્રેનો ઉપયોગ કરો પછી, માથામાં મસાજ કરો. વાળમાં માલિશ કર્યા પછી તમે આ હેર સ્પ્રેને વાળમાં આખી રાત છોડી શકો છો. સવારે ઉઠ્યા પછી વાળમાં હળવા હાથે મસાજ કરો અને પછી વાળ ધોઈ લો.
હેર સ્પ્રે લગાવ્યા બાદ આ બાબતોનું ખાસ ધ્યાન રાખો : જો તમે વાળમાં હેર સ્પ્રે લગાવ્યું હોય તો તે પછી વાળમાં તેલ ન લગાવો. હેર સ્પ્રે લગાવ્યા પછી તડકામાં ના જાઓ. હેર સ્પ્રે લગાવેલા વાળને કલર ના કરો. જો તમે તમારા વાળને મેંદીથી કન્ડિશનર કરો છો તો હેર સ્પ્રે લગાવ્યા પહેલા જ કરી લો. આ હેર સ્પ્રે તમે દરરોજ તમારા વાળ પર લગાવી શકો છો.
ડુંગળીના રસમાંથી બનેલા આ ‘હેર સ્પ્રે’ના ફાયદા : ડુંગળીનો હેર સ્પ્રે વાળને ચમકદાર બનાવાની સાથે સાથે વાળને મજબૂત પણ બનાવે છે અને વાળ ખરવાની સમસ્યાને પણ ઘટાડે છે. ડુંગળીનો હેર સ્પ્રે માથાની ચામડીના (સ્કેલ્પના) સ્વાસ્થ્ય માટે પણ સારો હોય છે.
જો તમારી ખોપરી ઉપરની ચામડીમાં કોઈ ઇન્ફેક્શન હોય તો તો આ સ્પ્રે લગાવવાનું ટાળો, જ્યારે ઇન્ફેક્શન ઠીક થઈ જાય છે પછી તમે તેને લગાવી શકો છો. ડુંગળી સલ્ફરનો સારો સ્ત્રોત છે અને સલ્ફર લોહીના પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે.
તેનાથી વાળના વિકાસ પર સારી અસર પડે છે. જો વાળ આછા હોય તો પણ તમે ડુંગળીનો હેર સ્પ્રે લગાવી શકો છો. તમને થોડા સમયમાં સારા પરિણામો જોવા મળશે.
નોંધ- જરૂરી નથી કે આ હેર સ્પ્રે લગાવવાથી તમને તરત જ ફરક દેખાવનું શરુ થઇ જશે. આ એક કેમિકલ અને કુદરતી ઉપાય છે તો તેનો ઉપયોગ કરવાથી તમે ધીમે ધીમે સારા પરિણામ જોશો.
અમને આશા છે કે તમને આ માહિતી ચોક્કસ ગમી હશે. જો તમે પણ આવી બ્યુટી સબંધિત માહિતી ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.