કુદરતે આપણને હેલ્દી રહેવા માટે ઘણા વરદાન આપેલા છે અને તેમાંથી એક છે એલોવેરા જેલ. આશરે 2 હજાર વર્ષથી સુંદરતા અને સ્વાસ્થ્ય માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જેલમાં વિટામિન્સ જેમ કે વિટામિન E, B12 , A, C અને ફોલિક એસિડ એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરીને આપણને સ્વસ્થ રાખે છે.
અને તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, કોપર, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ઘણા ખનિજો હાજર છે જે આપણા શરીરના ઘણા પ્રકારના કામ કરવામાં મદદ કરે છે. આ સિવાય પણ એલોવેરા જેલ તમારી ત્વચા માટે ખૂબ સારી છે. તેમાં હાજર ફાઈબ્રોબ્લાસ્ટ કોશિકાઓને પ્રોત્સાહન આપીને શરીરમાં કોલેજન અને ઈલાસ્ટિન ફાઈબરનું ઉત્પાદન વધારે છે.
આ ફાઈબર સ્કિનના લચીલાપણું વધારે છે અને કરચલીઓ ઘટાડે છે. તેમાં રહેલા એમિનો એસિડ સખ્ત ત્વચાને નરમ બનાવે છે. એલોવેરા જેલ ત્વચામાં નમી જાળવી રાખીને તેને પોષણ આપે છે. જો તમારી ત્વચા સનબર્નને કારણે બળી ગઈ હોય તો એલોવેરા જેલ સનબર્નને કારણે થતા દાઝને ઠીક કરે છે.
એલોવેરા જેલના એટલા બધા ફાયદા છે કે આજે દરેક વ્યક્તિ પોતાને સુંદર દેખાવા માટે તેનો ઉપયોગ કરે છે. જો કે એલોવેરા જેલ બજારમાં સરળતાથી મળી રહે છે પરંતુ તાજા એલોવેરા જેલનો ઉપયોગ કરવો વધુ સારું છે અને તેની કોઈ આડઅસર પણ થતી નથી.
એટલા માટે તમે ઘરે જ એલોવેરા જેલ સરળતાથી બનાવી શકો છો. આવો જાણીએ મિનિટોમાં ઘરે તાજી અને શુદ્ધ એલોવેરા જેલ કેવી રીતે બનાવી શકાય. એલોવેરા જેલ બનાવવા માટે સામગ્રી : લીંબુનો રસ 1/2, એલોવેરા 1 પાન, ગુલાબ જળ 9-10 ટીપાં
એલોવેરા જેલ બનાવવાની રીત : સૌથી પહેલા એલોવેરાને સારી રીતે ધોઈ લો અને તેના કાંટાવાળા ભાગને કાપી લો. હવે તેની ઉપર રહેલો લીલો ભાગને કાઢી લો. હવે તમને અંદર જેલ દેખાશે, તો હવે આ જેલને છરીની મદદથી અથવા ચમચીની મદદથી બહાર કાઢીને એક બાઉલમાં રાખો.
આ પછી જેલને મિક્સરમાં પીસીને લિક્વિડ રૂપમાં તૈયાર કરો. તો તૈયાર છે તમારું એલોવેરા જેલ . તમે તેને એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. પરંતુ જો તમારે તેનો ઉપયોગ ત્વચા માટે કરવો હોય તો હવે તમે તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો.
આમાં લીંબુનો રસ એટલા માટે ઉમેરવામાં આવે છે કારણ કે તેમાં વિટામિન-સી હોય છે, જે તમારા જેલને એક અઠવાડિયા સુધી બગડવા દેતું નથી. હવે તેમાં ગુલાબજળને ઉમેરો. આમાં ગુલાબ જળ ઉમેરવાનુઁ કારણ છે કે તે જેલને સરસ સુગંધ આપે છે.
સાવધાની માટે : એલોવેરા જેલ બનાવતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જેમ કે એલોવેરા જેલ લગાવતા પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો કારણ કે તમારા હાથ પર રહેલી ગંદકી જેલને બગાડી શકે છે.
મોટા પાનમાંથી જ એલોવેરા જેલને કાઢો. મોટા પાનમાંથી જેલ કાઢવામાં આવેલી જેલ વધારે ફાયદાકારક છે. કાપેલા પાનને 10 મિનિટ સુધી બાજુમાં રાખો. આમ કરવાથી પાનમાંથી નીકળતો જાડો પીળો પદાર્થ બહાર નીકળી જાય. આ નીકળતા ઘાટા પીળા પદાર્થમાં લેટેક્સ જોવા મળે છે, જે શરીર માટે હાનિકારક છે અને ત્વચામાં જલન પેદા કરે છે.
ગર્ભાવસ્થા દરમિયાન એલોવેરા જેલનું સેવન ના કરવું જોઈએ. તમે પણ ઘરે જ સરળતાથી શુદ્ધ અને તાજા એલોવેરા જેલ બનાવી શકો છો જે તમારું સ્વાસ્થ્ય અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકે છો. આવી જ વધારે જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.