how to store potatoes for long time at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બટાકા આપણા બધાના ઘરે વધુ પ્રમાણમાં જ હોય જ છે, પરંતુ, જો બટાકાને ઘરે યોગ્ય રીતે સ્ટોર કરવામાં ના આવે તો તે જલ્દી જ અંકુરિત થવા લાગે છે. બટાકા રસોડાની સૌથી મહત્વની વસ્તુઓમાંની એક છે.

આપણે લગભગ ઘણા શાકમાં બટાકાનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય, બટાકાનું શાક, ચાટ, ભજીયા, પાણીપુરી વગેરેમાં તેનો ઉપયોગ થાય છે, તેથી ભારતીય રસોડામાં બટાકા વગર શક્ય જ નથી. તો ચાલો જાણીયે કે, બટાકાને યોગ્ય રીતે સ્ટોર કરીને અંકુરિત થતા કેવી રીતે અટકાવી શકાય છે.

બટાકાને અંકુરિત થતા રોકવા માટેની સરળ ટીપ્સ : બટાકાને સુરક્ષિત રાખવા માટે બટાકાને અંધારી અને ઠંડી જગ્યાએ રાખો. બટાકાને ભેજથી દૂર રાખો. જો બટાકા ભીના હોય તો તેને એસ્ટર કરતા પહેલા સારી રીતે સૂકવી લો.

બટાકા અંકુરિત ના થાય તે માટે તેને કોટનના કપડાની થેલી અથવા કાગળની થેલીમાં રાખો. બટાકાને ગરમ જગ્યાએ સ્ટોર કરવાથી તે અંકુરિત થવા લાગે છે, તેથી તેને હવાની અવરજવરવાળી જગ્યાએ જ રાખવાનો પ્રયાસ કરો.

બટાકાને બાકીના શાકભાજી અને ફળોની ટોપલીથી હંમેશા દૂર રાખો. બટાકાને ડુંગળીની સાથે કોઈ દિવસ ના રાખો, બંનેને એક જ ટોપલીમાં એકસાથે ન રાખો, અલગ અલગ રાખો. બટાકાને ફ્રિજમાં ન રાખવા જોઈએ, કારણ કે બટાકામાં સ્ટાર્ચ હોય છે, જે ફ્રીજમાં રાખવાથી શુગરમાંફેરવાઈ જાય છે.

સ્ટાર્ચમાંથી બનેલા શુગરના સેવનથી ઘણા પ્રકારના કેન્સર થઈ શકે છે, તેથી બટાકાને ફ્રીજમાં ના રાખવા જોઈએ. બટાકાને સૂર્યપ્રકાશમાં કે ખુલ્લા બાસ્કેટમાં ન રાખવા જોઈએ. આ કારણે બટાકા ખૂબ જ ઝડપથી અંકુરિત થઇ જાય છે.

બટાકાને સ્ટોર કરતા પહેલા તેને સારી રીતે તપાસો કે બટાકા ખરાબ હોય તો તેને કાઢી નાખો, કારણ કે એક સડેલું બટાકુ બાકીના બધા બટાકાને બગાડી શકે છે. બટાકાને સ્ટોર કરતા પહેલા ક્યારેય ધોવા જોઈએ નહીં, કારણ કે આ બટાકામાં ભેજ રહી જવાથી ઝડપથી બગડે છે.

અંકુરિત થયેલા બટાકા ખાવાથી થાય છે નુકસાન : બટાકા એવી શાકભાજી છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે, પરંતુ અંકુરિત થયેલા બટાકા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તેથી બટાકાને યોગ્ય રીતે સ્ટોર કરવા ખૂબ જ જરૂરી છે. જો બટાકા લીલા છે અથવા અંકુરિત થઈ ગયા છે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

જ્યારે બટાકા અંકુરિત થાય છે ત્યારે તેમાં રાસાયણિક પ્રતિક્રિયા થાય છે, જેના કારણે અંકુરિત બટાકાનું કાર્બોહાઇડ્રેટ સ્ટાર્ચ સુગરમાં ફેરવાવા લાગે છે. આ સાથે સોલાનિન (solanin) અને આલ્ફા કેકોનિન (alpha caconin) નામના બે ઝેરી તત્વો પણ બનવા લાગે છે.

આના કારણે બટાકા બહારથી નરમ થઈને કરચલી પડી ગઈ હોય તેવા લાગે છે. આ બંને તત્વો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેના કારણે આપણું પાચનતંત્ર બગડી શકે છે. અંકુરિત બટાકા અથવા લીલા બટાકા ખાવાથી પણ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે તેથી તેનું સેવન કરવાથી બચવું જોઈએ.

હવે તમે પણ બટાકાને યોગ્ય રીતે સ્ટોર કરવાની રીત જાણી લીધી જશે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે, જો પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા