how to store malai in fridge
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ભારતમાં લગભગ દરેક ઘરમાં દૂધનો ઉપયોગ થાય છે. દૂધનો ઉપયોગ મુખ્યત્વે ચા બનાવવા, દહીં બનાવવા અને પનીર બનાવવા માટે થાય છે. એટલું જ નહીં, ઘણા ઘરોમાં દૂધમાંથી નીકળતી મલાઈમાંથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે, દૂધમાંથી નીકળેલી મલાઈને એકત્રિત કર્યા પછી તેમાંથી માખણ અથવા ઘી કાઢવામાં આવે છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પરંતુ જો મલાઈ ભેગી કરવાની સાચી રીત ન અપનાવવામાં આવે તો તે બગડી જાય છે.

મોટાભાગના કિસ્સાઓમાં, જો મલાઈ સારી રીતે સ્ટોર કરવામાં ન આવે તો તેનો સ્વાદ ખાટો બની જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચાલો આજે તમને જણાવીએ કે મલાઈને કેવી રીતે સ્ટોર કરવી જેથી તેનો સ્વાદ બગડે નહીં.

મલાઈ ક્યાં મૂકવી : મલાઈ રાખવા માટે યોગ્ય સ્થાન પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલી વાત એ છે કે મલાઈ હંમેશા ફ્રિજમાં જ રાખવી જોઈએ. બીજી મહત્વની વાત એ છે કે મલાઈને ફ્રીજની અંદર ક્યાંય પણ ન રાખો, પરંતુ મલાઈને હંમેશા ફ્રીઝરની અંદર રાખો.

ફ્રીઝરની અંદર રાખવા પર મલાઈ હંમેશા તાજી રહે છે. એટલું જ નહીં મલાઈનો સ્વાદ પણ સારો રહે છે. તમે મલાઈને ફ્રીઝરમાં 15 દિવસથી 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ધ્યાન રાખો કે જ્યારે મલાઈ ફ્રીઝરની અંદર રાખવામાં આવે ત્યારે ફ્રીજને ડિફ્રોજ ન કરો. જો તમે આ કરો છો, તો મલાઈ બગડી શકે છે.

કયા વાસણમાં મલાઈ રાખવી : મલાઈને યોગ્ય પાત્રમાં રાખવું પણ ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમે મલાઈને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગો છો, તો તમારે મલાઈને હંમેશા સ્ટીલના પાત્રમાં રાખવી જોઈએ. જો તમારે પ્લાસ્ટિકના વાસણમાં મલાઈ રાખવાની હોય, તો તે પ્લાસ્ટિકના વાસણને ફ્રીઝરની અંદર રાખી શકાય કે કેમ તે અંગે અગાઉથી વિચાર કરો.

આટલું જ નહીં, જો તમે મલાઈમાંથી ઘી કાઢવા જઈ રહ્યા છો અને ઈચ્છો છો કે વધુમાં વધુ ઘી નીકળે તો તેના માટે તમે મલાઈમાં એક ચમચી દહીં નાખો. આનાથી મલાઈનો સ્વાદ બગડશે નહીં અને ઘી પણ વધુ નીકળશે.

કેવી રીતે ઉપયોગ કરવો : જો તમે મલાઈને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય તો તેને ફ્રીઝરની અંદર એકવાર રાખ્યા પછી તેને વારંવાર ઉપયોગ માટે બહાર ન કાઢો. આવી સ્થિતિમાં તેમાં ખટાશ આવી શકે છે.

જો તમને હજુ પણ મલાઈની વધુ જરૂર લાગે તો હંમેશા સ્વચ્છ ચમચીનો ઉપયોગ કરો. મલાઈને હંમેશા ફ્રીઝરની અંદર ઢાંકીને રાખો. 15 દિવસથી 1 મહિનાની અંદર મલાઈનો ઉપયોગ કરવાનો ટ્રાય કરો.

તો હવે આગલી વખતે જ્યારે તમે મલાઈને ભેગી કરી રહ્યા હોવ ત્યારે ઉપર જણાવેલ આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. આવી વધારે કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા