ઉંમર વધવાની સાથે ચહેરાની ત્વચા પર અસર પડે છે અને તેની સાથે સાથે તેની અસર હાથ-પગની ત્વચા પર પણ જોવા મળે છે. હાથ-પગની ત્વચા પણ ઢીલી પડવા લાગે છે. તમને જણાવી દઈએ કે કેટલીકવાર હાથ અને પગની ત્વચા ઉંમર પહેલા જ ઘરડા થઇ ગયા હોય તેવી દેખાવા લાગે છે.
તેનું સીધુ કારણ છે કે તેની યોગ્ય કાળજી ન લેવી. ખરેખર, મોટાભાગની સ્ત્રીઓ ચહેરાની ત્વચા પર ખુબ જ વધારે ધ્યાન આપે છે,પરંતુ તેમનું ધ્યાન હાથ અને પગની ત્વચા પર જતું નથી અને તેઓ હંમેશા તેની અવગણના કરે છે.
જો કે પગ તો મોજાંમાં અને જૂતાંમાં ઢંકાઈ જાય છે અથવા પગ નીચે હોવાને કારણે લોકોનું ધ્યાન ત્યાં ઓછું જાય છે, પરંતુ આપણે હાથનો ઉપયોગ સૌથી વધુ કરીએ છીએ, તેથી લોકોની નજર હાથ પર પડે છે. આવી સ્થિતિમાં જો તમારા હાથની ત્વચા સુકાઈ ગઈ હોય, તો તે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે.
માર્કેટમાં તમને ઘણી બધી મોંઘી હેન્ડ ક્રીમ્સ મળી જશે. જો કે તે ક્રીમ તમારા હાથની ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે, પરંતુ ત્વચાને કડક કરવા માટે તે ક્રીમ પૂરતી નથી. તેથી તમે કેટલાક ઘરેલું ઉપચાર ટ્રાય કરી શકો છો, જે તમારા હાથને સુંદર બનાવવામાં મદદરૂપ થશે.
હાથ પર કરચલીઓ પડવાનું કારણ : જો તમારા હાથની ત્વચા ખૂબ શુષ્ક(ડ્રાય) છે તો ઝડપથી કરચલીઓ પડી શકે છે. જો તમે કેમિકલવાળા હેન્ડ વોશનો ઉપયોગ કરો છો તો પણ હાથમાં વહેલી કરચલીઓનું કારણ બની શકે છે.
જ્યારે તમે હાથની યોગ્ય રીતે સફાઈ નથી કરતા તો મૃત ત્વચા (ડેડ સ્કિન) ભેગી થઈ જાય છે ત્યારે પણ કરચલીઓ પડી શકે છે. જો તમે હાથની કસરત નથી કરતા તો રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે ના થવાના કારણે પણ હાથમાં કરચલીઓ પડી જાય છે. હાથની કરચલીઓ ઘટાડવાના ઘરેલું ઉપચાર.
1. સફેદ ઈંડા અને એલોવેરા જેલ : સામગ્રી – 1 નાની ચમચી ઇંડાની સફેદી અને 1 નાની ચમચી એલોવેરા જેલ.
વિધિ : ઈંડાની સફેદી અને એલોવેરા જેલને મિક્સ કરો અને આ મિશ્રણને તમારા હાથ પર લગાવો. 10 થી 15 મિનિટ પછી ઘણી હદ સુધી સુકાઈ જાય ત્યારે તમારા હાથને સાદા પાણીથી ધોઈ લો. તમે આ ઘરેલું ઉપાય નિયમિત કરી શકો છો. તેનો ફાયદો એ છે કે ફ્રી રેડિકલના કારણે ત્વચાને થતા નુકસાનને ઈંડાની સફેદીથી બચાવી શકાય છે.
2. પપૈયા અને મધ : સામગ્રી – 1 નાની ચમચી પપૈયાનો પલ્પ અને 1/2 નાની ચમચી મધ
વિધિ : પપૈયાનો પલ્પ અને મધને મિક્સ કરો. હવે આ મિશ્રણને હાથ પર લગાવી લો. તેને 15 મિનિટ સુકાવા દો અને પછી તમારા હાથને પાણીથી ધોઈ લો. ફાયદા જોઈએ તો, પપૈયામાં બીટા કેરોટીન હોય છે જે ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાનથી બચાવે છે અને મધ કુદરતી મોઈશ્ચરાઈઝર છે.
3. ચોખાનો લોટ અને ગુલાબજળ સામગ્રી : 1 નાની ચમચી ચોખાનો લોટ અને 1 નાની ચમચી ગુલાબજળ.
વિધિ : ચોખાનો લોટ અને ગુલાબજળને મિક્સ કરીને, આ મિશ્રણને હાથની ત્વચા પર લગાવો. 10 મિનિટ પછી મિશ્રણ સુકાઈ જાય એટલે સાદા પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે જ્યારે આ હોમમેઇડ હેન્ડ પેક હાથમાં લગાવો ત્યારે હાથની કોઈપણ પ્રકારની હલનચલન બંના કરવી જોઈએ. ચોખામાં વૃદ્ધત્વ વિરોધી ગુણ હોય છે, જે ત્વચાને કડક અને જુવાન બનાવે છે.
હાથની ત્વચા પર કરચલી પડતાં કેવી રીતે બચાવવી : જ્યારે પણ તમે તડકામાં બહાર નીકળો ત્યારે તમારા ચહેરા અને હાથ પર સનસ્ક્રીન લગાવીને જ નીકળો. તડકામાં બહાર જતા પહેલા હેન્ડ ગ્લોવ્ઝ પહે. ઉનાળા અને શિયાળા બંને ઋતુમાં હેન્ડ ગ્લવ્ઝ બજારમાં મળે છે.
પાણીનું સેવન વધુ ને વધુ કરો. જો ત્વચા હાઇડ્રેટેડ રહેશે તો તેમાં ડ્રાયનેસ નહીં રહે અને જો ડ્રાયનેસ ઓછી રહેશે તો સ્કિન ટાઇટ જ રહેશે. ગરમ પાણીથી હાથ ધોવાને બદલે ઠંડા પાણીથી હાથ ધોવાનો પ્રયત્ન કરો.
કોલ્ડ કોમ્પ્રેસર ત્વચાના છિદ્રોને સંકુચિત કરે છે, જેનાથી ત્વચા કડક થાય છે. અમને આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે. જો આવી જ માહિતી ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.