how to do savasana in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં ઘણા લોકોને અનિદ્રાની સમસ્યા જોવા મળે છે. ખૂબ થાકેલા હોવા છતાં પણ રાત્રે ઊંઘ આવતી નથી. રાત્રે સારી ઊંઘ ન લેવાને કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. જો તમે પણ અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો, તો યોગ કરવાથી તમારી સમસ્યા હલ થઈ શકે છે.

રોજ યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને બીમારીઓ દૂર થાય છે. અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમને યોગાસન વિશે જણાવીશું. આ યોગાસન કરવાથી તમને સારી ઊંઘ આવશે અને તમે સ્વસ્થ પણ રહેશો.

દરરોજ શવાસન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. ઘણા સંશોધનોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે શાવસન યોગાસન દ્વારા અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. શવાસનને કોપર્સ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શવાસન ક્યારે અને કેટલો સમય કરવું જોઈએ : દરરોજ સારી ઊંઘ માટે, સુતા પહેલા 5 થી 10 મિનિટ સુધી શવાસન કરવું જોઈએ. શવાસનની મુદ્રા, શરીર મૃત સ્થિતિમાં રહે છે એવું લાગે છે.

ઘણા સંશોધન મુજબ, શવાસન કરવાથી સ્લીપિંગ હોર્મોન્સ અને સ્લીપિંગ સેલ્સ સક્રિય થાય છે, જેના કારણે સારી ઊંઘ આવે છે.

શવાસન કરવું એકદમ સરળ છે. સૂતાં પહેલાં તમે આ આસનને તમારા રૂમમાં મેટ પર સરળતાથી કરી શકાય છે. જે લોકો પાસે મેટ ના હોય તો, તે આ આસનને પલંગ પર પણ કરી શકે છે.

શવાસન આસન કરવાની રીત : મેટ પર અથવા પલંગ પર તમારી પીઠ પર સુઈ જાઓ. બંને પગ વચ્ચે ઓછામાં ઓછું 1-1.5 ફુટનું અંતર રહે તેટલા પહોરા કરો. તમારા બંને હાથને શરીરથી દૂર રાખો.

શરીર સંપૂર્ણપણે રિલેક્સ થયા પછી, ધીમે ધીમે શ્વાસ લો અને ધીરે ધીરે છોડો. 5 થી 10 મિનિટ સુધી આ કરવાનું છે. આ આસન દરરોજ સુતા પહેલા કરો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા