ગેસ સિલિન્ડરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. જો કે શહેરોમાં અમુક વિસ્તારમાં ગેસ ની પાઇપ લાઈનો આવી ગઈ છે, પરંતુ લગભગ 80 ટાકા લોકો હજુ પણ ગેસ સિલિન્ડરનો જ ઉપયોગ કરે છે. જો તમે પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો તમારી પણ કેટલીક મહત્વપૂર્ણ બાબતો દરેક વ્યક્તિએ જણાવી જરૂરી છે.
ઘણી વાર તમે જોયું હશે કે આજે અહીંયા ગેસ નો બાટલો ફાટ્યો છે. તો ઉનાળાની ઋતુમાં તાપમાનમાં વધારાને કારણે ગેસ પણ સિલિન્ડર ફાટી શકે છે. ઘણા કારણોસર રસોડામાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી જાય છે. આવો જાણીએ કે તમે ગેસ સિલિન્ડરમાં લાગેલી આગને સરળતાથી કેવી રીતે કાબૂમાં લઈ શકાય છે.
રસોડામાં આગ કેવી રીતે લાગે છે : જ્યારે પણ રસોડામાં આગ લાગે છે ત્યારે, ગેસના બળતા બર્નરના સંપર્કમાં કોઈ વસ્તુ આવે છે તો તે ઝડપથી આગ પકડી લે છે અથવા ગેસ સ્ટોવની પાઇપમાં આગ લાગી જાય છે.
સિલિન્ડર ફાટી શકે છે : જો આગ પાઇપમાં થઈને સિલિન્ડરમાં લાગે છે તો તે પણ વિસ્ફોટ કરી શકે છે. ગેસ ફેલાવાથી પણ આગ વધારે વિસ્તરી શકે છે.
ગેસ સિલિન્ડરમાં લાગે છે આગ તો કરો આ કામ : જો ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યું હોય તો તેને તરત જ બંધ કરી દો. જો ગેસના સ્ટવ (ચૂલા) કે ગેસની પાઈપમાં આગ લાગી છે તો તરત જ ગેસનો નોબ બંધ કરી દો. નોબ બંધ કરી દેવાથી આગ તરત જ ઓલવાઈ જશે.
જો આગ પાઇપમાં લાગી ગઈ છે તો ગેસની નોબ અથવા ગેસ સિલિન્ડરનો રેગ્યુલેટર બંધ કરો. જો ગેસ લીક થવાને કારણે સિલિન્ડરમાં આગ લાગી હોય તો કોટન ચાદર, ધાબળો અથવા મોટો ટુવાલ પાણીમાં પલાળીને તેને તરત જ સિલિન્ડર પર લપેટી લો. જો ગેસના નોબમાં જ આગ લાગી હોય તો તરત જ તેના પર ભીનું કપડું નાખી દો.
દરેક મહિલાઓને ખબર હોવી જોઈએ આ બાબતો : જો ગેસ લીક થવાને કારણે સિલિન્ડરમાં આગ લાગી હોય તો ભગદોડ કરશો નહીં કે ગભરાશો નહીં. સિલિન્ડરમાં આગ તરત જ લાગતી નથી. સૌથી પહેલા કોઈપણ સૂતી ચાદર, ધાબળો અથવા મોટા ટુવાલને પાણીમાં પલાળીને તરત જ સિલિન્ડર પર લપેટી દો. આગ બુઝાઈ જશે.
ગેસ સિલિન્ડર વિશેની આ વસ્તને દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે. જો તમને આ લેખ ગમ્યો હોય અને આવા જ બીજા લેખો વનચવ માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.