how to clean toilet tank in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આપણે બધા જાણીએ છીએ કે ઘરની સફાઈની સાથે સાથે ટોયલેટની સફાઈ કરવી પણ જરૂરી છે. ટોયલેટ સાફ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે ગંદુ ટોઇલેટ એક નહીં પરંતુ અનેક બીમારીઓને નોતરે છે. જો કે ટોયલેટ સીટ દરરોજ સાફ થાય છે, પરંતુ ટોયલેટ ટાંકી સાફ કરવાનું ભૂલી જાય છે.

જો ટોયલેટની ટાંકી સાફ ન કરવામાં આવે તો ઘણી વખત ટાંકીની અંદર જંતુઓ અને કીડાઓ પડવા લાગે છે. ઉપરાંત, ટાંકી સાફ ન કરવામાં આવે તો તેની અંદર પીળા રંગનું જાડું પડ પણ જમા થાય છે. આવી સ્થિતિમાં ટોયલેટની ગંદી ટાંકી રોગ પેદા કરી શકે છે.

આ લેખમાં, અમે તમને કેટલીક ટિપ્સ અને હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે માત્ર 5 જ મિનિટમાં ટોયલેટની ગંદી ટાંકીને સાફ કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

સૌ પ્રથમ કરો આ કામ : ગંદા ટોયલેટની ટાંકીને સાફ કરવી કોઈ મોટું કામ નથી, પરંતુ તેને સાફ કરતા પહેલા તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવાની હોય છે. જો ટાંકીની અંદર પાણી હોય તો તેને ખાલી કરો. ખાલી કર્યા પછી, ટાંકીને થોડીવાર ખુલ્લી રાખો જેથી ટાંકીમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય. આ સિવાય ટોયલેટની ટાંકીની અંદર રહેલા બીજા ભાગોને પણ અલગ કરો.

ખાવાના સોડાથી ટોયલેટની ટાંકી સાફ કરો : તમે બીજી ઘણી વસ્તુઓ સાફ કરવા માટે ઘણી વખત ખાવાના સોડાનો ઉપયોગ કર્યો હશે. તમે આનો ઉપયોગ ટોયલેટની ટાંકીને સાફ કરવા માટે પણ કરી શકો છો. ટોયલેટની ટાંકી સાફ કરવા માટે સૌપ્રથમ 1 લીટર પાણીમાં 3-4 ચમચી ખાવાનો સોડા નાખીને મિક્સ કરી લો.

હવે આ મિશ્રણમાં 1-2 ચમચી મીઠું ઉમેરીને મિક્ષ કરી લો. પછી, મિશ્રણને શૌચાલયની ટાંકીમાં નાખીને લગભગ 5 મિનિટ માટે છોડી દો. 5 મિનિટ પછી, ક્લિનીંગ બ્રશથી ટાંકીને ઘસીને સાફ કરો અને પાણીને ફ્લશ કરો.

ટોયલેટની ટાંકી સાફ કરવાની બીજી રીત : ટોયલેટની ટાંકી સાફ કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ એક કરતાં બીજી રીતે પણ કરી શકો છો. આ માટે, સૌથી પહેલા એક બાઉલમાં 3-4 ચમચી ખાવાનો સોડા નાખો.

હવે જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે આ મિશ્રણને ટાંકીની અંદર લગાવીને લગભગ 5 મિનિટ માટે છોડી દો. 5 મિનિટ પછી, તેને ટોઇલેટ ક્લિનિંગ બ્રશથી ઘસીને સાફ કરો. જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરી શકો છો.

બેકિંગ સોડા અને હાઇડ્રોજન પેરોક્સાઇડ : તમે ખાવાના સોડા અને હાઇડ્રોજન પેરોક્સાઇડના મિશ્રણથી ટાઇલ્સ, ટોઇલેટ સીટ, બાથરૂમની દિવાલોને સરળતાથી સાફ કરી શકો છો. આ બંનેનો ઉપયોગ કરીને તમે ટોયલેટની ટાંકી સાફ કરી શકો છો. આ માટે નીચેના પગલાં અનુસરો.

સૌ પ્રથમ, 2 ચમચી ખાવાનો સોડા અને 2 ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ સોલ્યુશન બનાવો. પછી, આ દ્રાવણને 1 લીટર પાણીમાં નાંખો અને તેને હૂંફાળું  કરી લો અને તેને ટાંકીની અંદર નાખીને 5 મિનિટ માટે છોડી દો.

5 મિનિટ પછી તેને ક્લિનિંગ બ્રશથી સાફ કરો. જો તમને આ લેખજ પસંદ આવ્યો હોય તો આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા