જ્યારે માતાપિતા તેમના બાળકને પૂછે છે કે ‘તેમનો આજનો દિવસ કેવો રહ્યો’, ત્યારે તેઓ હંમેશા એક જ જવાબ આપે છે “સારો”, “ઠીક ” અથવા “બેકાર ગયો. આ જવાબથી તમને એ નથી જાણી શકતા કે તમારા બાળકે આખા દિવસમાં શું કર્યું છે, તેણે શાળા-કોલેજમાં કોની સાથે વાત કરી અથવા કોઈની સાથે ઝઘડો થયો હતો કે કેમ ?
માતા-પિતા હોવાને નાતે દરેક જણ તે જાણવા ઉત્સુક છે કે તેમનું બાળક શાળામાં તેનો દિવસ કેવી રીતે પસાર કરે છે. જો કે, આ માટે તમે તેમને પ્રશ્નોનો વરસાદ ના કરી શકો કારણ કે તેનાથી તેમના પર અલગ દબાણ આવશે. ખાસ કરીને જ્યારે તમારું બાળક ટીનેજર હોય.
ટીનેજ એ એવો સમયગાળો છે જ્યા બાળક પોતાનું જીવન જીવવા માંગે છે અને પોતાની ઓળખ બનાવવા માંગે છે. આ કિસ્સામાં, જો તમે તેના પર ખૂબ દબાણ કરો છો તો તે તમારાથી દૂર જવાનું વધુ પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેના મિત્ર બનીને રહેવું વધુ સારું છે.
જો તમારી દીકરી પણ ટીન એજમાં છે અને તે સ્કૂલ-કોલેજમાં જતી હોય તો તમે એક માતા તરીકે તમારે તેને દરરોજ કેટલાક પ્રશ્નો પૂછવા જ જોઈએ જેની યાદી અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહયા છીએ. આ પ્રશ્નો તમારી પુત્રીના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં ખુબ મદદ કરશે.
1. તમારો દિવસ કેવો રહ્યો? શાળાએથી પાછા ઘરે આવ્યા પછી તેમની સાથે થોડો સમય કાઢો અને તેમને પૂછો કે તેનો આજનો દિવસ કેવો રહ્યો. તેમને ત્રણ એવી વસ્તુઓ પૂછો જે ખુબ સારી હતી અને ત્રણ વસ્તુઓ એવી પૂછો જે સારી ન હતી. આનાથી તેમની પોતાની જાતને વ્યક્ત કરવાનું શીખી શકશે.
2. તમે આજે શાળામાં કઈ શારીરિક પ્રવૃત્તિ કરી? દરરોજ શાળામાં કોઈકને કોઈક શારીરિક પ્રવૃત્તિ થતી રહે છે જેથી બાળકો હંમેશા એક્ટિવ રહી શકે. આવી સ્થિતિમાં તમારી પુત્રીએ કઈ પ્રવૃત્તિ કરી અને તેણે પૂછો કે તેણીને ગમ્યું કે નહીં, તેણીએ તેમાંથી શું શીખી. આ પ્રકારના પ્રશ્નો તમને પ્રતિસાદ મેળવવામાં મદદ કરશે.
3. કોઈ એક વસ્તુ જે તમે આજે પહેલા કરતા વધુ સારી કરી ? તમારી દીકરી દરરોજ કેટલું આગળ વધી રહી છે અથવા સારું શીખી રહી છે તે જાણવું પણ મહત્વપૂર્ણ છે અને તમારે તેના માર્કસ જોઈને ના પૂછવું જોઈએ, કારણ કે માર્કસ કરતા વ્યક્તિત્વનો વિકાસ વધુ મહત્વનો છે. તમે તેમની પાસેથી જાણો કે, તેણે પહેલા કરતા આજે શું વધુ સારું કર્યું.
4. આજે તમને કઈ વાતની ખુશી મળી ? આજે એવું શું બન્યું કે જેનાથી તે ખુશ થયા? આ પ્રશ્ન તેમને વારંવાર પૂછો કારણ કે તેમાંથી તેમને શીખવા મળશે કે નાની વસ્તુઓમાં પણ ખુશી હોય છે. શાળામાં શિક્ષક તરફથી મળેલા A ગ્રેડને અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિને રસ્તો ક્રોસ કરાવ્યા પછી ચહેરા પર આવતી ખુશીને આપણે અવગણીએ છીએ, પરંતુ તે ખુબ જ મહત્વનું છે.
5. કોઈપણ શૈતાની કરી હતી ? બાળકો હંમેશા શૈતાની તો કરશે જ, તો બીજું કોણ કરશે, પરંતુ શિક્ષક તરફથી તમને ફરિયાદ મળે તે પહેલાં તમારે તેની જાણ હોવી જોઈએ. એટલે એમને પૂછો કે આજે એમણે કોઈને હેરાન કર્યા કે ઘરે આવતી વખતે બસમાં કોઈની સાથે ઝઘડો કર્યો હતો કે કેમ?
6. આજે તમે કયું સાહસિક કામ કર્યું? જો તમારું બાળક કોઈ હિંમતભર્યું કામ કરે છે તો તમારે તેની પ્રશંસા કરવાની જવાબદારી છે જેથી ભવિષ્યમાં તે ક્યારેય પણ પોતાની જાત માટે હિંમતભર્યા નિર્ણયો લેવામાં ક્યારેય ડરશે નહીં. તેથી જ તેમને આ પ્રશ્ન અવશ્ય પૂછો અને તેમના જવાબને ધ્યાનથી સાંભળીને પછી જ જવાબ આપો.
7. ત્રણ વસ્તુઓ જે આજે તમે શીખ્યા : તેમને પૂછો કે તેઓ આજે કઈ નવી વસ્તુ શીખ્યા અને કોઈપણ ત્રણ વસ્તુ કહેવા માટે કહો. તે પછી કોઈ એક નવો શબ્દ પણ હોઈ શકે, કોઈ પાઠ અથવા પોતાના વિશેની સારી ક્વોલિટી પણ હોઈ શકે છે. તેનાથી તમને જાણવા મળશે કે તેઓ દરરોજ કંઈક નવું શીખી રહ્યા છે.
8. આજે મમ્મી-પપ્પાએ કરેલી એક ખોટી વાત : તમે તમારા રોજિંદા જીવનમાં જે કંઈપણ કરો છો તેનાથી બાળકો ઘણું શીખે છે અને તેમના જીવન વિશે તેમના પોતાના મંતવ્યો બનાવે છે. તમે જે કઈ કરો છો તેનો પ્રભાવ તેમના પર ઊંડી અસર કરે છે. એટલા માટે જ્યારે પણ તમે તેમની સામે હોવ ત્યારે હંમેશા સમજદારીપૂર્વક નિર્ણય લો અને શબ્દો કાળજીપૂર્વક બોલો.
આ પ્રશ્ન પૂછીને તમને જાણવા મળશે કે તમારું બાળક તમારા વિશે શું વિચારે છે અને તેમના પર તમારો પ્રભાવ શું છે. અમને આશા છે કે તમને આ લેખ દરેક મમ્મીને પસંદ આવ્યો હશે. જો આવા જ લેખો વાંચવા ગમતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.