ભગવદ ગીતા મુજબ વ્યક્તિ જે પણ કંઈક ખોરાક ખાય છે તેની સીધી અસર તેના વિચારો, ચારિત્ર્ય, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. તેથી પ્રાચીન સમયથી ખોરાકને 3 મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવ્યો છે જેમ કે સાત્વિક ખોરાક, રાજસિક ખોરાક અને તામસિક ખોરાક.
ત્રણ પ્રકારના આહાર વચ્ચે શું તફાવત છે : રાજસિક આહારમાં મરચાં, ઘી તેલ મસાલાનો વધુ ઉપયોગ થાય છે. આ સિવાય તામસિક આહારમાં માંસ, માછલી અને જંક ફૂડનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં ભારે ખોરાકનો પણ સમાવેશ થાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
આ બંનેથી વિપરીત, સાત્વિક આહાર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સાત્વિક આહાર લેવાથી વાત, પિત્ત અને કફ (ત્રિદોષ) સંતુલિત થાય છે. આ ત્રણ દોષો બધા રોગોનું મુખ્ય કારણ બને છે. તેથી તેમને નિયંત્રિત કરવું ખુબ જ જરૂરી છે.
તો સાત્વિક આહાર શું છે? સાત્વિક સંસ્કૃત શબ્દ “સત્વ” પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે શુદ્ધ, સ્વચ્છ અને મજબૂત ઊર્જા. છાંદોગ્ય ઉપનિષદ અનુસાર સાત્વિક ખોરાક ખાવાથી મન શુદ્ધ થાય છે. આપણા શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે, આમ શરીર અને મન બંને સાફ થાય છે.
સાત્વિક ખોરાક ખાવાથી તમને સારું સ્વાસ્થ્ય, સારું પોષણ મળે શહે અને પાચનક્રિયામાં સુધારો થાય છે. સાત્વિક ખોરાક ખૂબ જ પ્રાકૃતિક હોય છે, કારણ કે તેમાં બધા તાજા અને ઔષધીય સામગ્રી હોય છે. આ આહાર એટલો હલકો છે કે ખાધા પછી તમને પેટ ભારે લાગવું કે પેટ ફૂલવાનો અનુભવ થતો નથી.
કયા ખોરાક સાત્વિક આહાર બનાવે છે? સાત્વિક આહારમાં તાજા શાકભાજી, તાજા ફળો, અંકુરિત અનાજ, મધ, ઘી, નટ્સ, અનાજ, કઠોળ, દાળ, આદુ, ગોળ, શુદ્ધ ખાંડ, હળદર, કાળા મરી, ધાણા, તાજી વનસ્પતિ, દૂધ અને ડેરી પ્રોડક્ટોનો સમાવેશ થાય છે.
સાત્વિક ખોરાક વ્યક્તિને શાંત રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે મજબૂત બનાવે છે. જેથી તેઓ હંમેશા શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહે છે. તો આવો જાણીએ કે સાત્વિક આહાર તમારા સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક હોઈ શકે છે.
1 રોગપ્રતિકારક શક્તિ વધારે : સાત્વિક આહાર કાચા શાકભાજી અને સલાડના પોષક તત્વોને 40% સુધી વધારે છે. તે જરૂરી પોષક તત્ત્વો, આહાર ફાઇબર, એન્ટીઑકિસડન્ટો, પ્રોટીન અને મોનોસેચ્યુરેટેડ ચરબી મેળવવામાં મદદ કરે છે. આ સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને પ્રોત્સાહિત કરે છે.
2 રોગો સામે રક્ષણ આપે છે : ફાઈબર, પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટો જૂની બીમારીઓ રોકવામાં મદદ કરે છે. તે તમને તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ જેવા જંક ફૂડથી દૂર રહેવામાં મદદ કરે છે.
આ સાથે સાત્વિક આહાર શરીરને અનેક પ્રકારના સંક્રમણોથી બચાવે છે.
3 શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે : જો તમને લાગતું હોય કે તમારું પેટ ફૂલેલું લાગે છે, માથાનો દુખાવો થાય છે, ત્વચા પર ફોલ્લીઓ થાય છે, થાક લાગે છે અથવા ઉબકા આવે છે, તો આ શરીરમાં ઝેરી પદાર્થોના સંકેતો છે. સાત્વિક આહાર લેવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદ કરે છે.
4 વજન ઘટાડે છે : વજન ઘટાડવાની સાથે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન જેવા ઘટકોથી ભરપૂર હોય છે. આ આહાર કેલરી ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, તમને સંતુષ્ટ રાખે છે.
5 પાચન તંત્ર સુધારે છે : સાત્વિક આહારમાં તાજું ખાવાનું હોય છે. શાકભાજી અને ફળોમાં સારી માત્રામાં પોષક તત્વો, મિનરલ્સ અને ફાઈબર હોય છે. આ સાથે, આ ખોરાકમાં ફાઇબરની સાથે પોષક તત્વોનું હોવાથી પાચન સારું રહે છે.
6 એનર્જી આપે છે : સાત્વિક આહાર લેવાના થોડા દિવસો પછી તમારું શરીર હળવું, ઉર્જાવાન અનુભવશે. તમે સકારાત્મક ઉર્જા સાથે સારી રીતે કામ કરી શકશો. તેથી તમે ધીમે ધીમે તમારા આહારમાં સાત્વિક ખોરાક શરૂ કરો કારણ કે તે તમારા શરીરમાં સારા સ્વાસ્થ્ય, સારી ઉર્જા અને મનને શુદ્ધ રાખવામાં મદદ કરે છે.
જો તમે પણ બહારનું ખાવાના શોખીન હોય તો આ લેખ તમારા માટે છે. આ ત્રિદોષને સંતુલિત રાખવા માટે તમે પણ સાત્વિક આહાર લો. જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.