આજના સમયમાં દરેક ઘરમાં તમને વોટર ફિલ્ટર જોવા મળી જશે, લગભગ દરેક ઘર તેનો ઉપયોગ કરે છે. તે પાણીને ફિલ્ટર કરીને પીવાલાયક બનાવે છે. સામાન્ય રીતે, પીવાના પાણીની ગુણવત્તા સુધારવા માટે વોટર ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વોટર ફિલ્ટરને સમયાંતરે સર્વિસ પણ કરાવવાની જરૂર છે જેથી વોટર ફિલ્ટર સારી રીતે કામ કરી શકે.
પરંતુ કહેવાય છે ને કે દરેક વસ્તુનો અમુક સમય હોય છે, પછી ભલે તે તમારું વોટર ફિલ્ટર હોય કે માણસ. જેમ કે, વોટર ફિલ્ટર લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ તેને પણ અમુક સમય પછી તેને બદલવાની જરૂર પડે છે અને તેનો સંકેત તમારું વોટર ફિલ્ટર પોતે જ આપે છે.
તો આજે આ આર્ટીકલમાં અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવી રહ્યા છીએ, જે તમને જણાય તો, સમજી જજો કે હવે તમારે તમારું વોટર ફિલ્ટર બદલવાનો સમય થઇ ગયો છે.
પાણીની અજીબ ગંધ આવવી : જ્યારે તમે ફિલ્ટરનો ઉપયોગ કરો છો ત્યારે તે તમારું પાણી સાફ કરવાની સાથે પાણીમાં રહેલી કોઈપણ ગંધથી પણ છુટકારો અપાવે છે. પરંતુ ઘણીવાર તમારા પાણીમાં એક વિચિત્ર ગંધ આવવા લાગે છે, જો વોટર ફિલ્ટર સર્વિસ કર્યા પછી પણ ગંધ આવતી રહે છે તો તમારે તમારું વોટર ફિલ્ટર બદલવું જોઈએ.
ફિલ્ટરમાંથી વિચિત્ર અવાજ આવવો : તમે તમારા ઘરે ભાગ્યે જ વોટર ફિલ્ટરમાંથી અવાજ આવતો સાંભળ્યો હશે. પરંતુ હવે તમને તમારા વોટર ફિલ્ટરમાં વિચિત્ર અવાજ આવવા લાગ્યો છે તો તે સંકેત હોઈ શકે છે કે હવે તમારે તમારું વોટર ફિલ્ટર બદલી દેવું જોઈએ.
ઘણીવાર જ્યારે પાણીનો પંપ જૂનો થઈ જાય છે ત્યારે તે અંદર અવાજ કરવાનું શરૂ કરે છે. આ સ્થિતિમાં, તમારે તમારા વોટર ફિલ્ટરને તાત્કાલિક સર્વિસ કરાવવું જોઈએ અને જો જરૂર પડે તો તેને બદલવું પણ જરૂરી છે.
પાણીનો સ્વાદ ખરાબ આવવો : આ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે. જ્યારે તમને પાનની સ્વાદ ખરાબ આવે છે ત્યારે તેનો અર્થ એ છે કે તમારી ફિલ્ટરેશન સિસ્ટમમાં કંઈક ગડબડ છે. સામાન્ય રીતે આ સ્થિતિમાં લોકો પોતાના વોટર ફિલ્ટરમાં લગાવેલી બોટલ બદલી નાખે છે પછી સમસ્યા દૂર થઈ જાય છે.
જો કે આમ કરવાથી પણ સમસ્યા હજી પણ ચાલુ રહે છે, તો તમારે ફિલ્ટરને જ બદલવું જોઈએ. વાસ્તવમાં, જ્યારે ફિલ્ટર સિસ્ટમ કામ કરવાનું બંધ કરી નાખે છે ત્યારે તે ધીમે ધીમે પાણીને અસર કરવાનું શરૂ કરશે.
પાણીના દબાણમાં ઘટાડો : જો તમારું પાણીનું પ્રેશર ઘટી ગયું હોય તો તેનું કારણ બની શકે છે કે તમારું પાણીનું ફિલ્ટર ભરાઈ ગયું છે અને તેને બદલવાની જરૂર છે. જો કે, પાણીના દબાણમાં ઘટાડો થવાના ઘણા કારણો છે, જેમ કે લીકેજ.
તેથી વોટર ફિલ્ટરને સીધું બદલવાને બદલે, પહેલા તેને એકવાર ચેક કરો. જો જરૂર લાગે તો જ તેને બદલો. વોટર ફિલ્ટર કેટલીકવાર તેને ઇન્સ્ટોલ કરતી વખતે અથવા સફાઈ કરતી વખતે પણ નુકસાન થઈ શકે છે. પરંતુ એકવાર ખરાબ થઈ ગયા પછી ફિલ્ટર્સ સારી રીતે કામ કરતા નથી, તેથી તેને બદલવાનો સારો વિચાર હોઈ શકે છે.
તો હવે જો તમને પણ આવા સંકેતો દેખાય છે તો નવું વોટર ફિલ્ટર ખરીદવાનું વિચારો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.