હોર્મોનલનું અસંતુલન થવું એ તમારા એકંદર સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. મુખ્યત્વે વધતી જતી ઉંમર સાથે હોર્મોન્સમાં ફેરફાર જોઇ શકાય છે, પણ હકીકતમાં તેનું અસંતુલન ઉંમર સાથે વધારે કઈ સબંધ નથી. નાનપણથી લઈને યુવાવસ્થામાં પ્રવેશ કરવાથી લઈને આગળ જતા પ્રેગ્નેન્સી અને મેનોપોઝની અવસ્થામાં હોર્મોન્સમાં બદલાવ જોવા મળે છે.
જ્યારે તમારા લોહીના પ્રવાહમાં ખૂબ વધારે અથવા ખૂબ ઓછા હોર્મોન હોય છે, ત્યારે તે હોર્મોનલ અસંતુલન તરફ દોરી જાય છે. હોર્મોન્સ શરીરની કામગીરીમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે નાના હોર્મોનલના અસંતુલનથી પણ આરોગ્ય બગાડવાનું કારણ બની શકે છે.
આ સ્થિતિમાં ડાઈટ નિષ્ણાતો કેટલાક ખોરાકની વસ્તુઓ તેમના આહારમાં શામેલ કરવાની સલાહ આપે છે, જેથી હોર્મોન્સના અસંતુલનને નિયંત્રિત કરી શકાય.
હોર્મોનલ અસંતુલનની અસરો : મહત્વપૂર્ણ શારીરિક પ્રક્રિયાઓ કરવા માટે હોર્મોન્સ મુખ્ય રૂપે જરૂરી છે. હોર્મોન્સ ચયાપચય, હૃદયના ધબકારા, ઊંઘનું ચક્ર, પ્રજનન ચક્ર, સામાન્ય વૃદ્ધિ, શારીરિક વિકાસ, તણાવનું સ્તર અને શરીરનું તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
તેથી એક હોર્મોનલ અસંતુલનથી પીડાતા ઘણીવાર સાંધાનો દુખાવો, થાક, હાઈ બ્લડ પ્રેશર, માથાનો દુખાવો અને આવા ઘણા સ્વાસ્થ્ય સંબંધિત લક્ષણો દેખાઈ શકે છે. હોર્મોનલ ફેરફારોને નિયંત્રિત કરવા માટે આ ફૂડ્સનો સમાવેશ કરો
બદામ : બદામ બ્લડ સુગર સ્તરના નિયમનમાં સહાયક તરીકે કામ કરે છે. લાંબા ગાળામાં તે પ્રકાર 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટાડી શકે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જો તમે વજનને નિયંત્રિત કરવા માટે વિચારી રહ્યા છો તો તમારે બદામનું સેવન ઓછું કરવાની જરૂર છે કારણ કે તેમાં કેલરીમાં વધારે હોય છે.
એવોકાડો : એવોકાડો એ વિશ્વના સૌથી સ્વાદિષ્ટ ફળોમાંનું એક ફળ છે. આ ફળ ચરબી અને ફાઇબરથી સમૃદ્ધ હોય છે. એવોકાડો એસ્ટ્રોજનનું શોષણ ઓછું કરે છે અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો કરે છે. તે હૃદયની તંદુરસ્તીમાં પણ સુધારો કરે છે અને દરરોજ એક ચતુર્થાંશ એવોકાડો ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોઈ શકે છે. એવોકાડોનું સેવન કરવાથી તમને દરેક રીતે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
બ્રોકોલી : બ્રોકોલી નું આપણા હોર્મોન સંતુલન પર મહત્વપૂર્ણ પ્રભાવ પડે છે. બ્રોકોલીનું બીજું મહત્વપૂર્ણ તત્વ સલ્ફોરાફેન છે. સલ્ફોરાફેન કેન્સર અને બીજી બીમારીઓની સારવારમાં તેની અસરકારકતા માટે જાણીતું છે. તે ફેટી લીવરની બીમારીમાં પણ મદદ કરે છે અને લીવર ડિટોક્સિફિકેશનને વધારે છે, જે એસ્ટ્રોજનને મેટાબોલાઇઝ કરવા માટે મહત્વપૂર્ણ છે.
બ્રોકોલીમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે. આ કેટલાક મહત્વપૂર્ણ ખનિજો છે જે માંસપેશીઓની કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને હાડકાંને મજબૂત કરે છે.
સફરજન : સફરજન ક્વેર્સેટિનનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે એન્ટીઓકિસડન્ટ છે જે શરીરમાં બળતરા ઘટાડે છે. આ ફળ હાઈ બ્લડ પ્રેશર સામે લડવામાં મદદ કરે છે અને કેન્સરના જોખમને ઘટાડે છે અને વાયરલ સંક્રમણથી દૂર રાખે છે.
તે વજન ઘટાડવા માટે સારું ફળ છે કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને તે ફાઈબરથી ભરપૂર છે, સાથે સાથે શરીરને પોષણ પૂરું પાડે છે. તેનો યોગ્ય ઉપયોગ શરીરમાં હોર્મોન્સના અસંતુલનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
અળશી : અળશી ને તમારા દૈનિક આહારમાં સમાવેશ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે. તે એન્ટીઓકિસડન્ટ, ફાઇબરમાં ખૂબ સમૃદ્ધ છે. અળશી તંદુરસ્ત આહાર તરીકે ઓળખાય છે કારણ કે તે પોષક તત્વો અને આવશ્યક ફેટી એસિડ્સથી ભરપૂર હોય છે. હકીકતમાં પીસેલી અળશીનો પાવડરનો ઉપયોગ તમારા હોર્મોન્સને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
ગ્રીન ટી : મોટાભાગના લોકો એ હકીકત જાણે છે કે ગ્રીન ટી ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. આ સાથે તે શરીરમાં મેટાબોલિઝમને પણ બુસ્ટ કરે છે. ગ્રીન ટીમાં થિનીન હોય છે, જે એક સંયોજન છે જે કોર્ટિસોલ હોર્મોનને ઘટાડે છે. કે જે સ્ટ્રેસ હોર્મોન છે. તેમાં એન્ટીકિસડન્ટો પણ હોય છે જે શરીરમાં બળતરા ઘટાડે છે અને બીમારીઓના જોખમને પણ ઘટાડે છે.
ઇંડા : ઇંડામાં કોલીનની એક તંદુરસ્ત માત્રા હોય છે, એક વિટામિન જે આપણને ન્યૂરોટ્રાન્સમીટર એસિટાઇલકોલાઇનના ઉત્પાદન કરવામાં મદદ કરે છે, જે નર્વસ સિસ્ટમની કામગીરી, મગજની તંદુરસ્તી, મેમરી અને વિકાસ માટે જરૂરી છે.
ઇંડા ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે, એન્ટી ઈફ્લેમેટરી વિરોધી ચરબી જે મગજને ટેકો આપે છે. જ્યારે મન અને નર્વસ સિસ્ટમ સ્વસ્થ હોય, ત્યારે વ્યક્તિ તણાવનો વધારે સારી રીતે સામનો કરી શકે છે.
જો તમે તમારા આહારમાં અહીં જણાવેલ ખોરાકનો સમાવેશ કરો, તો તે તમારા સ્વાસ્થ્યને સુધારવા સાથે હોર્મોન્સને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. તેથી આ ખોરાકને તમારા આહારમાં સામેલ કરવાથી તમે તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો.