hoth fatwa in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા બધા લોકોને હોઠ ની તકલીફ રહેતી હોય છે. આજે આપણે વાત કરીશું હોઠ ફાટવા, હોઠમાં ચીરા પડવા કે હોઠ સુકાઈ જવા પર કરવામાં આવતા કેટલાક ઘરેલૂ ઉપાય વિશે. તમને ઘણા ઉપાયો બનાવીશું જેથી તમારી હોઠ ને લગતી સમસ્યા દૂર થઈ જાય.

દરરોજ દિવસમાં લગભગ બે વાર એલચી પીસીને તેમાં માખણ મિક્ષ કરી અને સાત દિવસ સુધી સતત હોઠ પર લગાડવામાં આવે તો હોઠ પરના ચીરા પડવાની સમસ્યામાંથી ફાયદો મેળવી શકાય છે.

ગુલાબના ફૂલને વાટી અને તેમાં થોડી મલાઈ અથવા તો દૂધ મિક્સ કરે અને જો હોઠ પર તેનો લેપ કરવામાં આવે તોપણ હોઠને મુલાયમ બનાવી શકાય છે. એક નાની ચમચી જેટલા ગુલાબજળમાં ૪ થી ૫ ટીપા ગ્લિસરીન મિક્સ કરી અને દિવસમાં ત્રણથી ચાર વખત તેને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ અને ગુલાબી બને છે.

રાતે ઘી મા લીંબુનો રસ નાખીને લગાવવુ અને સવારે ધોઈ નાખવું. આ પ્રયોગ દરરોજ કરવાથી હોઠ વધુ ગુલાબી બને છે. રાત્રે સુતા પહેલા હોઠ પર એક મિનિટ સુુધી માખણ લગાવી રાખો. યાદ રાખો હોઠ પર  સતત એક મિનિટ સુધી માખણને ઘસવાથી હોઠ મુલાયમ બને છે અને હોઠ ફાટતા પણ અટકે છે.

તમને આ લેખ ગમ્યો હોય તો અમને જણાવો અને આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા