શું તમારા વાળનું ટેક્ચર ખરાબ થઇ ગયું છે? જો ક્ષતિગ્રસ્ત અને ચમકદાર વાળની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તેવા વાળ પણ સુંદર બની શકે છે. આ માટે ઘરમાં રહેલી વસ્તુઓ ખૂબ જ સારી માનવામાં આવે છે, કારણ કે તેના ઉપયોગથી નુકસાન ઓછું થાય છે. શુષ્ક અને ઓઈલી વાળ માટે તમે આ લેખમાં જણાવેલી ટિપ્સ અપનાવી શકો છો.
મધથી વાળને કરો કંડીશનર : જો તમારા વાળ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાને કારણે ખરાબ થઈ ગયા હોય તો તમારે મધનો ઉપયોગ કરવો જોઈએ. મધ વાળને સારી રીતે કંડિશનિંગ કરે છે. તે વાળમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.
સામગ્રી – એક ઈંડું, એક ચમચી મધ, 2 ચમચી નાળિયેર તેલ અને તલ નું તેલ. એક નાનું વાસણ લો અને ઉપર જણાવેલી બધી વસ્તુઓને ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે આ તેલને વાળ અને ખોપરી ઉપરની ચામડી પર લગાવો અને થોડી વાર રહેવા દો. આ પછી તમારા વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
દહીંનો કરો ઉપયોગ : ઓઈલી અને શુષ્ક વાળ માટે દહીં ફાયદાકારક માનવામાં આવે છે. આનો ઉપયોગ કરવાથી તમારા વાળ મુલાયમ બની શકે છે. તે વાળને પોષણ પણ આપે છે. દહીં દ્વારા એસિડ-આલ્કલાઇન બેલેન્સ રહે છે. જ્યારે પણ તમે શેમ્પૂ કરો ત્યારે તેના અડધા કલાક પહેલા દહીંનો ઉપયોગ કરી શકો છો.
વાળમાં ઇંડા લગાવો : ઈંડા સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ સારું માનવામાં આવે છે. ઈંડાનો સફેદ ભાગ વાળ પર લગાવવામાં આવે તો તે ક્લીનઝર તરીકે કામ કરે છે. ઓઈલી વાળ માટે ઘરેલુ ઉપાય તરીકે ઈંડાનો ઉપયોગ સારો વિકલ્પ છે. દહીંની જેમ વાળ ધોતા પહેલા માથા પર ઈંડું લગાવો.
સૂકા અને રફ વાળ માટે : જો તમારા વાળ ખૂબ જ શુષ્ક અને રફ હોય તો તમને આ વસ્તુઓની જરૂર પડશે. એક ઈંડું, બે ચમચી એરંડાનું તેલ, એક લીંબુનો રસ અને 1 ચમચી ગ્લિસરીન.
એક નાના બાઉલમાં એક ઈંડું, બે ચમચી એરંડાનું તેલ, એક લીંબુનો રસ અને એક ચમચી ગ્લિસરીન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા માથા અને વાળમાં મસાજ કરતા લગાવો. લગભગ અડધા કલાક પછી વાળને ધોઈ લો.
આ બાબતો ધ્યાનમાં રાખો : વાળમાં થોડું શેમ્પૂ લગાવો અને પાણીથી સારી રીતે ધોઈ લો. જો તમે તેલ લગાવ્યું ના હોય તો માત્ર એક જ વાર શેમ્પૂનો ઉપયોગ કરો. વાળમાં કેટલું શેમ્પૂ લગાવવામાં આવે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમારે ફક્ત તમારા વાળને યોગ્ય રીતે કેવી રીતે ધોવા તેના પર ધ્યાન આપવું જોઈએ.
જો વાળને સારી રીતે ધોવામાં ન આવે તો વાળને નુકસાન થઈ શકે છે. જ્યારે વાળ સ્વચ્છ અને સારી કન્ડિશન્ડ હશે ત્યારે જ તે સ્વસ્થ, રેશમી અને ચમકદાર દેખાશે. વાળ ધોવા માટે માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો.
આશા છે કે તમને અમારી આ વાળ વિશેની માહિતી પસંદ આવી હશે, તો તમે પણ આ રીતે ઘરમાં રહેલી વસ્તુઓથી વાળને કંડીશનર કરી શકો છો. આવી જ જાણકારી વાંચવા રસોઇનદુનિયા સાથે જોડાયેલા રહો.