પહેલાના જમાનામાં ઘરડા થાય પછી વાળ સફેદ થઈ જતા હતા. જેને આપણે વૃદ્ધાવસ્થા કહેતા હતા. પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને તણાવથી ભરપૂર જીવન છે.
આ સિવાય વાળની યોગ્ય કાળજી ન લેવી, પોષણની ઉણપને કારણે વાળ સફેદ થાય છે. સફેદવાળને કાળા કરવા માટે મહિલાઓ હજની બધી કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળતી નથી.
જો તમારા વાળ પણ ઉંમર પહેલા સફેદ થઈ રહ્યા છે અને તમે તેને કાળા કરવા માટે હર્બલ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. તમારે તેને બજારમાંથી ખરીદવાની જરૂર નથી કારણ કે આ લેખમાં અમે તમને સફેદ વાળ માટે ઘરે તેલ બનાવવાની રીત અને તેના ફાયદા વિશે જણાવીશું.
વાળ સફેદ થવાના કારણો : તમને જણાવી દઈએ કે વાળના ફોલિકલ્સમાં પિંગમેન્ટ સેલ્સ હોય છે, જે મેલાનિન બનાવે છે. આ તે રસાયણ હોય છે જે આપણા વાળને કાળા રાખવાનું કામ કરે છે. પિંગમેન્ટ વગર નવા વાળ હળવા રંગમાં ઉગે છે જેને આપણે સફેદ વાળ તરીકે ઓળખીએ છીએ.
જ્યારે આપણા શરીરમાં મેલાનિન ઓછું થવા લાગે છે અથવા તે બનવાનું બંધ થાય છે ત્યારે આપણા વાળ સફેદ થવા લાગે છે. મેલાનિનની ઉણપના ઘણા કારણો છે જેમ કે પ્રદૂષણ, ખરાબ જીવનશૈલી, યોગ્ય આહાર ન લેવો, તણાવ અને કેમીકલવાળી પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ વગેરે.
સફેદ વાળ માટે હર્બલ તેલ : આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી જોવા મળે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વાળને સફેદ થતા અટકાવે છે અને વાળને કાળા રાખે છે. આમળાનું તેલ પણ વાળ માટે ફાયદાકારક છે. એટલા માટે તેનો ઉપયોગ વર્ષો થી કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ, નાળિયેર તેલ વાળમાં મોઈશ્ચરને બંધ કરશે.
મેથીના દાણામાં આયર્ન અને પ્રોટીન હોય છે જે વાળની વૃદ્ધિ અને સફેદ વાળ માટે ફાયદાકારક છે. તેથી આ ત્રણ વસ્તુનું મિશ્રણ તેલ યોગ્ય છે. આ માટે 3 વસ્તુની જરૂર પડશે. 100 ગ્રામ નાળિયેર તેલ, 50 ગ્રામ મેથીના દાણા અને 100 ગ્રામ આમળા.
હર્બલ તેલ બનાવવાની રીત : 100 ગ્રામ નારિયેળ તેલમાં 50 ગ્રામ મેથીના દાણા અને 100 ગ્રામ આમળા નાખીને આખી રાત માટે પલાળી રાખો. બીજા દિવસે તેને ગેસ પર ધીમી આંચ પર સારી રીતે ઉકાળો. હવે આ તેલને ગાળીને કોઈપણ શીશીમાં ભરીને સ્ટોર કરો. તમારું હર્બલ તેલ તૈયાર છે.
લગાવવાની રીત : આ તેલને તમારા વાળના મૂળમાં અને ટોચ સુધી સારી રીતે લગાવો અને 10 મિનિટ હળવા સાથે માલિશ કરો. લગભગ અડધા કલાક પછી વાળને સામાન્ય શેમ્પૂથી ધોઈ લો.
આ તેલને ઉપયોગ વાળમાં અઠવાડિયામાં બે વાર કરો.
હર્બલ ઓઈલના ફાયદા : આ તેલ લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે અને તમારા વાળનો ગ્રોથ પણ વધારવામાં મદદ કરે છે. જે મહિલાઓના વાળનો ગ્રોથ ઓછો છે તેમના માટે આ તેલ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તેલ માથાની ચામડીને પોષણ આપે છે જેનાથી ખંજવાળની સમસ્યા બંધ થાય છે. નાળિયેર તેલ વાળમાં ચમક વધારે છે અને મુલાયમ બનાવે છે.
આ બાબતોનું ધ્યાન રાખો : હર્બલ તેલ ઉપયોગ કરવાની સાથે વાળ સફેદ ન થાય તે માટે યોગ્ય આહાર લો. કોપર, સેલેનિયમ, આયર્ન અને ફોસ્ફરસથી ભરપૂર ખોરાક લો. વાળમાં તેલ જરૂર લગાવો કારણ કે તે વાળને પોષણ અને મજબૂત બનાવે છે. વાળમાં કેમિકલવાળી વસ્તુઓનીનો ઉપયોગ ઓછો કરો. તે વાળને વધુ નુકસાન કરે છે.
તમારા વાળને સ્વસ્થ રાખવા માટે ફક્ત ઘરે બનાવેલા હોમ મેઇડ વસ્તુનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. તમે દાદીના ઘરેલુ ઉપચાર પણ અજમાવી શકો છો. આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને વાળ સબંધિત આવી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.