ગમે તેવી હેડકી ૧ મીનીટ માં થઈ જશે બંધ. બસ આટલું કરો | hedki na upay

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજના જમાનામાં પણ કેટલીક ખોટી માન્યતાઓ આપણે માનતા હોઇએ છીએ. આ માન્યતાઓ બધા લોકો આપણા પૂર્વજો કહેતા આવ્યા છે એમ આજે પણ આપણે તેને માનીએ છીએ. તો આજે એક એવીજ માન્યતા વિશે આપણે વાત કરીશું.

આજે આપણે વાત કરવાના છીએ હેડકી વિશે. હેડકી ને લગતી કેટલીક માન્યતાઓ તો તમે માનતા હશો, જેવી કે જ્યારે હેડકી આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમને કોઈક યાદ કરી રહ્યું છે અથવા તો એમ કહેવામાં આવે છે જે તમને કોઈક યાદ કરે છે તેનું નામ લઈ લો. તમારી હેડકી બંધ થઈ જશે.

આમ આ માન્યતા થી જે વ્યક્તિ પીડાઈ રહી છે તે વ્યક્તિનું મગજ બીજી વાત મા ચાલ્યું જાય છે અને તે વ્યક્તિનું હેડકી માં ઘ્યાન રહેતું નથી અને હેડકી પછી બંધ થઈ જાય છે. એટલે આપણે માનીએ છીએ કે તમારી હેડકી  પાણી પીવાથી કે કોઈક ને યાદ કરવાથી બંધ થઈ.

પણ તમારે હેડકી પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણવું પણ જરૂરી છે. તો જ્યારે આપણે શ્વાસોશ્વાસ ની પ્રકિયા કરીએ છીએ, જે આપણો શ્વાસ અંદર અને બહાર આવે છે તે દરમિયાન આપણી છાતી અને પેટની વચ્ચે પડદો રહેલો હોય છે.

4

જ્યારે આપણી શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા મા વિલંબ આવે અથવા તો ગડબડી ઉત્પન્ન થાય છે ત્યારે આ પડદમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે જેને કારણે આપણને હેડકી આવે છે. તો આ જ કારણ છે હેડકી આવવાનું.

હવે જાણીએ કે હેડકી આવે તો શું કરવું જોઇએ જેથી હેડકી બંધ થઈ જાય. આહિય જણાવવામાં આવેલા બધા જ ઉપાય ઘરેલૂ છે જે તમ જાતેજ કરી શકો છો. આમ તો હેડકી આવે એટલે પાણી પીવાનુ કહેવામાં આવે છે. પણ આ બધા સાથે જોઈશું બીજા ઉપાય. તો ચાલો જોઈએ ઉપાય વિશે.

પહેલો ઉપાય છે જે તમારી હેડકી એકજ મીનીટ માં બધ કરી દે છે તો તે ઉપાય છે, જ્યારે પણ તમને હેડકી આવે ત્યારે તમારે તમારી બે હાથની આંગળીઓ ને બંને બાજુ એક એક કાન માં નાખી દો. આંગળીઓ નું એટલું દબાણ કરવાનુ છે કે બજાર નો અવાજ સંભળાય નહિ.

આમ કરવાથી તમારા કાન માં તંત્રીકાઓ પર દબાણ ઉભુ થાય છે અને તમને હેડકી આવતી બંધ થઈ જાય છે. આ ઉપાય કોઈપણ કરી શકે છે. એકદમ સરળ આ ઉપાય છે.

હવે બીજો ઉપાય છે કે જ્યારે તમને લાંબા સમય થી હેડકી આવતી હોય અને બંધ જ ન થતી હોય તો તમારે એક લીંબુ લેવાનુ છે તેને કાપીને ચૂસી જવું અથવા તો ફુદીના નાં પાંદડાં ને ચૂસી જવા એટલે કે ચાવી જવા. આ કરવાથી તમારી હેડકી બંધ થઈ જશે.

ફુદીના નાં પાન સાથે તમે જો સાકર નો ઉપયોગ કરો તો પણ તે ખુબજ ફાયદકારક સાબિત થાય છે. તમારે ફુદીનાના પાન અને સાકર બંનેને ચાવીને તેનો રસ ગાળામાં ઉતારો તો પણ તમને હેડકી આવતી બંધ થઈ જશે.

૨૫૦ ગ્રામ પાણી લઈ તેમાં ૧૦ ગ્રામ જેટલી રાઈ નાખી અને પાણીને ઉકાળી લો. પાણી જ્યારે ઠંડું થાય એટલે કે થોડું હૂંફાળું હોય ત્યારે તેને ગાળી લઈને પી જાઓ. આમ કરવાથી પણ હેડકી આવતી બંધ થઈ જાય છે.

જો કોઈ પણ ઉપાય કરવાથી તમને તેનો લાભ નથી થતો તો તમે થોડા કીસમીસ અને થોડી હિંગ લઈ તેને મોઢામાં મુકી ને ચાવી જાવ. આમ કરવાથી ગમેતેવી હેડકી તમારી મટી જશે.જો તમે ઉપર બતાવેલ ઉપાય કરશો તો તમરી હેડકી ચોક્કસ મટી જશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા