અત્યારે બધા લોકો ઈચ્છતા હોય છે કે લાંબુ અને નિરોગી જીવન જીવવુ છે. જો તમારી પાસે પૈસા નહિ હોય તો ચાલે પણ તમારું શરીર નિરોગી હસે તો તે પૈસા જ છે. જો તમારુ શરીર નિરોગી નહિ હોય તો તમે ભણેલા કે ગમે તેટલી સગવડ વાળા હશો તો તે નકામું જ છે. તો આજે અમે તમને કેટલીક બાબતો વિશે જણાવીશું જેથી તમે લાંબુ અને નીરોગી જીવન જીવી શકો છો.
1. લીલોતરી:- શરીરમાં જરૂરી પોષકતત્ત્વો માટે શાકભાજી જેમાં સલાડનું પ્રમાણ વધારવું જેથી શરીરને જરૂરી પોષક તત્વો તેમાંથી મળી રહે. બપોરના ભોજન સાથે સલાડ જરૂર થી લેવું.
2. હંમેશા હસતા રહેવું જોઇએ: ૫૦ વર્ષની ઉંમર પછી શક્ય બને એટલું ખુશ રહેવું. તમને જે વસ્તુ ગમે છે તે જરૂર કરો. ચહેરા પર લાલિત્ય નબળું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું.
3. દિવસમાં કોઈપણ એક ફળ ખાવું :- શરીરમા એનર્જી અથવા શક્તિ સારી રહે અને જરૂરી વિટામિન અને પોષક તત્વો પણ મળી રહે તેના માટે હંમેશા આખા દિવસ માં કોઈપણ એક પાકું ફળ ખાવું. કોઈ પણ ફળ ખાવાથી શરીર માં ખુબજ ફાયદો થાય છે.
4. ગુસ્સો ન કરવો :- જો તમે કોઇપણ વાત માં ગુસ્સો કરો છો તો તમારા શરીરને ગેરફાયદો થાય છે. ગુસ્સો કરવાથી શરીર નાં બધા કોષો નબળા પડે છે અને આપણું મન પણ નબળું પડે છે . જેથી ગુસ્સાને કાબૂમાં રાખવો અને બની શકે ત્યાં સુધી ગુસ્સો કરવાનું ટાળો.
5. બદામ ખાવાનું રાખવું :– જો તમે નિયમિત બદામ ખાઓ તો તમારા માટે ખુબજ ફાયદાકારક છે પણ આ બદામ ને હંમેશા રાતે પલાળી અને સવારે વહેલા પાંચ થી છ દાણા ખાવા. પલાળેલી બદામ આરોગ્ય માટે ખૂબ સારી છે.
6. ભૂતકાળને ભૂલી જવું અને આગળ વધવું:– ભૂતકાળમાં આપણે ઘણી બધી ભૂલો કરી હોય છે અને તે ભૂલોને આપને ૫૦ વર્ષ પછી યાદ કરીએ પસ્તાવો કરતા હોઈએ છીએ. પણ ગયેલો સમય અને કરેલી ભૂલો માટે આપણે કંઈ પણ કરી શકતા નથી. માટે ૫૦ વર્ષ ની ઉપર પછી ભૂતકાળ ને ભૂલી જવો અને અત્યાર ના જીવન ની મજા કરવી. આમ કરવાથી તમને જીવવાની ખુબજ મજા આવશે.
7. હંમેશા સકારાત્મક વિચાર કરવા: હંમેશા પોઝિટિવ વિચારવું. જો તમે પોઝિટિવ વિચારસો તો તમને ખૂબ મજા આવશે અને તમારૂ આરોગ્ય તો સારું રહેશે સાથે ચયાપચયની ક્રિયા પણ સારી રહેશે
8. સવારે ઊઠીને નરણા કાઠે એક ગ્લાસ ગરમ હૂંફાળું પાણી પીવું :– નિયમિત રીતે સવારે ઊઠીને એક ગ્લાસ ગરમ હુંફાળુ પાણી પીવું. દરરોજ હુંફાળુ પાણી પીવાથી શરીર એકદમ સ્વસ્થ રહે છે અને પેટની કોઈ સમસ્યા થતી નથી.
9. દરરોજ થોડીવાર ચાલવાનું રાખવું જોઈએ :- તમે સવારે ઊઠીને કે સાંજે જમ્યા પછી દસ થી પંદર મિનિટ ચાલવાનું રાખવું. દરરોજ થોડું ચલાવતી શરીર એકદમ સ્વસ્થ અને નિરોગી રહે છે.
10. રોજ સવારે દસ મિનિટ વ્યાયામ કરવા :– દરરોજ સવારે ઊઠીને દસ મિનિટ માટે કસરત કરવી, યોગાસન કરવા અથવા તો પ્રાણાયામ કરવા જોઈએ અને ધ્યાન, મનન ચિંતન, વાંચન પણ કરવું જોઈએ.
11. હંમેશા રાત્રે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ:– રાતે વહેલા સૂઈ જવાથી તમારા શરીર ને જરૂરી ઊંઘ મળી રહે છે અને સવારે વહેલા ઉઠવાથી તમને કુદરતી તાજગીવાળા સ્વસ્થ ઓક્સિજનની માત્રા મળી રહે છે.
12. જો તમને બીપી કે ડાયાબિટીસ ની તકલીફ હોય તો તમારે સમયાંતરે બીપી તથા ડાયાબિટીસ ચેક કરાવી લેવું. આ ખુબજ જરૂરી છે.
13. જો તમે ખાંડ, ડેરીપ્રોડક્ટ, ફાસ્ટ ફુડ વગેરે જેવી વસ્તુઓ નો વધુ ઉપયોગ કરો છો તો તેમાં ઘટાડો કરવો જોઇએ અથવા ઓછી માત્રામાં લેવું જોઈએ. આ બધી વસ્તુઓ કરતા તમારે ફણગાવેલા મગ, લીલા પાંદડાવાળા શાકભાજી, લીંબુ શરબત, આદુ, હળદર આ બધાનું સેવન ૫૦ વર્ષની ઉંમર પછી કરવું જોઈએ.
તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.