જ્યારે પણ આપણે હેલ્દી રહેવાની વાત કરીએ ત્યારે લોકો સૌથી પહેલા તેમના આહાર પર ધ્યાન આપવાની સલાહ જરૂરથી આપે છે. એવું માનવામાં આવે છે કે જો હેલ્ધી ફૂડ્સને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરવામાં આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ ખૂબ જ સરળતાથી દૂર રહી શકો છો.
આ સાચું તો છે કે, ડાયટમાં હેલ્દી ફૂડ્સ ખાવાથી સ્વસ્થ રહી શકાય છે પણ કહેવાય છે કે કોઈપણ વસ્તુનું વધારે સેવન નુકસાનકારક હોય છે. હકીકતમાં હેલ્દી ખોરાક ચોક્કસપણે તમારા શરીરને અંદરથી લાભ આપે છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે લોકો પોતાને સ્વસ્થ રાખવા માટે તેનું વધારે સેવન કરવા લાગે છે.
ચોક્કસપણે તમારે પોષક તત્વોથી ભરપૂર હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. પરંતુ જો આ હેલ્ધી ફૂડ્સનું વધુ પડતું સેવન કરવામાં આવે તો અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો, આજના આ લેખમાં તમને કેટલાક એવા સ્વાસ્થ્યવર્ધક ખોરાક વિશે જણાવવા જઈ રહયા છીએ જેનું જરૂરિયાત કરતાં વધારે સેવન તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે.
ફળોને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. કહેવાય છે કે ફળોમાં એન્ટી ઓક્સિડેન્ટ અને બીજા ઘણા પોષક તત્વો હોય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ બધી વાત સાચી છે, પરંતુ જો તેનું વધારે પ્રમાણમાં સેવન કરો છો તો તે તમારા શરીરમાં પોટેશિયમનું સ્તર વધારે છે, જે તમારી કિડનીને અસર કરી શકે છે.
આ સિવાય તેમાં કેલરી પણ વધારે હોય છે અને એક સમયે વધુ ફળ ખાવાથી શરીરમાં કેલરીની કાઉન્ટ વધી જાય છે, જેનાથી વજન પણ વધી શકે છે. સલાડ (કચુંબર) : બપોરના ભોજનમાં અને રાત્રી ભોજનમાં સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે એકથી વધુ વખત સલાડનું સેવન કરો છો તો તમારા શરીરમાં ફાઈબરનું પ્રમાણ પણ ઘણું વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.
વધારે પડતા ફાઈબરથી કબજિયાત, ગેસની સમસ્યા, પાચન સંબંધી સમસ્યાઓ અને પેટની સમસ્યા પણ થઈ શકે છે. તમારે દિવસમાં 200 ગ્રામથી વધુ સલાડ તરીકે શાકભાજીનું સેવન ના કરવું જોઈએ.
પ્રોટીન સમૃદ્ધ ખોરાક : આપણા ખોરાકમાં પ્રોટીનની પૂરતી માત્રા હોવી ખૂબ જ જરૂરી છે, જે આપણું દરરોજની પ્રોટીનની જરૂરિયાત પ્રમાણે આપણા ખોરાકમાં સામેલ કરવું જોઈએ. તે તમારા સ્નાયુઓના નિર્માણમાં વજન ઘટાડવામાં મદદ કરે છે.
પરંતુ ઘણીવાર લોકો હાઈ-પ્રોટીન ડાયટ લે છે ત્યારે તેઓ તેમના શરીરની જરૂરિયાત કરતા અનેકગણું વધુ પ્રોટીન લેવાનું શરૂ કરે છે અને તેઓ પ્રોટીન સપ્લિમેન્ટ્સથી લઈને પ્રોટીનયુક્ત ખોરાક વગેરે જરૂરી કરતાં વધુ ખાય છે. આ શરીર માટે હાનિકારક છે. વધુ પડતું પ્રોટીનનું સેવન કરવાથી ખીલ, પાચન, વાળ ખરવા વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.
પાણી : સામાન્ય રીતે એવું કહેવાય છે કે પાણીનું વધુને વધુ સેવન કરવું જોઈએ. તેથી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો વધુ પડતું પાણી પીવાનો પ્રયાસ કરે છે. પરંતુ જરૂર કરતાં વધુ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્ય પર અને કિડની પર પણ વિપરીત અસર થઇ શકે છે. સામાન્ય રીતે દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ વધારે પડતું પાણી પીવાથી લોહી પાતળું થઈ જાય છે, જેના કારણે શરીરના કોષો યોગ્ય રીતે કામ કરતા નથી.
તો આ ઉપર જણાવેલ વસ્તુઓનું વધારે સેવન અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમને પણ આ માહિતી પસંદ આવી હોય તો, આવી જ માહિતી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો