દરેક માતા-પિતાની તેમના બાળક પાછળ ઘણો સમય આપે છે, જેથી કરીને તેમનું બાળક સારો અભ્યાસ કરીને સારો વ્યક્તિ બને. માતાપિતા સારો વ્યક્તિ બનાવવાની સાથે તેમની એક એવી પણ ઈચ્છા હોય છે કે તેમનું બાળક સંસ્કારી બને અને દરેક સાથે સારો વ્યવહાર કરે.
તેમ છતાં પણ બાળકો ક્યારેક વડીલો સાથે ખરાબ વર્તન કરતા હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતાને બીજા સામે શરમથી માથું નીચે ઝુકાવું પડે છે અને તેઓ દુઃખી થાય છે. આટલું જ નહીં, તે સમયે માતાપિતા બાળકથી નારાજ થાય છે અને ગુસ્સો પણ આવે છે.
જો કે અહીં માતાપિતાને સમજવાની જરૂર છે કે બાળકોનું મન સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતું, તેઓ સામાન્ય રીતે તેઓ દુરવ્યવહાર દ્વારા તેમની જરૂરિયાતો અને ભાવનાત્મક સ્થિતિ વ્યક્ત કરે છે. જો કે કેટલીકવાર તે એક સંકેત પણ છે કે તેની પાછળ માતાપિતાનો જ કોઈ દોષ છે.
બની શકે છે કે તમે અજાણતાં બાળકોની સામે એવું વર્તન કરી રહ્યા હોય જેને જોઈને બાળકોને નકારાત્મક વર્તન કરવા પ્રેરિત થયા હોય. તેથી આજે અમે તમને તમારી રીતો વિશે જણાવી રહ્યા છીએ જે બાળકોન ખરાબ વર્તન માટે પ્રેરણા આપે છે.
બાળકોને વારંવાર ઠપકો આપવો : ઠપકો આપવો ચોક્કસપણે વધુ સારી વ્યક્તિ બનાવવામાં મદદ કરી શકે છે. પરંતુ સતત ઠપકો આપવાથી એવું લાગે છે કે તેઓ ક્યારેય કંઈપણ સારું નથી મેળવી શકતા અને આ લાગણી ખાસ કરીને બાળકોના મનમાં વધારે મજબૂત બને છે.
જ્યાં માતાપિતા તેમના બાળકો પાસેથી કંઈક અપેક્ષા રાખે છે તેથી ઘણીવાર તેમને વારંવાર ઠપકો આપે છે. બીજી તરફ જોઈએ તો આનાથી બાળકના મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે અને તેને લાગે છે કે તે કોઈ કામના નથી. આવી સ્થિતિમાં તે પોતાના પોતાના મનની નકારાત્મકતા તેમના વર્તન દ્વારા દર્શાવે છે.
બાળકોની સામે માતાપિતાની એકતા : માતાપિતા તરીકે, દરેકના માતા અને પિતા વચ્ચે ઝગડો તો થઇ શકે છે. હોઈ શકે છે તમારા વાલીપણા અંગે બંને વચ્ચે કોઈ મતભેદ હોઈ શકે છે પરંતુ તેને બાળકની હાજરીમાં જાહેર કરવું કોઈપણ રીતે સારી વાત નથી.
જ્યારે માતા-પિતા બાળકની સામે તેમના મતભેદો વ્યક્ત કરે છે ત્યારે બાળક પણ ખરાબ વર્તન કરવા લાગે છે. આ વાત તેના મનમાં બેસી જાય છે કે જો તેની મમ્મી તેની કોઈ વાત નહિ મને તો તો તેને પિતા પાસેથી તેની વાત મનાવશે. આવી સ્થિતિમાં બાળક કોઈની સાથે બોલવામાં કે ગેરવર્તન કરતા અચકાતા નથી.
બાળકો સાથે મિત્રતા : આજના સમયમાં એવું કહેવાય છે કે દરેક માતા-પિતાએ બાળકોના મિત્ર બનવું જોઈએ. પરંતુ સુપર પેરન્ટ્સ બનવાના ચક્કરમાં તેમના બાળકોને નિયમો અથવા શિસ્તનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરતા નથી.
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આ પ્રકારની વાલીપણામાં, પુખ્ત વ્યક્તિ તેમની સત્તા અને બાળકોની નજરમાં આદરની શક્તિ પણ ગુમાવે છે. તેથી બાળકો સાથે મિત્ર બનીને રહો પરંતુ તેમના વર્તનને ધ્યાનમાં રાખીને શિસ્તનું પાલન કરવાનું પણ શીખવો.
સારો દાખલો ના બેસાડવો : આપણા વડીલો પણ કહે છે કે બાળકો તે જ કરે છે જે તેઓ તેમના માતાપિતાને કરતા જુએ છે. જો કે આપણે હજુ પણ રોજિંદા જીવનમાં આ નિયમને ઘણીવાર ભૂલી જઈએ છીએ. તમે બાળકોની સામે જૂઠું બોલી શકો છો અને બાળકને જૂઠું ના બોલવું જોઈએ તેની સલાહ પણ આપતા હશો.
તેવી જ રીતે, જો તમે રસ્તા પર ખોટી દિશામાં વાહન ચલાવો છો તો તે બાળકના મનમાં ખોટી છબી બનાવે છે અને તે પણ એવું જ કંઈક શીખે છે. બીજી બાજુ જોઈએ તો જે માતા-પિતાએ સારો દાખલો બેસાડે છે તેઓના બાળકો સારું કામ કરવા પ્રોત્સાહિત થાય છે. ભલે તેમની વધારે સંભાળ ના લેતા હોય.
જો તમને પણ આ બાળકોની વિશે જાણકરી પસંદ આવી હોય તો, આવી જ માહિતી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.