health tips for 30 year old woman
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

30 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓનું ધ્યાન સામાન્ય રીતે તેમની કારકિર્દી, લગ્ન, કુટુંબ, પ્રેગ્નેન્સી અને બાળકો પર હોય છે. તેઓ પોતાના શરીરની અંદર છુપાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓથી અજાણ રહેતી હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે, સામાન્ય ચેકઅપ અથવા લક્ષણોને અવગણવા કરવાથી ભવિષ્યમાં થનારા રોગોની સારવાર કરવામાં મુશ્કેલી આવી શકે છે. તેથી જ 30 વર્ષની ઉંમર પછી મહિલાઓએ તેમનું નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ.

હા, જ્યારે આપણે બીમાર પડીએ, ત્યારે આપણું શરીર આપણને સંકેતો આપવાનું શરૂ કરે છે. અને આ સિગ્નલનો જવાબ આપવા માટે આપણે જવાબદાર છીએ. પરંતુ આપણે આ બધી બાબતોથી એટલા અજાણ છીએ કે આપણું ધ્યાન તેના તરફ જતું નથી. ચાલો જાણીએ આવી 5 બીમારીઓ વિશે જે 30 વર્ષની મહિલાઓને પરેશાન કરી શકે છે.

વાળ ખરવા : આજના યુગમાં, નાનાથી લઈને મોટા સુધી, મોટાભાગની મહિલાઓ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય છે. પરંતુ 30 વર્ષની ઉંમર પછી વાળ ખરવાની સમસ્યા મોટાભાગની મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે.

આનું મુખ્ય કારણ તણાવ અને બાળકનો જન્મ હોઈ શકે છે. આ સિવાય 30 વર્ષની ઉંમરે વાળ ખરવાનું બીજું એક મોટું કારણ છે શરીરમાં પોષક તત્વોની ઉણપ. શરીરમાં આયર્ન અને વિટામિન-ડીની ઉણપને કારણે પણ વાળ ખરવા લાગે છે. આ સિવાય શરીરમાં હોર્મોન્સના અસંતુલનને કારણે પણ વાળ ખરવા લાગે છે.

સ્તનમાં ગાંઠ અને સ્તનમાં ફેરફાર : જો કે કોઈપણ ઉંમરની મહિલાઓ સ્તન કેન્સરથી પીડિત થઈ શકે છે, પરંતુ વધતી ઉંમર સાથે આ રોગ થવાની શક્યતાઓ થોડીક વધી જાય છે. હા, ઉંમર સાથે સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું જોખમ વધે છે.

તેથી, સ્ત્રીઓએ સ્તનમાં કોઈપણ પ્રકારનો ફેરફારો જેમ કે ગાંઠ, ચામડીની રચના અથવા સ્તનની નિપ્પલમાં અચાનક ફેરફાર જોવા મળે છે તો તમારે સાવચેત રહેવું જોઈએ. વહેલી તપાસ કરાવીને જાણી લેવાથી સારવાર કરાવવું સરળ બને છે.

ગર્ભાવસ્થાની શક્યતા ઓછી થઈ : ઘણા અભ્યાસો અનુસાર, મોટાભાગની સ્ત્રીઓમાં 30 વર્ષની ઉંમર પછી ગર્ભવતી થવાની સંભાવના અત્યંત ઓછી થઇ જાય છે. વાસ્તવમાં, 30 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓમાં ઓવુંલેશનની પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે સ્ત્રીઓ માટે ગર્ભવતી થવું મુશ્કેલ હોય છે.

આ સિવાય જ્યારે શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે ત્યારે પણ મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે. જો કે, દરેક સ્ત્રીમાં આવું થતું નથી કારણ કે દરેક સ્ત્રીનું શરીર અલગ અલગ રીતે કામ કરે છે.

થાક : વધતી ઉંમરની સાથે શરીરમાં નબળાઈ આવવા લાગે છે, જેના કારણે ઘણીવાર 30 વર્ષની મહિલાઓ થાક અનુભવે છે. વધુ પડતો થાક પણ અમુક રોગની નિશાની હોઈ શકે છે. તેથી ડૉક્ટરની સલાહ લો. ઘણીવાર થાઈરોઈડના દર્દીઓ ઝડપથી થાક અનુભવવા લાગે છે. તેનું બીજું મોટું કારણ ઊંઘની કમી અને ડાયાબિટીસ પણ હોઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર : વધુ પડતી સ્થૂળતા અને ગર્ભ નિરોધક ગોળીઓ અથવા હોર્મોન થેરાપીને કારણે મહિલાઓનું બ્લડપ્રેશર ઊંચું થઈ જાય છે. કેટલીક ડાયટ પિલ્સ અને એન્ટી ડિપ્રેસન્ટ્સ પણ આ સમસ્યાનું કારણ બની શકે છે. રિપોર્ટ્સ અનુસાર, જે મહિલાઓને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે તેમને ગર્ભાવસ્થા દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તમને જણાવી દઈએ કે, 30 વર્ષની ઉંમર પછી તણાવ અને વધુ પડતા મીઠાના સેવનને કારણે પણ બ્લડ પ્રેશર વધી જાય છે. જો હાઈ બ્લડ પ્રેશરનું ધ્યાન રાખવામાં ન આવે તો કિડની સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતાઓ અનેક ઘણી વધી જાય છે. એટલા માટે 30 વર્ષની ઉંમર પછી, સમયાંતરે તમારું મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું વધુ સારું છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય અને આવા વધુ જીવઉપયોગી લેખો વાંચવામાં રસ ધરાવતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ જાણકારી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા