આજકાલ સ્ટાઈલિશ વાળનો ટ્રેન્ડ વધી ગયો છે. આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે આપણા વાળ સુંદર અને સ્ટાઇલિશ દેખાય. આજકાલ વાળને સ્ટાઇલિશ બનાવવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ. આ સાથે, પાર્લરમાં જઈને પણ મોંઘી હેર ટ્રીટમેન્ટ કરાવીએ છીએ.
આવી સ્થિતિમાં, મોટાભાગની મહિલાઓ તેમના વાળ વધારે સ્ટાઇલિશ દેખાય તે માટે હેર સ્ટ્રેટનિંગ કરાવવાનું પસંદ કરે છે. જેના માટે આપણે કેટલા રૂપિયા ખર્ચીએ છીએ. જો કે આ ટ્રીટમેન્ટ કરાવવાથી વાળ તો સીધા થઈ જાય છે પરંતુ થોડા સમય માટે જ.
આ સાથે કેમિકલ્સ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી આપણા વાળ સુંદર દેખાવા કરતાં વધુ ખરાબ બની જાય છે. આવી સ્થિતિમાં, તમે વાળને કુદરતી રીતે સ્ટ્રેટ કરવા માટે ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આનાથી વાળને નુકસાન નહીં થાય અને સારું પરિણામ મળશે. તો ચાલો જાણીએ ઘરે કેવી રીતે વાળ સીધા કરી શકાય છે.
હેર માસ્ક કેવી રીતે બનાવવો : 2 મોટી ચમચી મધ, 2 ચમચી એલોવેરા જેલ, 1 નાની વાટકી દહીં અને 3 ચમચી એરંડાનું તેલ. માસ્ક બનાવવા માટે, એક વાટકીમાં મધ અને એલોવેરા જેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં એરંડાનું તેલ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તમારું હોમમેઇડ હેર સ્ટ્રેટ માસ્ક તૈયાર છે.
કેવી રીતે લગાવવું : સૌથી પહેલા વાળને સારી રીતે ધોઈને સારી રીતે સુકવી લો. પછી વાળને વચ્ચેથી ભાગ કરીને માથાની ચામડીથી લઈને વાળના છેલ્લા છેડા સુધી હેર માસ્ક લગાવો. હવે તમારા માથાને 45 મિનિટ સુધી ગરમ ટુવાલથી ઢાંકીને રાખો. લગભગ 45 મિનિટ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી તમને વાળ સીધા થવાની અસર દેખાવા લાગશે.
વાળ માટે એરંડા તેલના ફાયદા : આ તેલમાં ઘણા એવા પોષક તત્વો જોવા મળે છે જે વાળને નુકસાન થતા અટકાવે છે. તે વાળમાં થયેલા ડેન્ડ્રફ ઘટાડવામાં પણ મદદ કરે છે.
એલોવેરા જેલના ફાયદા : કુંવારપાઠું મહિલાઓ માટે વરદાન સમાન છે. તે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત, તે ફેટી એસિડ્સ, વિટામિન A, B12, C અને Eથી ભરપૂર છે જે વાળને ખરતા અટકાવે છે.
દહીંમાં પ્રોટીન હોય છે જે ખોપરી ઉપરની ચામડીમાંથી મૃત કોષોને દૂર કરે છે અને વાળને સિલ્કી બનાવવામાં મદદ કરે છે. મધ આપણા વાળ ખરતા ઓછા કરે છે અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
હેર માસ્ક કેમ ફાયદાકારક છે : વાળ પર આ હેર માસ્ક ફાયદાકારક છે કારણકે તે સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓમાંથી બનેલો છે. સારી વાત એ છે કે તેનાથી વાળને નુકસાન થતું નથી અને વાળ પર કોઈ આડઅસર પણ થતી નથી.
આ હેર માસ્ક લહેરાતા વાળ માટે જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમારા વાળ વાંકડિયા છે તો આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી તમારા વાળ સીધા નહીં થાય. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.