પાર્લરમાં જઈને મોંઘા ખર્ચા કર્યા વગર આ રીતે ઘરે જ કરો હેર સ્મૂથિંગ, તમારા વાળ સીધા અને ચમકદાર બનશે

0
845
hair smoothing treatment at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમારા વાળ ઝાંખા અને થોડા ફ્રઝી છે, તો તમારા માટે હર હેર સ્મૂથિંગ શ્રેષ્ઠ હોઈ શકે છે. સ્મૂથિંગ તમારા વાળને સીધા અને ચમકદાર બનાવે છે. આ જ કારણ છે કે આજકાલ મહિલાઓમાં વાળને સ્મૂધ કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી ગયો છે.

પરંતુ હવે તમે વિચારતા હશો કે આ માટે તમારે પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચવા પડશે. પણ જો તમે ઈચ્છો તો ઘરે જ વાળને સ્મૂથિંગ કરી શકો છો. આજે આ લેખમાં અમે તમને ઘરે સ્મૂથિંગ કેવી રીતે કરવું તે જણાવીશું. તો ચાલો જાણીયે કે સ્મૂથિંગ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત.

સ્ટેપ 1 – વાળ ધોઈ લો : સૌથી પહેલા તમારા વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. એટલે કે એવું શેમ્પૂ જેમાં કેમિકલનું પ્રમાણ ઓછું હોય. જો તમારા વાળ વધારે ડેમેજ છે તો તમે ઓટ મિલ્ક અને મધમાંથી બનાવેલ શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. આ બંને વસ્તુઓમાં ઘણા પોષક તત્વો છે જે ક્ષતિગ્રસ્ત વાળને ઠીક કરવામાં અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

સ્ટેપ 2 – વાળ સુકાવો : શેમ્પૂથી વાળ ધોયા પછી, વાળને સુકવી લો. વાળને સૂકવવા માટે તમારે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરવો જોઈએ. આના કારણે, વાળમાં હાજર ભેજના નિશાન દેખાશે નહીં. વાળને સૂકવવા માટે, વાળને ચાર ભાગોમાં વહેંચો. પછી દરેક ભાગને બ્લો ડ્રાયરથી સૂકવી દો.

સ્ટેપ 3 – વાળમાં સ્મૂથિંગ ક્રીમ લગાવો : હવે ત્રીજું સ્ટેપ છે વાળમાં સ્મૂથિંગ ક્રીમ લગાવો. તમે આ ક્રીમ બજારમાંથી પણ ખરીદી શકો છો. અથવા તમે ઘરે પણ બનાવી શકો છો. વાળમાં સ્મૂથિંગ ક્રીમ લગાવવા માટે તમારે માસ્કિંગ બ્રશની જરૂર પડશે. માસ્કિંગ બ્રશનો ઉપયોગ કરીને જ તમારા વાળમાં સ્મૂથિંગ ક્રીમ લગાવો.

હવે જ્યારે તમે તમારા વાળમાં સ્મૂથિંગ ક્રીમ લગાવી દીધી છે, તો તેને તમારા દરેક વાળમાં લગાવવા માટે પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો. લગભગ 25-30 મિનિટ માટે તમારા વાળ પર ક્રીમ લગાવીને રહેવા દો. તમે તમારા વાળને 10 મિનિટ પછી કાંસકો કરી શકો છો જેથી સ્મૂથિંગ ક્રીમ એક જગ્યાએ જમા ના થઇ જાય.

સ્ટેપ 4 – પ્રેસિંગ કરો : હવે જ્યારે ક્રીમ સંપૂર્ણપણે સુકાઈ જાય, એટલે તમારા વાળને ધોયા વગર બ્લો ડ્રાય કરો. હેર ડ્રાયરનો ઉપયોગ કર્યા પછી, તમારા વાળને પ્રેસ કરો. તો થઇ ગઈ છે તમારા વાળની સ્મૂથિંગ. જો કે, હેર સ્મૂથિંગ કર્યાના ત્રણ દિવસ પછી જ માથું ધોવું જોઈએ અને પછી ફરીથી તમારા વાળને સુકવી લો. વાળને ધોયા પછી સીરમ લગાવો. તે પછી વાળને ફરીથી પ્રેસ કરી લો.

સ્મૂથિંગ પછી આ સાવચેતીઓ રાખો : તમારા વાળને ઘરે સ્મૂધ કર્યા પછી ત્રણ દિવસ સુધી પિન અથવા બાંધશો નહીં. તમારે વાળમાં 15 દિવસ સુધી તેલ ન લગાવવું જોઈએ. સ્મૂથિંગ કર્યા પછી, તમારે વાળ પર સારા હેર કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.

સ્મૂથિંગ કરતી વખતે આ ભૂલો ન કરો : જો તમારા વાળને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, તો આ માટે તમારે ઘરે સ્મૂથિંગ કરતી વખતે કેટલીક ભૂલો ન કરવી જોઈએ. તમારે ક્યારેય ભીના વાળ પર પ્રેસિંગ નહીં કરવું જોઈએ. તમારે વાળને બ્લો ડ્રાય કરવાની સાચી રીત આવડવી જોઈએ. નહિંતર તમારા વાળ સ્મૂથિંગ માટે બગડી શકે છે.

હિટ સેટિંગનું ખાસ ધ્યાન આપો. તમારે એવી પ્રેસિંગ મશીનનો ઉપયોગ કરવો જોઈએ જેમાં એડજસ્ટેબલ ટેમ્પરેચર હોય. કારણ કે વધુ પડતી ગરમી તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે.

હેર સ્મૂથિંગ ક્રીમ લગાવતા પહેલા તમારા વાળને સારી રીતે ખુલ્લા કરી લો, કારણ કે ગંઠાયેલ વાળમાં સ્મૂથિંગ નથી થતી. જો તમે ઈચ્છો છો કે વાળને પરફેક્ટ સ્મૂથિંગ થાય અને વાળને પણ ઓછું નુકસાન થાય તો તમારે હીટ પ્રોટેક્શન એજન્ટનો ઉપયોગ કરવો જોઈએ.

આ બાબતો ધ્યાનમાં રાખો : વાળ માટે એક જ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં. તમારા વાળ ધોતા પહેલા હેર માસ્ક જરૂર લગાવો. વાળ ખુલ્લા રાખવાનો પ્રયાસ કરો. વાળમાં સીરમ લગાવવાનું ના ભૂલો. આશા છે કે તમને અમારી આ જાણકારી જરૂર મદદરૂપ થશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.