air conditioner gas leaks
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળો ચાલી રહ્યો છે અને આ સમયે ACની ખૂબ જ જરૂરિયાત અનુભવાય છે. ઉનાળામાં, એર ACની સર્વિસ કરાવવી અને તેના કારણે આવતું વીજળીનું બિલ ચૂકવવું ખૂબ મોંઘું પડે છે. પરંતુ આ કાળઝાળ ગરમીમાં લોકો પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. જે લોકોના ઘરમાં AC લગાવવામાં આવ્યું છે તેઓને ખબર હશે કે જો તમે ACની યોગ્ય કાળજી નહીં રાખો તો AC રિપેર કરાવવા અને સર્વિસ કરાવવામાં કેટલો ખર્ચ થાય છે.

આપણે જાણીએ છીએ કે એસી ચાલુ કરતાંની સાથે જ ઠંડી હવા આવે છે, પરંતુ કેટલીકવાર યોગ્ય તાપમાન હોવા છતાં પણ એસી રૂમને ઠંડુ કરી શકતું નથી, તો બની શકે કે તેમાં ગેસ ન હોય.

AC સર્વિસિંગ દરમિયાન ગેસ લીકેજ એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે, જેમાં ક્યારેક વેલ્ડીંગની પણ જરૂર પડે છે. આવું વિન્ડો એસીમાં ખુબ જ વધારે થાય છે. પરંતુ શું આપણે એવું કંઈક કરી શકીએ કે જેનાથી AC માંથી ગેસ લીકેજ થોડું ઓછું થઇ શકે…

ગેસ લીક ​​થવાની સમસ્યા શું છે? AC માં એક કૂલેંટ હોય છે જેને ગેસ કહેવાય છે અને તે દરેક AC માં હોય છે જેના કારણે ઠંડકનો અહેસાસ થાય છે. જો તે ઓછું હશે અથવા ક્યાંકથી લીક થતું હોય તો AC બરાબર ઠંડુ નહીં થાય. તે લીક થવા પાછળના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ શું કોઈ એવી ટીપ્સ છે જે તેને અટકાવી શકે છે અથવા કઈ ભૂલોને કારણે આવું થતું હોય છે?

ગેસ લીક ​​થવાનું કારણ શું છે? AC ગેસ લીક ​​થવાનું સૌથી મહત્વનું કારણ તેમાં કાર્બન જામી જવાનું છે. એકવાર કન્ડેનસર પાઈપમાં કાટ લાગવા માંડે, તો તેની ઠંડકની અસર ઘટશે અને ગેસ લીક ​​થવાની સમસ્યા પણ વધશે. તે AC વાઇબ્રેશન, લાંબા સમય સુધી ACની સર્વિસ ન કરવા, AC મેન્ટેનન્સ પર ધ્યાન ન આપવાના કારણે પણ આવું થઈ શકે છે.

કેટલીકવાર કન્ડેન્સર પાઇપમાં કાણું પડી જાય છે જેના કારણે પણ ગેસ લીક ​​થવા લાગે છે. આ ભૂલોને કારણે AC ગેસ લીક ​​થાય છે : પહેલા એક વસ્તુ સમજી લો કે લાંબા ગાળે AC ગેસ લીક ​​થશે જ. તેને સંપૂર્ણપણે સોંકી શકાય તે માટે કોઈ રસ્તો નથી, હા કેટલીક ભૂલો તેને વધારે ખરાબ કરે છે. તો ચાલો જાણ્યે કઈ છે તે ભૂલો.

1. સમયસર સર્વિસિંગ ના કરાવવું : આ સામાન્ય ભૂલ બધા લોકો કરે છે. AC ની સર્વિસ કર્યા વગર જ લોકો તેને ચલાવવા લાગે છે. દર વખતે એસી સર્વિસ કરાવવી જરૂરી હોય છે. જો સર્વિસ નહીં કરાવો તો સિઝનના વચ્ચે જ તે ખરાબ થઈ શકે છે. AC ની સર્વિસિંગમાં તેની સફાઈ થઈ જાય છે અને સાથે જ AC ના કન્ડેન્સરમાં કોઈ લીકેજ હોય ​​તો તે પણ ઠીક થઈ જાય છે.

2. ACની ઉપર ઘણો સામાન રાખવો : આ મોટે ભાગે વિન્ડો એસીમાં જોવા મળે છે. એસી આગળથી ઠંડી હવા આપે છે અને પાછળની ગરમ હવા બહાર ફેંકે છે. આવી સ્થિતિમાં, જો તમે તેની આસપાસ સામાન રાખ્યો હોય અથવા જો ACમાંથી હવા નીકળવાની જગ્યા ન હોય,તો AC ખરાબ થઈ જાય છે, તો આવું ન કરો.

3. AC ની સફાઈ ના કરવી : એરફ્લો અને કોમ્પ્રેસર બંને ગંદકીના કારણે ખરાબ થાય છે. દર વર્ષે AC એર ફિલ્ટર બદલવું અથવા સાફ કરવું સારું છે અને જો તમે આમ નહીં કરો તો વારંવાર AC પ્રેસર વધશે અને ગેસ લીક ​​થવા, પાઇપમાં કાણાં પડવા જેવી સમસ્યાઓ થશે.

4. બહાર લાગેલા એસી યુનિટની કાળજી લો : તમે જોયું જ હશે કે ઘણા ઘરોની બહાર એસી યુનિટ લગાવેલું હોય છે. બની શકે કે તમારા ઘરમાં પણ હશે. આવી સ્થિતિમાં કૂતરાના પેશાબથી એસી પાઇપને ઘણું નુકસાન થઈ શકે છે. કૂતરાનું પેશાબ ખૂબ જ એસિડિક હોય છે, જે પાઈપોમાં ઝડપથી કાટ જલ્દી લાગી જાય છે અને કાર્બન જામી જાય છે.

5. ડ્રેનેજની તપાસ ન કરવી : જો તમારા ACમાં ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય નથી તો કૂલન્ટ લીક થવાની શક્યતાઓ વધી શકે છે. ACની ડ્રેનેજ સિસ્ટમ પાણીને બહારની તરફનીકાળે છે. જો આ યોગ્ય નહીં હોય તો પાણી AC ની અંદરની પાઈપોમાં રહેશે અને તેનાથી સમસ્યા વધી જશે. ઉનાળાની સિઝનની શરૂઆત પહેલા ડ્રેનેજ સિસ્ટમની તપાસ જરૂરી છે.

આ સાથે, સર્વિસિંગ દરમિયાન સ્પ્રે સીલેટ્સ, કાટ અથવા કાર્બન જમા થવાથી બચવા માટે સ્પ્રે પેઇન્ટનો ઉપયોગ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તો આગલી વખતે જ્યારે તમે ACની સર્વિસ કરાવો ત્યારે આ ભૂલોનું પુનરાવર્તન ના કરો. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા