ઉંમર વધવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય અને આપણી સુંદરતા પર પણ અસર પડે છે. ખાસ કરીને જ્યારે આપણે ઉંમરના 40 મા તબક્કામાં આવીએ છીએ ત્યારે આપણો ચહેરો અને વાળ પર વધતી જતી ઉંમરના સંકેતો દેખાવા લાગે છે.
ખાસ કરીને તે સમયે વાળનો વિકાસ પણ અટકી જાય છે અને વાળ પાતળા થવા લાગે છે અને ખરવા લાગે છે. આવી સ્થિતિમાં જે મહિલાઓ લાંબા વાળનું સપનું જુએ છે તેમના સપના અધૂરા રહી જાય છે.
અહીં સવાલ એ ઊભો થાય છે કે 40 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી વાળનો ગ્રોથ શું માટે બંધ થઈ જાય છે? આજે અમે તમને આ વિષય વિશે વાત કરવા જઈ રહયા છીએ. તમને જણાવી દઈએ કે વાળ પ્રોટીનથી બને છે અને ઉંમરની સાથે શરીરમાંથી પ્રોટીનનું પ્રમાણ ઘટવા લાગે છે.
આ કિસ્સામાં, વાળના વિકાસને ઘણી અસર થાય છે. પણ એવું કહેવું ખોટું છે કે, વાળ લાંબા થઇ જ ના શકે. જો વાળને યોગ્ય માત્રામાં પ્રોટીન મળતું રહેશે તો તેમનો વિકાસ પણ ચાલુ રહેશે અને વાળ વધશે પણ અને જાડા પણ થશે. તો ચાલો જાણીયે કેટલાક ઘરેલું ઉપાય વિશે.
દૂધનો ઉપયોગ કરો
અઠવાડિયામાં એકવાર કાચા દૂધથી તમારા વાળને ધોવો. દૂધમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે અને દૂધથી વાળ ધોવાથી વાળને પ્રોટીનની સાથે સાથે મોઈશ્ચર પણ મળશે અને આ સાથે જ વાળનું પાતળાપણું પણ દૂર થશે.
ઇંડાનો હેર માસ્ક
વાળમાં ઈંડાનો હેર માસ્ક લગાવવાથી પણ તમને ફાયદો થશે. તમે વાળમાં ઈંડાનો સફેદ ભાગ કે પીળો ભાગ બંને લગાવી શકો છો. સફેદ ભાગ તે સ્ત્રીઓને લગાવવો જોઈએ જેમના વાળ ઓઈલી હોય છે અને પીળો ભાગ તે સ્ત્રીઓ માટે જેમના વાળ ખૂબ સૂકા હોય છે. તમારે ઇંડા સાથે થોડું દહીં અથવા લીંબુનો રસ પણ મિક્સ કરવો.
આ પણ વાંચો: કોઈપણ રસાયણ નો ઉપયોગ કર્યા ઘરે જ બનાવો હેર પેક | hair loss solution in gujarati
ચોખાનું પાણી
તમે વાળને ચોખાના પાણીથી ધોઈ લો. ચોખામાં વાળને જાડા કરવાના ગુણ રહેલા હોય છે. તમે આથેલા ચોખાના પાણી અને સામાન્ય ચોખાના પાણીથી પણ તમારા વાળ ધોઈ શકો છો. તેનાથી વાળ મજબૂત થશે અને ચમકદાર પણ બનશે.
પ્રોટીનથી ભરપુર આહાર
તમારે તમારા આહારમાં કઠોળ, દૂધ, દૂધથી બનતી પ્રોડક્ટ, ઈંડા અને માછલી વગેરેનો સમાવેશ કરવો જોઈએ, આ બધા પ્રોટીનથી ભરપૂર સ્ત્રોત છે. જો તમે તેને નિયમિત આહારમાં સમાવેશ કરો છો તો તમને ઘણા ફાયદા થશે.
એસેન્શીયલ ઓઇલ
તમે નારિયેળ તેલ અને ઓલિવ તેલમાં દ્રાક્ષના બીજના તેલના 5 ટીપાં મિક્સ કરી શકો છો અને તેને વાળમાં લગાવી શકો છો. જો તમે આ અઠવાડિયામાં બે વાર કરો છો તો તમને ખૂબ સારા પરિણામ મળશે.
જો તમારી ઉંમર પણ 40 વટાવી ગઈ છે તો તમે પણ ઉપર જણાવેલી આ બાબતોનું ધ્યાન રાખીને તમારા વાળને મજબૂત બનાવી શકો છો અને વાળના વિકાસને પ્રોત્સાહન આપી શકો છો. આવી બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.