વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘરગથ્થુ નુસખાઓ ટાલમાં પણ ઉઘાડે છે વાળ, અજમાવી જુઓ તમે પણ. થોડા સમય પહેલા બોલીવુડ ફિલ્મ બાલા આવી હતી. આ ફિલ્મમાં ખરતા વાળને કારણે યુવાનીમાં જ ટાલ પડી જાય છે જેની વ્યથા બતાવવામાં આવી છે. આપણા સમાજમાં આ એક હકીકત છે, કોઈપણ વ્યક્તિની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે કાળા ઘટ્ટ વાળ, પરંતુ જ્યારે આ વાળ ખરવા લાગે અને વ્યક્તિ તકલાપણા તરફ આગળ વધે ત્યારે એનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે અને પર્સનાલિટી પણ ઓછી પડવા લાગે છે.

સામાન્ય રીતે જોઈએ તો રોજના 100 વાળ ખરવા એ ચિંતાનો વિષય નથી પણ જો રોજના 100 થી વધુ વાળ ખરવા લાગે તો સમજી લેવું કે આ ટાલ પાડવા ની નિશાની છે અને આ ચિંતાની વાત છે. અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે એક ટકલાપણુ સ્ત્રીઓની તુલનામાં પુરુષોમાં વધુ જોવા મળે છે. આનું કારણ તે ખરાબ જીવનશૈલી, વાતાવરણ, દારૂ, કોફી, ચા, સ્મોકિંગ, મસાલેદાર ભોજન અને જંક ફૂડ જેવા ખાદ્ય પદાર્થ હોઈ શકે છે.

શરીરમાં પિત્તવધુ પ્રમાણમાં થાય તો એની સીધી અસર વાળ પર પડે છે. આટલું જ નહીં હેરિડિટી અને હોર્મોન્સ ને લગતી સમસ્યા પણ પુરુષોમાં તકલાપણા ના નોતરે છે. જો તમે પણ ધીરે ધીરે ટકલા પણ આ તરફ જઈ રહ્યા છો તો આ ખાસ વાતોનું ધ્યાન જરૂરથી રાખો અને એનો અમલ પણ કરો. આ ટિપ્સ ની મદદથી તમે ખરતા વાળને ઝડપથી ઘટાડી શકો છો અને આની મદદથી નવા વાળ પણ ઊગવા લાગશે.

દિવેલ નું તેલ: તમારા માથામાં જ્યાં વાળ ઓછા થવા લાગે ત્યાં દિવેલ નું તેલ, જેતૂનનું તેલ, નારીયલ તેલ, બદામનું તેલ લઈ તેમાં જૂટ ના બીજ (કરિયાણાની દુકાને મળશે) મિક્સ કરીને માલિશ કરો. અઠવાડીયામાં બે વખત આનાથી માલિશ કરો. વાળ ઉતરતા ઓછા થશે. માઇલ્ડ શેમ્પૂથી જ વાળ ધોવો. હાર્ડ શેમ્પુ વાળના મૂળમાં નુકસાન પહોંચાડે છે જ્યારે વાળ ભીના હોય ત્યારે એમાં નારીયલ તેલ લગાવો. આમ કરવાથી વાળ અને ખોપરી નરમ રહેશે અને ડ્રાયનેસ ના કારણે વાળ ઉતારતા ઓછા થશે.

ત્રિફળા ચૂર્ણ: રોજ સવારે ખાલી પેટ અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને ખાવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. આના માટે જરૂરી છે આવું સળંગ ત્રણ મહિના સુધી કરવું અને વાળને નિયમિત રીતે કટીંગ કરાવતા રહેવું.

ડુંગળીનો રસ: ડુંગળીનો ઉપયોગ માત્ર ખાવામાં જ નહીં વાળને પોષણ આપવાનું પણ કામ કરે છે. ખાસ કરીને ડુંગળીનો રસ વાળ માટે ખૂબ સારો માનવામાં આવે છે. મિક્સરમાં ડુંગળીનો રસ કાઢીને એને રૂ ની મદદથી વાળના મૂળમાં લગાવો અને અડધો કલાક પછી નવશેકા પાણીથી વાળ ધોઈ લો. શક્ય હોય તો માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો.

નારિયેળનું દૂધ: જેમ નારિયેળનું તેલ વાળ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એવી જ રીતે નારિયેળનું દૂધ પણ વાળ અને માથા માટે સારું ગણાય છે. નારિયેળના દૂધમાં બે ચમચી આમળાનું તેલ મિક્સ કરો અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને વાળના મૂળમાં લગાવો ને અડધો કલાક રહેવા દો અને પછી માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઇ લો. આનાથી વાળના મૂળ સુધી નરમાશ પહોંચે છે અને વાળ ખરતાં બંદ થઈ જાય છે.

જામફળ ના પત્તા: જામફળ ના પત્તા નવા વાળ ઉગાડવા માં મદદ કરે છે. થોડાક જામફળના પત્તા લો અને એને પાણીમાં ઉકાળો. હવે જ્યારે આ પાણી કાળું થઈ જાય ત્યારે તેને ઉતારી ઠંડું પાડી લો. અને હવે આને એ ભાગ પર લગાવવું જે ભાગ પર ના વાળ ખરી ગયા હોય. દસ પંદર મિનિટ પછી વાળ ધોઈ લો. આ પ્રોસેસ નવા વાળ ઉગાડવા માં મદદરૂપ થાય છે.

ભૃંગરાજ નું તેલ: આમ જોઈએ તો બજારમાં ઘણા બધા પ્રકારના આયુર્વેદિક તેલ મળે છે પણ ભૃંગરાજ ના તેલ ની માલીશ કરવાથી નવા વાળ ઊગવા માં મદદ મળે છે એવું માનવામાં આવે છે. હકીકતમાં જોઈએ તો ભૃંગરાજ એક જડી બુટ્ટી છે. જેમાં વાળને ઉગાડવા ની તાકાત હોય છે. તો આને નિયમિત રીતે માલિશ કરવામાં આવે તો માથામાં ફરીથી વાળ આવી શકે છે.

લીમડાનું તેલ: લીમડાનું તેલ ખરતા વાળને રોકવા નું કામ કરે છે પરંતુ અને માથામાં નથી લગાવવાનો. લીમડાના તેલ ના ચાર ટીપાં રોજ રાત્રે નાક અને કાનમાં નાખવાથી ફ્લેપ્સ ખુલી જાય છે.  આ ફ્લેપ્સ છે જે વાળને મૂળમાંથી જ ગ્રોથને રોકે છે. લીમડાનું તેલ લગાવવાથી આના પર અસર થાય છે અને આ ફ્લેપ્સ ખુલી જાય છે.

મેથીના દાણા: મેથીના દાણામાં વાળને વધારવામાં હોર્મોન્સ વધારવાની ક્ષમતા હોય છે. મેથીના દાણાને પિસી લો અને પછી આને વાળમાં લગાવો. આ વાળનો ગ્રોથ કરતાં હોર્મોન્સને જગાડે છે અને વાળ વધે છે. બીજી બાજુ જોઈએ તો મેથીને રોજે કોઈને કોઈ રીતે ઉપયોગમાં લેવાતી વાળનો ગ્રોથ વધે છે

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા