hair growth tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોઈપણ છોકરીના વાળ તમની પર્સનાલિટીનો એક મહત્વનો ભાગ છે. જો કોઈ છોકરીના વાળ કાળા, લાંબા અને જાડા હોય તો દરેકની નજર તેના પર પહેલી જાય છે. જ્યારે ઘણી છોકરીઓના વાળ કુદરતી રીતે ખૂબ જ ઝડપથી વધતા હોય છે અને કેટલીક છોકરીઓ ઈચ્છા હોય તો પણ લાંબા વાળની ​​ઈચ્છા પૂરી થતી નથી.

જો કે તમને વાળ ઝડપી વધવાની ચિંતા નહિ હોય, પરંતુ જો તમે જલ્દી લગ્ન કરવા જઇ રહ્યા છો, તો ચોક્કસપણે ખૂબ ચિંતિત થશો. કારણ કે લગ્ન પહેલા દરેક છોકરી ઈચ્છે છે કે તેની સુંદરતામાં કોઈ ખામી ના રહે.

જે પછી તમારો રંગ હોય કે તમારા વાળ. જો તમે પણ આ જ મૂંઝવણમાં મુકાયા છો, તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને એવી કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદ લઈને તમે ખૂબ જ ટૂંકા સમયમાં તમારા વાળને ઝડપથી વધારીઓ શકો છો.

Also Read: વાળ ખરવાના કારણો આ છે 

વાળ ટ્રિમ કરો

જો તમે વાળના વિકાસમાં સુધારો કરવા માંગતા હોય તો સમય તેને ટ્રિમ કરતા રહો. આ તમને બે મોઢાવાળા વાળથી છુટકારો મેળવવામાં મદદ કરે છે સાથે વાળ તૂટવાનું પણ ઘટી જાય છે અને વાળના વિકાસમાં પણ મદદ કરે છે.

યોગ્ય પોષણ જરૂરી

તમે જે પણ ખાઓ છો, તે માત્ર તમારું પેટ ભરવા માટે જ નથી હોતું, પણ તેની અસર તમારા સ્વાસ્થ્ય અને ત્વચા પર પણ પડતી હોય છે. યોગ્ય પોષણ ખોરાક ખાવાથી, તમારા વાળ પણ ઝડપથી વધવા લાગે છે. તેથી પ્રયાસ કરો કે તમારા આહારમાં ઇંડા, દહીં અને બદામ જેવા પ્રોટીનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.

હેર પ્રોડક્ટનો ઉપયોગ

જો તમે ઇચ્છો છો કે તમારા વાળ ઓછા તૂટે અને ઝડપથી વધે તો તમારે એવા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ, જેના હિટિંગ થવાથી વાળને નુકસાન થાય છે. જો તમે વાળને સ્વસ્થ રાખો છો તો તે વાળ વિકાસ તરફ પણ દોરી જાય છે.

શેમ્પૂ

વાળની ગંદકીને દૂર કરવા તેને સાફ કરવા માટે શેમ્પૂ કરવું જરૂરી છે, પણ દરરોજ શેમ્પૂ કરવાનું ટાળો. તેના કારણે વાળનું કુદરતી ઓઇલ ખત્મ થવા લાગે છે જેનાથી વાળમાં રૂખાપણ આવે છે અને તેના વિકાસને પણ અસર કરે છે. જો તમે ઇચ્છતા હોય તો તમે એક દિવસ છોડીને શેમ્પૂ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે શેમ્પૂ કર્યા પછી તમારે તમારા વાળને કન્ડિશન જરૂર કરવા જોઈએ.

ઘરેલું ઉપચાર

વાળને વધારાનું પોષણ આપવા માટે અને તેની વૃદ્ધિ વધારવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો પણ કરી શકો છો. દાખલા તરીકે, તમે તમારા માથા અને વાળ પર એલોવેરા જેલ લગાવી શકો છો. જે વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓને દૂર કરે છે.

નાળિયેર તેલમાં રહેલા ફૈટી એસિડ વાળ માટે ખૂબ સારું માનવામાં આવે છે. તે વાળને વધારાની મજબૂતી આપે છે. તેથી તમારા વાળનો વિકાસ સુધારવા માટે, નાળિયેર તેલથી તમારા વાળને મસાજ કરો.

ડુંગળીનો રસ વાળ પર જાદુનું કામ કરે છે. પણ તેની ગંધ તમને થોડી પરેશાન કરી શકે છે. વાળની ​​વૃદ્ધિ માટે, વાળ પર ડુંગળીનો રસ લગાવો અને તેને 10 થી15 મિનિટ માટે રહેવા દો. પછી શેમ્પૂ કરી લો.

તમને અમારી આ પોસ્ટ (hair growth tips) પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “તમારા વાળને લાંબા અને જાડા બનાવવા માંગો છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય”