રેશ્માના વાળ એટલા પાતળા થઈ ગયા છે કે તે સમજી શકતી ન હતી કે આવું શા માટે થઈ રહ્યું છે કારણ કે તેણે મોંઘા શેમ્પૂ અને કન્ડિશનરથી લઈને હેર ટ્રીટમેન્ટ સુધી બધું જ કરાવી ચુકી હતી પરંતુ તેમ છતાં તેના વાળ પુશ્કર પ્રમાણમાં ખરી રહયા હતા.
દરેક વખતે તે કાંસકો કરતી કે બ્રશ કરતી અથવા શેમ્પૂ કર્યા પછી ટુવાલ માં અને ઊંઘમાંથી ઉઠ્યા પછી પણ ઓશીકા પર વાળ દેખાતા. આ સમસ્યા માત્ર રેશ્માની જ નથી પરંતુ તેના જેવી ઘણી મહિલાઓની છે.
શું આ તમારી પણ આ જ સમસ્યા છે? જો હા, તો ચિંતા કરશો નહીં, તો ચોક્કસ તમારા આહાર પર એક નજર નાખો. ક્યાંક આહારમાં આયર્નની ઉણપને કારણે આવું તો નથી થઈ રહ્યું ને. વાળ આપણા વ્યક્તિત્વમાં અને દેખાવમાં વધારો કરે છે.
વાળ જેટલા મજબૂત, જાડા, લાંબા અને ચમકદાર હશે તેટલી જ તમારી પર્સનાલિટીમાં વધારો કરશે. પરંતુ વાળ ખરવા એ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેના કારણે લગભગ દરેક જણ પરેશાન રહે છે. જોકે વાળ ખરવાને આપણે બ્યુટી સમસ્યા ગણીએ છીએ.
એટલા માટે તેઓ વાળ માટે સૌથી મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ તેમ છતાં વાળ ખરવાનું બંધ થતું નથી. આનું કારણ એ છે કે આપણા આહારની વાળ પર ઘણી અસર પડે છે. હેલ્દી, લાંબા અને મજબૂત વાળને જાળવવા માટે તમારા આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. ખાસ કરીને તમારા ખોરાકમાં આયર્ન લેવું ખૂબ જરૂરી છે.
આયર્નની ઉણપને કારણે વાળ ખરવા : જી હા, વાળ ખરવા અને તમારા આહાર વચ્ચે મજબૂત સબંધ રહેલો છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે જ્યારે શરીરમાં આયર્નની ઉણપ હોય ત્યારે વાળ વધારે ખરે છે. આયર્નની ઉણપને કારણે વાળનો વિકાસ અટકી જાય છે અને તે નબળા પડી જાય છે અને ઝડપથી તૂટવા લાગે છે.
વાસ્તવમાં આયર્નની ઉણપને કારણે, શરીરમાં લોહીની ઉણપ થાય છે, જેના કારણે માથાની ચામડીને પૂરતો ઓક્સિજન અને રક્ત પરિભ્રમણ મળતો નથી, તેનાથી વાળ ખરવા લાગે છે. આ સિવાય શરીરમાં આયર્નની ઉણપને કારણે એનિમિયા થાય છે, જેના કારણે રેડ બ્લડ સેલ્સ (લાલ રક્તકણો) ની ઉણપ સર્જાય છે અને વાળ ખરવાની સમસ્યા શરુ થાય છે.
મતલબ એ છે કે આયર્ન વાળને મુલાયમ અhair fall reason in gujarati ને મજબૂત બનાવે છે. યુરોપિયન જર્નલ ઑફ ડર્મેટોલોજી મુજબર, આયર્નની ઉણપને કારણે સ્ત્રીઓને વધુ વાળ ખરવાનો અનુભવ હોય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આયર્નની ઉણપથી વાળ ખરવાનું વધી જાય છે.
આયર્ન વાળના મૂળ અને ખોપરી ઉપરની ચામડીમાં ઓક્સિજન અને પોષણનો પ્રવાહ વધારીને વાળની રચનાને સુધારવામાં મદદ કરે છે. જ્યારે વાળ અસામાન્ય રીતે ખરવા લાગે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં આયર્નની ઉણપ થઇ રહી છે. આ સ્થિતિ ખુબ જ ગંભીર રૂપ ધારણ કરે અને તમારા દેખાવને અસર કરવાનું શરૂ કરે તે પહેલાં તમારા આહારમાં આયર્નથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.
આયર્નનો સ્ત્રોત : આયર્નની ઉણપને પહોંચી વળવા માટે તમારા આહારમાં બ્રોકોલી, કઠોળ, દાળ, બીજ, ઘેરા લીલા શાકભાજી, કીવી, દાડમ, ગોળ વગેરેનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે આ બધી વસ્તુઓમાં ઘણું આયર્ન હોય છે. જો તમે ઈચ્છો તો ડોક્ટરની સલાહ લઈને આયર્ન સપ્લીમેન્ટ્સ લઈ શકો છો.
જો તમને પણ સુંદર, સિલ્કી અને જાડા અને ભરાવેદાર વાળ જોઈતા હોય તો મોંઘા શેમ્પૂ, કન્ડિશનર અને હેર ટ્રીટમેન્ટની સાથે સાથે આયર્નથી ભરપૂર ખોરાકનો પણ સમાવેશ કરો.