તમે પણ તમારા પાતળા વાળ જોઈને તમે ઘણીવાર વિચારતા જ હશો કે કાશ મારા વાળ પણ ટીવી સીરિયલમાં અભિનેત્રીની જેમ લાંબા અને સુંદર હોય તો કેવું સારું. કારણ કે દરેક સ્ત્રીની એવી ઈચ્છા હોય છે કે તેના વાળ કાળા-જાડા અને સુંદર હોવા જોઈએ.
પરંતુ આજની લાઈફસ્ટાઈલમાં મહિલાઓની ખોટી ખાવા-પીવાની આદતોને કારણે વાળની સુંદરતા ઓછી થઇ ગઈ છે, આ સાથે વધતા જતા પ્રદુષણને કારણે વાળ પણ પાતળા થઈ જાય છે. આજકાલની ઘણી મહિલાઓ ખરતા વાળથી પરેશાન છે. પરંતુ તે નથી જાણતી કે જેમ શરીરને સ્વસ્થ રહેવા માટે યોગ્ય પોષણ જરૂરી છે, તેવી જ રીતે વાળને પણ યોગ્ય પોષણ મળવું એટલું જ જરૂરી છે.
આ માટે જો તમે આ જ કેમિકલવાળી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેની હવે કોઈ જરૂર નથી, કારણ કે આજે આ લેખમાં અમે તમારા માટે આવા સુપરફૂડ્સ લઈને આવ્યા છે જેને અજમાવીને તમે પોતે જ વાળમાં એક અલગ જ ચમક અનુભવશો.
ઘણીવાર યુવાન છોકરીઓ વિચારે છે કે માત્ર તેલ અથવા શેમ્પૂ જ વાળને ખરતા અટકાવી શકે છે અથવા તેમના વાળને ભરાવદાર બનાવી શકે છે. તેથી તે વાળ માટે વિવિધ પ્રકારના શેમ્પૂ અને તેલનો ઉપયોગ કરે છે, જે બિલકુલ ખોટું છે, ટીવીમાં આવતી જાહેરાતો તમને ખોટી અથવા અધૂરી માહિતી આપી છે.
વાળ આપણા શરીરનો એક ભાગ છે અને વાળનો વિકાસ પણ શરીરની શક્તિ અને પોષણ પર આધારિત છે. વાળ ખરવાના ઘણા કારણો હોય છે જેમ કે થાઈરોઈડની સમસ્યા, એનિમિયા, લીવરની સમસ્યાઓ, કેલ્શિયમની ઉણપ વગેરે વગેરે.
ભૃંગરાજ પાવડર : ભૃંગરાજ પાવડર વાળના વિકાસ માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધિ છે. આ કુદરતી છોડ ખરતા વાળ માટે વરદાન રૂપ છે. તેથી જ તેના સેવનથી લીવર પણ સારું રહે છે. વાળ ખરતા રોકવા માટે સવાર-સાંજ પાણી સાથે અડધી ચમચી તેનું ચૂર્ણ લેવું જોઈએ.
આમળા : આમળા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે વાળ ખરતા અટકાવી શકે છે. વાળના વિકાસ માટે તે જાદુ જેવું કામ કરે છે . હા, આમળામાં હાજર વિટામીન C અને E તેને સારું હેર ટોનિક બનાવે છે. જો તમારે પણ વાળ ખરે છે તો આજથી જ આમળાનું સેવન શરૂ કરી દો. તમે આમળાને કાચા પણ ખાઈ શકો છો કે તેનો જ્યુસ પણ પી શકો છો.
ડુંગળી : ડુંગળી વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડુંગળીમાં રહેલા ફોસ્ફેટ, કેલ્શિયમ અને બીજા ફાયટોન્યુટ્રિઅન્ટ્સ તેને વાળ માટે અત્યંત ફાયદાકારક બનાવે છે. કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન આહાર ફાઈબર અને ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે. તમે તમારા રોજિંદા આહારમાં ડુંગળીનો સમાવેશ કરી શકો છો. વાળ ખરતા અટકાવવા માટે તમે તમારા સલાડમાં ડુંગળીનું સેવન કરી શકો છો.
બીટ : જો તમારા શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો તમારા આહારમાં બીટરૂટનો સમાવેશ કરો. આ સુપરફૂડ વિટામિન A, વિટામિન C, આયર્ન અને પોટેશિયમથી ભરપૂર હોય છે. પોટેશિયમની ઉણપને ઘણીવાર વાળ ખરવા સાથે જોડવામાં આવે છે.
તેથી બીટ ખાવાથી તમને વાળ ખરવાની નકારાત્મક અસરોને દૂર કરવામાં મદદ મળી શકે છે. તંદુરસ્ત વાળ માટે તમે બીટના રસનું સેવન પણ કરી શકો છો. આ સિવાય બીટમાં હાજર આયર્નનું ઉચ્ચ સ્તર લોહીની ઉણપને કારણે અટકી ગયેલા વાળના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે.
પ્રોટીનથી ભરપૂર ઇંડા : ઈંડામાં મળી આવતું કેલ્શિયમનું હાઈ લેવલ અને મિનરલ્સ વાળને ઝડપથી મોટા અને ઘટ્ટ બનાવે છે. ઈંડા ખાવાથી તમને ખરતા વાળ અટકી શકે છે અને વાળની ગુણવત્તા વધારવામાં મદદ મળી શકે છે. હેલ્દી વાળ માટે તમે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરો. ઈંડામાં પ્રોટીન, બી વિટામિન અને ઝિંક જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.
જો તમે પણ વાળ ખરવાથી પરેશાન થઇ રહયા છો તો આજે જ તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો. જો તમને આ લેખ સરસ લાગ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આવી જ બ્યુટી સબંધિત માહિતી મળતી રહેશે.