hair care tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાળ સિલ્કી અને સુંદર રાખવા માટે વાળની ​​યોગ્ય કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓ વાળની ​​સંભાળ માટે બજારમાં મળતા મોંઘા મોંઘા શેમ્પૂ અને હેર કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ વાળને નુકસાન પહોંચાડતી કેટલીક ભૂલોને કારણે તેમને તેમના વાળમાં જરૂરી ચમક દેખાતી નથી.

આ એવી સામાન્ય ભૂલો છે જેને કારણે ઘણી સ્ત્રીઓ પોતાના વાળને નબળા અને નિર્જીવ બનાવી દે છે. જેના કારણે વાળ પાતળા થવા, વાળ ખરવા, ડ્રાય હેર, ફ્રિજી હેર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જો તમે પણ ઈચ્છો છો કે તમારે આ સમસ્યાઓનો સામનો ના કરવો પડે અને જો તમારા વાળ મજબૂત, જાડા અને સિલ્કી હોય તો તમારે આવી બધી ભૂલોથી બચવાની જરૂર છે. આવો જાણીએ આવી જ સામાન્ય 5 મોટી ભૂલો વિશે.

સ્ટાઇલ કરતી વખતે વાળમાં પહોંચનારી હિટ : ઘણીવાર સ્ત્રીઓ તેમના વાળને સ્ટાઇલ કરવા અથવા સૂકવવા માટે બ્લોઅરનો ઉપયોગ કરતી હોય છે. સ્ટ્રેટનિંગ કરતી વખતે પણ વાળને હીટ આપવામાં આવે છે. સ્ટાઈલિંગ માટે વાળને હીટ આપવાથી ભલે તે સુંદર દેખાતા હોય પણ વધારે પડતી સ્ટાઇલને કારણે વાળ અંદરથી નબળા પડી જાય છે.

વાસ્તવમાં વાળને હીટ આપવાથી, વાળની ​​અંદરની નમી સમાપ્ત થઈ જાય છે, જેના કારણે વાળ તૂટવા લાગે છે અને પછી કોમ્બિંગ એટલે કે કાંસકો કરવાથી પણ નબળા વાળ ઝડપથી ખરી જાય છે અને ઘણા તૂટી જાય છે. તેથી જ વધારે સારું છે કે તમે તમારા વાળની ​​સ્ટાઇલ બને તેમ કુદરતી રાખવાનો પ્રયત્ન કરો, જેમાં હિટિંગની જરૂર ના પડે.

વાળને હંમેશા બાંધીને રાખવા : ઘણી સ્ત્રીઓને પોની ટેલ અથવા ઉપરની બાજુ બાંધીને (અંબોરો) રાખવા વધારે ગમે છે. જો કે આવી હેરસ્ટાઈલ સ્માર્ટ લાગે છે અને વર્કિંગ વુમનને એક પ્રોફેશનલ લુક પણ આપે છે, પરંતુ આ રીતે વાળ ઉપરની તરફ રાખીને તેને દરરોજ ખેંચીને (ચુસ્ત) રીતે બાંધવાથી વાળના મૂળ નબળા પડી જાય છે અને વાળ ખરવાની શક્યતા રહે છે .

ટાઈટ ચોટલી બનાવવાનું ટાળો : જો વાળ ભીના હોય તો ઢીલી ચોટલી બનાવવાથી વાળ લહેરાતા રહે છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ પણ નથી રહેતી, પરંતુ જો ભીના વાળને એકદમ ચુસ્ત રીતે બાંધવાથી તેના મૂળ નબળા પડી જાય છે અને તૂટવાની શક્યતા પણ વધી જાય છે.

વાળનો રંગ જ બદલી દેવો : ઘણી સ્ત્રીઓ પોતાને આકર્ષક દેખાવા માટે તેમના વાળનો રંગ સંપૂર્ણપણે બદલી નાખે છે, ઉદાહરણ તરીકે તેઓના વાળ કાળા હોવા છતાં તેમના વાળમાં લીલા, ગુલાબી, જાંબલી રંગ કરાવે છે. આવો ફેરફાર મહિલાઓને સાવ અલગ લુક આપે છે,

પરંતુ આ પ્રક્રિયામાં વાળ પર કેમિકલ્સ તત્વોની અસરને કારણે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં વાળના અકાળે સફેદ થવાથી બચવા માટે આવા એક્સ્ટ્રીમ કલર ચેન્જથી બચવું જોઈએ.

સફેદ વાળને હાઈલાઈટ કરવાથી નુકસાન થાય છે : ઘણી સ્ત્રીઓ તેમના સફેદ વાળને છુપાવવા માટે હાઇલાઇટ્સ કરાવે છે. આવા કેમિકલના ઉપયોગથી વાળના સ્વાસ્થ્ય પર ખરાબ રીતે અસર પડે છે. જો તમે વાળને કુદરતી રીતે સુંદર રાખવા માંગતા હોવ તો વાળને રંગવા માટે કુદરતી વસ્તુઓ જેવી કે મહેંદી, ડુંગળીનો રસ, નેચરલ ડાઇનો ઉપયોગ કરો.

અને જયારે પણ બજારમાંથી નેચરલ ડાઇ ખરીદતી વખતે એ પણ ખાતરી કરો કે તે વિશ્વસનીય બ્રાન્ડના છે કે નહિ, નહીં તો તેમાં કેમિકલ્સ હોવાની શક્યતા છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

વાળની ​​સુંદરતા જાળવી રાખવા માટે તમારે અહીં જણાવેલી આ 5 ભૂલોથી બચવું જોઈએ. તે વાળની ​​ચમક જાળવી રાખે છે. તમને આ માહિતી કેવી લાગી?? જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ વધારે માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા