gujarati nasto banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બનાવીશું સાંજના નાસ્તામાં કે પછી ડિનરમાં ખાઈ શકાય એવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ ઓછા સમયમાં બની જતો નાસ્તો છે. જે નાના બાળકોથી લઈને મોટાઓ દરેક ને ખુબ જ પસંદ આવે છે. આની અંદર ઘઉંના લોટ સિવાય પણ ઘણા બધા વેજિટેબલ્સ નો યુઝ થાય છે તો એ ઘણું હેલ્ધી પણ છે અને એકદમ ઓછા તેલમાં બની જતો નાસ્તો છે. સાંજના ડિનરમાં તમને શું બનાવવું એ ના સુજે ત્યારે તમે આ ચટપટી રેસિપી ટ્રાય કરી શકો છો. તો બનાવવાનું શરૂ કરીએ.

  • લોટ બાંધવા સામગ્રી:
  • 80 ગ્રામ ઘઉંનો લોટ,
  • 75 ગ્રામ મેંદો,
  • 2 ટેબલસ્પૂન તેલ,
  • સ્વાદ મુજબ મીઠું,

સ્ટફિંગ સ્ટફિંગ બનાવવા માટે સામગ્રી:

  • 2 મોટી ચમચી તેલ,
  • 1 ચમચી જેટલું છીણેલું આદું,
  • 2 નંગ લીલા મરચા ઝીણા સમારેલા,
  • એક મોટી સાઈઝ (115 ગ્રામ) ઝીણી સમારેલી ડુંગળી,
  • 60 ગ્રામ ગાજર,
  • ૮૫ ગ્રામ કેપ્સીકમ,
  • અડધી ચમચી મીઠું,
  • 300 ગ્રામ બાફેલા બટાકા મેશ કરેલા,
  • અડધી ચમચી જેટલો ચાટ મસાલો,
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ,
  • 2 મોટી ચમચી લીલા ધાણા,

બનાવવાની રીત :

સૌથી પહેલા લોટ બાંધી લઈશું. એક કપ (80 ગ્રામ) ઘઉંનો લોટ લો. પોણા કપ મેંદો (75 ગ્રામ ) એડ કરો. તમે ચાહો તો એકલો મેંદો અથવા એકલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. સ્વાદ મુજબ મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલું એટલે કે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. આ બધું જ આપણે હાથથી બરાબર મિક્સ કરી લઈશું.

જે નોર્મલ રોટલી બનાવવાનો રોજ આપણે બારીક લોટ યુઝ કરીએ છીએ એ જ લોટ લેવાનો છેઅને હવે આપણે થોડું-થોડું પાણી ઉમેરીને મીડીયમ કઠણ લોટ બાંધી લઈશું. હવે આપણે ઢાંકીને 15 મિનિટ નું રેસ્ટ આપી દઇશું.ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવવા માટે ગેસ ઉપર એક પેનમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીશું.

તેલ ગરમ થઇ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું છીણેલું આદું ઉમેરીશું, 2 નંગ લીલા મરચા ઝીણા સમારેલા ઉમેરીશું અને દસેક સેકન્ડ માટે સાંતળી લઈશું. દસેક સેકન્ડ પછી, એક મોટી સાઈઝ (115 ગ્રામ) ની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. હવે એક મિનિટ સાંતળ્યા પછી ગાજર અને કેપ્સીકમ એડ કરો.

હવે બધું જ બરાબર મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ માટે શાકભાજી ને ચડવા દેવાના છે કારણકે વેજિટેબલ્સ તો થોડા ક્રન્ચી રહેશે તો જ આ નાસ્તા નો ટેસ્ટ સારો આવશે. અડધી ચમચી મીઠું એડ કરો. બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને કુક થવા દેવાનું છે. બે-ત્રણ મિનિટ પછી બાફેલા બટાકાનો માવો, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 2 મોટી ચમચી લીલા ધાણા ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરીને 5 થી 6 મિનિટ માટે આ મિશ્રણને કુક કરવાનું છે.

5 થી 6 મિનિટ પછી સ્ટફિંગ તૈયાર છે અને ઠંડુ થાય ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો લોટ ના મીડીયમ સાઈઝ ના લુવા તૈયાર કરી લઈશું. હવે રોટલી વણી લો. હવે ગેસ પર રોટલીને કાચી પાકી શેકી લેવાની છે. આ રોટલીને કાચી-પાકી તેલ વગર શેકવાની છે. બાકીની રોટલીને પણ આ રીતે જ શેકી લેવાની છે કાચી પાકી.

હવે રોટલી પર ટોમેટો કેચપ લગાવો. (તમે સેઝવાન સોસ કે પછી ગ્રીન ચટણી લગાવી શકો છો) પણ અહીંયા હું કેચ અપ અને ગ્રીન ચટણી બંને લગાવવાથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

હવે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ પણ થોડું ઠંડુ થઈ ગયું છે તો રોટલીની એકે સાઈડ સ્પ્રેડ કરી દો અને બીજી સાઈડ આપણે ખાલી જ રહેવા દઇશું. હવે ચીઝ છીણી લો. હવે રોટલીને ફોલ્ડ કરી લઈશું અને હળવા હાથે દબાવી દેવું જેથી સરસ રીતે ચોંટી જાય. તો આ જ રીતે બધી રોટલીને સ્ટફિંગ ભરીને તૈયાર કરી લેવાની છે.

આ રોટલી શેકવા માટે તાવ પાર તેલ લગાવી ને શેકી લઈશું. બંને બાજુથી રોટલી ક્રિસ્પી થઈ જાય પછી આપણે એક પ્લેટમાં લઈશું. તો આપણે બટાકાને વેજીટેબલ ચટપટો નાસ્તો બનીને તૈયાર છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા