ges no upchar gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મોટા ભાગના લોકોને પેટની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યા માટે ઘણા લોકો જુદા જુદા પ્રયોગો પણ કરે છે પણ તેમની આ સમસ્યાનું સમાધાન આવતું નથી. મોટા ભાગે બપોરના ખોરાક પછી ગેસ થવાની સમસ્યા જોવા મળે છે.

અહીંયા તમને એક એવા દેશી ઘરેલુ ઉપાય વિષે બતાવીશું જે તમને દરરોજ જમ્યા પછી ગેસ થતો હોય કે કોઈક દિવસ ગેસની સમસ્યા થતી હોય તેમાંથી એકદમ રાહત મળશે.

સૌ પ્રથમ જાણીલો કે ગેસની સમસ્યા કેમ થાય છે. જો તમે ભોજન અનિયમિત લેતા હોય એટલે કે જમવાનો સમય તમારો નક્કી ન હોય, તમે તીખું કે વધારે મસાલા વારુ ભોજન લો છો જે પચવામાં ખુબજ મુશ્કેલી પડે છે.

આ સિવાય જો તમે કોઈ પણ દવાનો ઉપયોગ કરતા હોય તો પણ ગેસ થઇ જવાની સમસ્યા રહે છે. ઘણા લોકોને બપોરના ભોજન પછી પેટમાં ગેસ વધવાની સાથે છાતીમાં કે પેટમાં દુખાવો થતો હોય છે જેને આપણે અવળો ગેસ થયો છે એમ પણ કહીયે છીએ.

આ ગેસ થવાથી એસીડીટી, પેટની સમસ્યા અને બીજી ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો તમને દરરોજ ગેસ થતો હોય તો તમને આંતરડાની સમસ્યા પણ થઇ શકે છે,

હવે જાણીએ કે તમારે ઉપાય માં શું કરવાનું છે જેથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. 1) જમવાના એક કલાક પહેલા ૧ ગ્લાસ સામાન્ય હૂંફાળા પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા, એક ચમચી સંચળ અને બે ચમચી લીંબુનો રસ અથવા તો એક નાનું લીંબુ ને પાણીમાં નીચોવી દેવાનું છે. આ બધી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાની છે.

આ મિશ્રણને જમવાના એક કલાક પહેલા પી જવાનું છે. આ ઉપાય દિવસમાં એકજ વાર કરવાનો છે. આ ઉપાય જમાવાનાંએક કલાક પહેલા કરવો. જયારે પણ તમે જમો છો તો જમવાનું ચાવીને જમવું જેથી ગેસ થવાની સમસ્યામાંથી ઓછી થઇ જાય. હવે જમી રહ્યા પછી તરતજ પાણી પીવાનું નથી.

જમ્યા પછી તરતજ એક ગ્લાસ મોળી છાશ લઇ તેમાં એક ચમચી સંચળ, અડધી ચમચી અજમો અને એક ચમચી કાળા મરીનો પાઉડર નાખીને આ છાશ પી લેવાની છે. આ છાશ પીધા પછી તમારે 30 મિનિટ સુધી પાણી પીવાનું નથી.

આ સિવાય જો તમને જમ્યા પછી સમય હોય તો પાંચ મિનિટ માટે વજ્રાસનમાં બેસી જાઓ. આ કરવાથી ગેસની સમસ્યા તરતજ દૂર થઇ જાય છે.

ઉપર જણાવેલ ઉપાયમાંથી કોઈપણ એક ઉપાય તમે કરશો તો તમારી પેટની બધી સમસ્યા દૂર થઇ જશે. તમને જો રાત્રે પણ ભોજન પછી ગેસની સમસ્યા રહેતી હોય તો તમે લીંબુ પાની , સંચળ અને બેકિંગ સોડા વારો ઉપાય કરી શકો છો.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “જમતા પહેલા એક ગ્લાસ પીલો આ વસ્તુ પેટમાં ગેસની સમસ્યા નહીં થાય”