gaumutra na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે. અહિયાં તમને રોજ સવારે ખાલી પેટે ગૌમુત્ર નું સેવન કરવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવિશું. આ ગૌમૂત્ર કેટલું સ્વાસ્થ્ય માટે મહત્વનું છે અને તેના ફાયદા શું છે તે આપણામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે.

પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ વગેરે વસ્તુઓ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ આપણા સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. ગાયનું મૂત્ર આપણને રોગમુક્ત બનાવે છે. આપણા દેશમાં ગાયો ઘણા બધા પ્રકારની જોવા મળે છે.

આમ તો દરેક પ્રકારની ગાય આપણા માટે લાભદાયી હોય છે, પરંતુ જો દેશી ગાય તમારી પાસે હોય તો સમજી લેવું કે તમારી પાસે કોઈ કીમતી વસ્તુ છે. જેની કોઈ કિંમત ક્યારે પણ લગાવી શકાતી નથી. આમતો દેશી ગાય દૂધ ઘણું ઓછું આપે છે, પરંતુ તેના કારણે જ તેના મૂત્રમાં વધારે માત્રામાં ઔષધીય ગુણો જોવા મળે છે.

તમે ગાયના દૂધથી થનાર ફાયદાઓ વિશે તો જાણતા જ હશો, પરંતુ કદાચ ગૌમૂત્રના અદભુત ફાયદાઓ થી અજાણ હશો. પ્રાચીનકાળથી જ ગૌમૂત્રનો ઉપયોગ એક ઔષધી તરીકે કરવામાં આવે છે. સૌ પ્રથમ જાણી લોકે ગૌમૂત્રનો સેવન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ. સૌ પ્રથમ તો જણાવી દઈએ કે ક્યારેય ગર્ભવતી હોય તેવી મહિલાએ ગાયનું મૂત્ર પીવું ન જોઈએ.

આ ઉપરાંત એક સ્વસ્થ વ્યક્તિ એ ૪૫ ગ્રામ, તેમજ બીમાર વ્યક્તિ ૧૦૦ ગ્રામ ગૌમુત્ર નું સેવન કરવું. તેનાથી વધારે સેવન કરવું નહીં. જો વધુ સેવન કરે તો શરીરને નુકસાન થઈ શકે છે.

ગાયનું ગૌમૂત્ર હંમેશા કાચ અથવા માટીના વાસણમાં જ લેવું અને ત્યારબાદ તેને સ્વચ્છ કપડાંથી ત્રણવાર ગાળી લેવું અને ત્યારબાદ એક કપના ચોથા ભાગ જેટલા ગૌમૂત્રનો સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ. હવે જોઈલો તેનાથી થતા ફાયદા.

ગૌમૂત્ર જીવાણુનાશક હોય છે અને તેમાં નાઇટ્રોજન, કોપર, ફોસ્ફેટ, પોટેશિયમ અને યુરિક એસિડ જેવા મહત્વના અનેક ઘટકો રહેલા હોય છે. જે ઘણા રોગોને દૂર કરી આપણું શરીર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિત રીતે ગૌમૂત્ર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને લોહી શુદ્ધ થાય છે. તે મગજ અને હૃદય બંનેને શક્તિશાળી બનાવે છે.

કેન્સર કરક્યુમીન નામના તત્વની ઉણપ થી થાય છે. પરંતુ તે ગૌમૂત્રમાં સારી રીતે હોય છે. તેથી ગળાનું, પેટનું તથા અન્નનળીનું કેન્સર મટાડવા માં મદદ કરે છે. ટી.બી.ના દર્દી માટે પણ ગૌમૂત્ર લાભદાયી છે. જો કોઈ વ્યક્તિને ટીબી હોય તો ડોજ દ્વારા નવ મહિનામાં ખતમ થઈ જાય છે. જ્યારે ગૌમૂત્રના નિયમિત સેવનથી તેને ત્રણ થી છ મહિનામાં દૂર કરી શકાય છે..

આપણા શરીરમાં સલ્ફર તત્વની ઉણપ થી આપણને ત્વચા સંબંધી અલગ અલગ રોગો થતા હોય છે. જો ગૌમૂત્રનું નિયમિત સેવન કરવામાં આવે તો ત્વચા સંબંધી કોઈપણ રોગ દૂર કરી શકાય છે. આ ઉપરાંત ત્રિફળા અને ગૌમુત્ર નું એકસાથે સેવન કરવાથી એનિમિયાની સમસ્યાને દૂર કરી શકાય છે.

આ ઉપરાંત વાત, પિત્ત અને કફ ત્રણેય નિયંત્રિત કરવા માટે માત્ર એક ગૌમૂત્ર જ કાફી છે. નિયમિત પણે ખાલી પેટ ગૌમુત્ર નું સેવન કરવાથી વાત પિત્ત અને કફ આ ત્રણેય સમસ્યાઓનું નિવારણ લાવી શકાય છે.

ગૌમૂત્રનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરની વધારાની ચરબીને ઓગાળી નાખે છે. અને આપણને સ્લીમ તથા સુંદર બનાવવામાં પણ મદદરૂપ થાય છે. તેના માટે ચાર થી પાંચ ટીમ્પા ગૌમૂત્ર લેવું. તેમાં બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરવું અને મિક્સ કરીને તેનું નિયમિત રીતે સવારે ખાલી પેટે સેવન કરવું. તેનાથી પેટ ઘટે છે અને શરીરની ચરબી પણ ઘટાડે છે અને તમે સુંદર તથા સ્લિમ બની શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા