ચા કે દૂધનો ઉભરો આવ્યા પછી બર્નરના છિદ્રો બંધ થઈ ગયા હોય તો અપનાવો આ 5 ટિપ્સ, મિનિટોમાં સાફ થઇ જશે

gas burner cleaning tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં ચા બનાવતી વખતે, જો સહેજ પણ ધ્યાન ભટકી જાય છે તો કંઈક ગડબડી થઇ જાય છે. સામાન્ય રીતે લોકોને દૂધ કે ચા ઉકાળતી વખતે વાસણમાંથી બહાર પડી જવાની ભૂલ થાય છે. આવી સ્થિતિમાં દૂધ તો વેડફાય જ છે સાથે જ ગેસ, ગેસ બર્નર અને ગેસની નીચે ગંદકી પણ ફેલાય છે.

ગેસની અને ગેસની નીચે રહેલી ગંદકીને સાફ કરવી હજુ પણ સરળ છે, પરંતુ જો ગેસ બર્નરમાં છિદ્રો બંધ થઇ જાય, જ્યાં સુધી તે સારી રીતે સાફ કરવામાં ના આવે ત્યાં સુધી ગેસની જ્યોત ઓછી આવે છે. જેના કારણે રસોઈ પણ મોડી બને છે. જો ગેસ બર્નરના છિદ્રો પુરા બંધ થઇ જાય છે તો ક્યારેક ગેસ બિલકુલ બળતો નથી.

તમારી સાથે પણ આવું ઘણી વાર થયું હશે. ચા બનાવતી વખતે કે દૂધ ઉકાળતી વખતે થોડું ધ્યાન બીજે જાય તો ઉકળે અને ઉભરો આવીને બહાર આવી જાય. આવી સ્થિતિમાં જો તમે ગેસ બર્નરને સારી રીતે સાફ કરશો તો બર્નરમાં જ્યોત સારી રીતે આવવા લાગશે.

તો આવો અમે તમને જણાવીએ કે તમે માત્ર બેકિંગ સોડાથી ગેસ બર્નરની ગંદકી અને ભરાયેલા છિદ્રોને કેવી રીતે સાફ કરી શકો છો. તમને રોજિન્દા જીવનમાં ઘણી મદદ કરશે.

1. ખાવાનો સોડા અને લીંબુ : 1 ચમચી ખાવાનો સોડા, 1 ચમચી લીંબુનો રસ અને 1 વાટકી પાણી. વિધિ – એક મોટા બાઉલમાં પાણી લો અને તેમાં ખાવાનો સોડા અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ગેસ બર્નર નાખીને આખી રાત માટે રહેવા દો. સવારે બર્નર ક્લિનિંગ બ્રશથી ઘસો અને સ્વચ્છ પાણીથી 2 થી 3 વાર ધોઈ લો. બર્નરની બધી ગંદકી નીકળી જશે.

2. બેકિંગ સોડા અને વિનેગર : 1 ચમચી ખાવાનો સોડા, 1 ચમચી વિનેગર. વિધિ – બેકિંગ સોડા અને વિનેગરનું એક સોલ્યુશન તૈયાર કરો. આ સોલ્યુશનને બર્નર પર લગાવીને 20-25 મિનિટ માટે રહેવા દો. હવે બર્નરને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આમ કરશો તો બર્નરમાં ભરાયેલા બધા છિદ્રો ખુલી જશે.

3. ખાવાનો સોડા અને ટૂથપેસ્ટ : 1 ચમચી ખાવાનો સોડા અને 1 ટીસ્પૂન ટૂથપેસ્ટ. વિધિ : એક બાઉલમાં બેકિંગ સોડા અને ટૂથપેસ્ટ મિક્સ કરો. હવે આ મિશ્રણને બર્નર પર લગાવીને આખી રાત બર્નર પર લગાવેલું રહેવા દો. સવારે તેને ગરમ પાણીથી ધોઈ લો. બર્નરના બંધ છિદ્રો પણ ખુલી જશે અને તે નવા જેવું દેખાશે.

4. ખાવાનો સોડા અને ડીશવોશર : 1 ચમચી ખાવાનો સોડા અને 1 ચમચી ડીશવોશર. વિધિ : ડીશવોશરમાં બેકિંગ સોડા મિક્સ કરીને આ સોલ્યુશનથી બર્નરને સાફ કરો. પછી તમે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આમ કરવાથી બર્નરના બંધ છિદ્રો ઘણી હદ સુધી ખુલી જશે.

5. ખાવાનો સોડા અને મીઠું : 1 ચમચી ખાવાનો સોડા, 1 ચમચી મીઠું અને 1 ચમચી લીંબુનો રસ. વિધિ : એક બાઉલમાં ખાવાનો સોડા, મીઠું અને લીંબુના રસનું મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને બ્રશમાં લગાવીને બર્નરને હળવા હાથે ઘસો. મિશ્રણને 15 થી 20 મિનિટ માટે બર્નર પર રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો. આમ કરવાથી બર્નર ડીપ ક્લીન થશે.

હવે આગલી વખતે જો તમારા ગેસ બર્નરમાં છિદ્રો ભરાઈ ગયા હોય તો ઉપર જણાવેલી ટિપ્સ અજમાવી જુઓ અને ગંદા બર્નરને મિનિટોમાં સાફ થઇ જશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.